________________
હજાર કલાક જજ
જ એ જ
-
સ સામાર્યો
- જ
છે
જ છે
તો મારે એને ત્રાસ પહોંચાડવો નથી. હું ગુરુ આગળ કોઈની ચાડી-ચુગલી નહિ કરું.”
કોઈ મને ગમે તેવા શબ્દો કહે, જાહેરમાં મારું અપમાન કરે, મને જૂઠો સાબિત કરે તો ત્યારે મારી મનોવેદના કેવી હોય ? તો હું કોઈકને જેમ તેમ બોલું, જાહેરમાં એનું અપમાન કરું એને જૂઠો સાબિત કરુ તો એની મનોવેદના કેવી હોય? ના ! મારે કોઈનેય અપશબ્દો કહેવા નથી. કોઈનું અપમાન કરવું નથી, કોઈને જૂઠા સાબિત કરવા નથી.”
મારા સહવર્તીઓ બધા અંદરોઅંદર એક બની જાય અને મને એકલો પાડી દે. વિહારમાં, ગોચરીમાં, સ્વાધ્યાયમાં ક્યાંય મને સહાય ન કરે. મને હેરાન થવા દે... ત્યારે એ એકલતા, અસહાયતા મને કેવું રોવડાવે ? મને કેવી સ્નેહની ભૂખ ઉત્પન્ન કરાવે ? હે ભગવાન! તો હું આ રીતે જૂથબંધી કરી કોઈક સાધુને એકલો પાડી દઉં, એને ગોચરી, વિહારાદિ બધામાં કોઈપણ સહાય ન કરું, ન કરવા દઉં... તો એ સાધુ કેટલા આંસુ સારે ? એને એના માતા-પિતા-ભાઈ-બહેન કેવા યાદ આવે ? ના ! આ ઘોર પાપ મારે નથી કરવું. મારે જૂથબંધી કરવી નથી. કોઈને પણ આવી એકલતા, - અસહાયતાની અનુભૂતિ થવા દેવી નથી.”
મારા શિષ્યો મારી વાત ન માને, મારી આજ્ઞા-ઈચ્છાની ઉપરવટ જાય, મને અજ્ઞાની – અણસમજુ કહે તો મારી દશા શું થાય? તો એ જ રીતે હું મારા ગુરુની વાત ન માનું, મારું ધાર્યું કરું, એમને ચૂપ રહેવાનું કહી દઉં... તો એમની દશા શી થાય ? ના. આ રીતે ગુરુને ત્રાસ આપવાનું ઘોરાતિઘોર પાપ મારે નથી કરવું... જ “કોઈ મારી મશ્કરી કરે, મારી ઠેકડી ઉડાડે, મારા ઉપર જોર જોરથી હસે... તો મને કેવો ખેદ થાય ? તો હું કોઈની મશ્કરી કરું, ઠેકડી ઉડાડું, એની વિચિત્રતાઓ ઉપર ખડ ખડ હસું તો એ જીવને શું થાય ? ના. નથી કરવી મારે મશ્કરી, હસાહસી!” - આ છે સાચા સંયમીના ઉત્તમોત્તમ વિચારો ! પોતાના નિમિત્તે બીજાને માનસિક દુઃખ ઉત્પન્ન ન થવા દેવા માટેની અતિજાગૃત પરિણતિ !
એ જે બોલે, તે ખૂબ ખૂબ સાચવીને, વિચારીને, સમજીને બોલે. “આ હું જે બોલું છું, જે રીતે બોલું છું, જે દશામાં બોલું છું એ જ શબ્દો, એ જ રીતે એ જ દશામાં કોઈ મને સંભળાવે તો ?” આવા આવા ગણિત લગાડીને બોલે. - ગુરને કે શિષ્યોને, શ્રાવકોને કે શ્રાવિકાઓને, ટ્રસ્ટીઓને કે કાર્યકર્તાઓને, મદદ લેવા આવતા સાધર્મિકાદિને કે નોકર-ચાકરવર્ગને... કોઈનેય માનસિક દુઃખ ન દેવાનો દઢ પરિણામ એ જ સાચા સંયમીનું સામાયિક !
આત્મિક દુખ : આત્માને અનંત સંસાર રખડાવે, દુર્ગતિઓમાં પહોંચાડે, અશુભકર્મો બંધાવે એવા કામ, ક્રોધ, ઇર્ષ્યા, આસક્તિ વગેરે દોષો એ આત્મિક દુઃખ હાલ-લાલ - - - - - - - - - - - - ૭૫ - - - - - - - - - - - - ------