________________
૯-૯-૯-૦૯ - - - - ૯૯ મહાવતો
--- ૯૯ ---- ૯૯૯૯
છે. જેમ સાધુને પોતાના આત્મામાં કોઈપણ દોષો ઉત્પન્ન થાય એ ન ગમે, એ દોષોની ઉત્પત્તિ અટકાવવા આકાશ-પાતાળ એક કરે. એમ સાધુ પોતાના નિમિત્તે બીજાઓમાં આવા કોઈપણ દોષો ઉત્પન્ન થાય એ બિલકુલ પસંદ તો ન જ કરે, પણ એ બાબતમાં એકદમ જાગ્રત રહે
એ સંયમીની વિચારધારા કંઈક આવી હોય કે
મને જો સ્ત્રી પ્રત્યે વિકાર જાગે, ગમે તેવા વિચારો આવે, તો મારી દુર્ગતિ થાય, મારો સંસાર વધે. તો એ જ રીતે મારા નિમિત્તે કોઈને વિકારો જાગે, તો બિચારા એનો સંસાર વધી જાય. એવું મારે થવા દેવું નથી. હું ભભકાવાળા વસ્ત્રો નહિ પહેરું, સાદા અને મલિન વસ્ત્રો પહેરીશ. આકર્ષકતા ઊભી થાય એવું કશું જ નહિ થવા દઉં. એટલે જ વાળ વ્યવસ્થિત કરવાની, મોઢું ધોવાની પ્રવૃત્તિ પણ મારે ન કરાય...
જો મને જૈનસંઘ, જૈનધર્મ પ્રત્યે અરુચિ જાગે તો હું દુર્લભબોધિ થાઉં, તો મારા નિમિત્તે કોઈક જીવો જૈનધર્મ પ્રત્યે અરુચિવાળા બને તો તેઓ દુર્લભબોધિ બને. એટલે જ બીજાઓ દુર્લભબોધિ ન બને એની પાકી કાળજી મારે કરવી જ પડે. એટલે જે ગમે ત્યાં માત્રુ કે સ્થડિલ પરઠવવા, ગમે ત્યાં ચંડિલ બેસી જવું, ગોચરી પણ ગમે તેમ વહોરવી, - વધુ પ્રમાણમાં કોઈ વસ્તુ વહોરી લેવી, આવેશમાં આવીને જેમ તેમ બોલવું, સાધુજીવન એલફેલ જીવવું... આ બધું મારે કોઈપણ રીતે ન જ કરાય. મારે બીજા જીવોના ભાવપ્રાણની રક્ષા કરવી જ રહી.” - જો મને મારા ગુરુ પ્રત્યે અસદ્દભાવ જાગે તો ગુરુદ્રોહના પાપે હું ચારિત્ર હારી બેસું, એમ મારા કારણે મારા શિષ્યો કે નિશ્રાવર્તીઓ મારા પ્રત્યે અસદ્દભાવ, અરૂચિ પામે, સાધુ જીવનમાં સ્થિરતા ગુમાવી બેસે તો મારા માટે મોટું પાપ કહેવાય. એટલે જ મારે શિષ્યોને ગમે તેમ ધમકાવાય નહિ, દોષોનું સેવન કરાય નહિ...”
પણ શ્રાવકો પાસે પૈસાની માંગણી કરું, શરતો કરાવું, વ્યાખ્યાનાદિમાં એમને ઉતારી પાડું તો એ બધા સાધુતા પ્રત્યે દુર્ભાવવાળા બને, જૈનધર્મ હારી બેસે... મારે એવું ન કરાય.”
ટુંકમાં પોતાના કારણે કોઈકમાં કામવિકારો, કોઈકમાં શાસન દ્વેષ, કોઈકમાં ગુરુદ્રોહ, કોઈકમાં પ્રમાદ... વગેરે કોઈપણ દોષો ઉત્પન્ન ન થાય એ માટેની બરાબર કાળજી રાખવાનો એક સહજ ભાવ સાચા સાધુના મનમાં રમતો હોય છે. એ સહજભાવ એ જ સામાયિક છે.
હા!
શારીરિક દુઃખ કરતા માનસિક દુઃખ વધુ ભયંકર છે, માનસિક દુઃખ કરતા પણ આત્મિકદુઃખ વધુ ભયંકર છે. એટલે ક્યારેક કોઈકના માનસિક દુઃખને અટકાવવા માટે