________________
મહાવ્રતો એ માટેનો સખત પુરુષાર્થ કરવાનો જ. તો એ જ રીતે સાધુ પણ પોતાના નિમિત્તે કોઈપણ જીવને કોઈપણ પ્રકારનું દુ:ખ ન પહોંચે એ માટેનો સખત પુરુષાર્થ કરવાનો જ.
શારીરિક દુખ ઃ ક્યારેક કાંટાળા રસ્તે ચાલવાનું આવે, ત્યારે ‘એકપણ કાંટો મને લાગવો ન જોઈએ' એવો ભાવ હોય છે. એટલે જ સાચવી સાચવીને એક એક ડગલું મુકતા હોઈએ છીએ. આમ છતાં પણ જરાક પણ કાંટો વાગે કે તરત જ ચીસ પાડી દઈએ, પગ ઉંચો કરી લઈએ, મોઢા ઉપર વેદનાની રેખાઓ તરત ઊભી થઈ જાય. પગમાં કાંટો વાગવાથી આપણને જેટલી પીડા થાય, એના કરતા તો લાખગણી પીડા આપણો પગ ખેડાયેલા ખેતરોની સચિત્ત-મિશ્ર માટી પર પડે ત્યારે કે રસ્તામાં ઢોળાયેલા કાચા પાણી ઉપર પડે ત્યારે કે ઘાસ વગેરે ઉપર પડે ત્યારે એ માટીના, એ પાણીના, એ ઘાસના જીવોને થતી હોય છે.
હવે જો આપણામાં સામાયિક હોય તો ‘જાતને કાંટો ન જ વાગવો જોઈએ’ એવા વિચાર જેવો જ દઢ વિચાર ‘મારો પગ સચિત માટી પર, કાચા પાણી પર કે ઘાસ ઉપર ન જ પડવો જોઈએ' એવો હોવો જોઈએ.
અને એટલે જ કાંટો ન વાગી જાય એનો પુરુષાર્થ કેટલો બધો ? એ જ રીતે આપણો પગ આ માટી, પાણી કે ઘાસ ઉપર ન પડી જાય એ માટેનો હોવો જોઈએ.
કાંટાના રસ્તે કાંટા છૂટા-છૂટા હોવાથી પગ મૂકીને જવાય છે, માટે એ જોખમ લઈએ છીએ, પણ ધારો કે ભરચક કાંટાઓ ભરેલા હોય તો ? તો તો આખો રસ્તો છોડી દસ કિ.મી. ફરીને જવું પડે તો પણ એ કબૂલ કરશું ને ? તો એ જ રીતે જ્યાં પાણી કે માટી કે ઘાસ ઉપ૨ પગ પડવાનો જ હોય, એવા રસ્તાને તો આપણે છોડી જ દઈશું ને ? થોડુક ફરીને જવું પડે પણ એ થોડોક લાંબો વિહાર જ આપણે અપનાવશું ને ?
સામાયિકપરિણામ હોય તો કાંટાઓથી બચવા ૧૦ કિ.મી. વધુ ચાલવાની તૈયારીની જેમ જ પૃથ્વી, પાણી કે વનસ્પતિને બચાવવા પણ ૧૦ કિમી. વધુ ચાલવાની તૈયારી હોય જ.
ઉનાળામાં ભરબપોરે લગભગ બહાર નીકળતા નથી, ઉપાશ્રયની ગરમ ગરમ અગાસી ઉપર બે મિનિટ પણ ઊભા રહેતા નથી. “મને તાપ લાગે છે, મારું શરીર બળે છે...” એ ભાવ એટલો તીવ્ર હોય છે કે એ તાપથી જાતને બરાબર બચાવીએ છીએ. જો સૂર્યના કિરણોની ગરમી આપણા માટે અસહ્ય છે, તો ગેસની કે ચૂલાની અગ્નિની ગરમી પાણીના જીવોને, શાકભાજીના જીવોને, કાચા મીઠાના જીવોને કેટલી ભયંકર પીડા આપનારી હશે ? સૂર્યની ગરમીથી આપણે પીડા પામીએ છીએ, પણ મરી નથી જતા. પણ ગેસની કે ચૂલાની અગ્નિથી એ અસંખ્યજીવો તો મી જ જાય છે. તો
૭૨