________________
* *
* *
* * * * * એ સમયે
જે
આપણી પીડા કરતા તો એમની પીડા લાખ ગણી ખરી જ ને ?
એટ્લે જ જો સામાયિક પરિણામ હોય તો વાતાવરણની ગરમીથી જાતને બચાવવાની જેમ જ ગેસની કે ચૂલાની આગથી એ પૃથ્વી-પાણી-વનસ્પતિને બચાવવાની તીવ્ર ભાવના હોય જ અને એટલે જ જેમ એ જીવ ભરતડકામાં બહાર ઊભો ન રહે... એમ એ જીવ પોતાના નિમિત્તે એ જીવો મરે એ ચલાવે જ નહિ. અર્થાતુ આધાકર્મી ગોચરી-પાણી એ કરાવી ન શકે. “હાય! મારા માટે મારે આ જીવોને આગમાં બાળી નંખાવવાના? ના, ના, ના ! હું સહન કરીશ, નિર્દોશ ગોચરી માટેનો સખત પુરુષાર્થ કરીશ. પણ મારા નિમિત્તે અસંખ્યજીવોને આગમાં બળી મરવા નહિ દઉં. આધાકર્મી નહિ વાપરું...” આવું તો સંયમીના રોમેરોમમાં વસેલું હોય. આવો ભાવ જ સામાયિક પરિણામ છે.
રસ્તામાં હજારો વાહનો દોડતા હોય છે, એમાંથી એક પણ વાહન આપણને અથડાઈ જાય તો કદાચ આપણે ચગદાઈ મરીએ, હાથ-પગ કપાઈ જાય, લોહીની તો જાણે નદી વહે... આ બધા દુઃખોથી જાતને બચાવવાનો આપણો પરિણામ જોરદાર જ હોય છે. “મારો એકસીડન્ટ ન થવો જોઈએ. હું આવા દુ:ખો સહન ન કરી શકું. એ માટે હું સાચવીને ચાલીશ. એક પણ વાહન મને અથડાઈ ન જાય. એ માટે બે-બે કલાકના વિહારમાં પણ ભારે સાવધ રહીશ...” જાતને બચાવવાનો આવો પરિણામ અને આવી પ્રવૃત્તિ આપણી હોય જ છે ને ? આ તો આપણી સાથે રાખેલી સાઈકલથી, લારીથી, રીક્ષા કે ગાડીથી રસ્તા ઉપર કેટલાય કીડી-મંકોડા-કુતરા વગેરેના મૃત્યુ શું ન થાય? કલ્પના તો કરો કે એક આખી ટ્રક આપણા ઉપરથી જ પસાર થઈ જાય, આપણે આખા ને આખા ચગદાઈ જઈએ, તો એ વખતની પીડા આપણને કેવી હોય? કલ્પના કરતાય ધ્રુજારી છૂટે ને ? તો એ જ રીતે સાઈકલ, લારી, ટેમ્પા નીચે ચગદાઈ જતા એ ત્રસજીવોની હાલત શું થતી હશે ? સામાયિકવાળો આત્મા તો આવી હિંસા પોતાના નિમિત્તે થતી જોઈ જ કેમ શકે ? એના બદલે એ જાતે બધી ઉપાધિ ઉંચકે, વધારાની ઉપધિ શક્ય એટલી ઘટાડી દે... પણ સાઈકલ, લારી, ટેમ્પો કશું ન રાખે, પોતાના નિમિત્તે એક નાનકડુ વાહન પણ દોડે એ એને ન પરવડે. | ભયંકર ગરમીમાં પવન ખાવા માટે પૂંઠ હલાવવામાં આવે તો વાયુકાયના જીવોને તો જાણે કે કોઈ ધોકા મારતું હોય એવો ત્રાસ થાય. સંયમી તો “મને કોઈ ધોકા મારે તો?” એ વિચારથી જ ધ્રુજી ઊઠે અને ગરમીમાં પણ પૂંઠું નાંખવાનો વિચાર પણ ન કરે.
ટૂંકમાં જે જે જીવહિંસાના પ્રસંગો હોય તે દરેક જગ્યાએ પરજીવોના સ્થાને એને નાનાલાલ------------------ ૭૩ ૦૯- --------------