________________
!
અને કડવાશ અંગે પણ સમજવાની છે. આપણી પાસે એના ઢગલાબંધ દૃષ્ટાંતો મોજુદ છે. ચંડરુદ્રાચાર્યના ભયંકર ક્રોધને કોણ નથી જાણતું ? છતાં એમના શિષ્યે એમને છોડ્યા નથી. ક્રોધ અને કડવાશને ગળે ઉતારી છે, કેવલજ્ઞાન મેળવ્યું છે.
કુરગડુ મુનિ પ્રત્યેનો ચાર ગુરુભાઈઓનો ક્રોધ અને કડવાશ શું ઓછા હતા ? એમણે બધું સહી લીધું. હવે એ જો ગુરુભાઈઓના ક્રોધ-કડવાશને સહી શકે તો આપણે ગુરુના ક્રોધ-કડવાશને ન સહી શકીએ ?
ક્ષમાગુણ સિદ્ધ કરવાની અનોખી સાધનામાં ક્રોધી-કડવા ગુરુ અત્યંત સહાયક છે. આવી સામાન્ય વાત પણ શું હોંશિયાર સંયમીઓને સમજાવવી પડે ખરી ?
(ચ) અને (છ) ની ફરિયાદો તો નક્કી સ્વાર્થ ભાવનાથી, દુર્ગંધથી ભરેલી છે. ગુરુ ગ્લાન છે, ગુરુ વૃદ્ધ છે એ તો શિષ્યો માટે વૈયાવચ્ચ ક૨વાનો અતિ અતિ અણમોલ અવસર છે. એવા વખતે એમને પડતા મૂકવા, ગૃહસ્થોને સોંપી દેવા, વૃદ્ધાશ્રમોમાં મૂકી દેવા એ તો સંસારીઓને પણ ન શોભે તો સાધુને તો શોભે જ શી રીતે ?
વૃદ્ધ કે ગ્લાન ગુરુને મૂકીને ચાલ્યા જવું “બીજા સંભાળશે, મારી જવાબદારી થોડી છે ?” એવા વિચાર કરવા એ તો અતિઘોર કક્ષાની કૃતઘ્નતા કહેવાય.
જેઓ આવા વિચારો કરે એને હવે વધુ તો શું કહેવું ? તેઓ શાનમાં જ સમજે તો ઘણું.
(જ) ની ફરિયાદ છે “વ્યાખ્યાન, શિષ્યો, ભક્તો વગેરે વસ્તુઓ ગુરુ પાસે રહેવાથી નથી મળતી.”
ભલા જીવ! તો શું આના માટે દીક્ષા લીધી છે આપણે ? આ ક્યાં ઊંધા ચક્કરમાં પડી ગયો તું ? આ તો સાધુજીવનમાં જ નવો સંસાર ઊભો કરવાની પલોજણમાં પડ્યો તું ! સંસારીઓ. ઈચ્છે છે કે ‘આપણો ધંધો બરાબર જામે', તું ઈચ્છે છે કે ‘આપણું વ્યાખ્યાન બરાબર જામે’
સંસારીઓ ઈચ્છે છે કે ‘આપણા બે-ચાર દીકરા હોય', તું ઈચ્છે છે કે ‘આપણા સારા-મજાના શિષ્યો હોય',
સંસારીઓ ઈચ્છે છે કે ‘આપણી ઓળખાણ મોટી-લાંબી હોય', તું ઈચ્છે છે કે ‘આપણા ભક્તો જોરદાર હોય.'
નથી સંસારમાં આત્મશુદ્ધિની ઝંખના!
નથી આ સાધુવેશમાં આત્મશુદ્ધિની ઝંખના!
બેય સરખા જ ને ?
જો ખરેખર તું મોક્ષાર્થી હોય, સાચો સંયમી હોય તો આ બધી લાલસાઓ ત્યાગી
૬૭