________________
આજ ૧૯. નમોડસ્તુ ત તવ શાસના
જ
આ છે હુંડા અવસર્પિણી ! વધુ ખરાબ અવસર્પિણી
એમાં વળી આ પાંચમો આરો ! કેવલજ્ઞાની વગેરે અતિશયજ્ઞાનીઓનો સંપૂર્ણ વિરહ!
એમાં વળી ભસ્મગ્રહની માર ખાઈ ખાઈને અધમૂઓ બનેલો આ જૈનસંઘ ! આવા કાળમાં ઘણું ઘણું ખરાબ દેખાવાનું જ. ક્યાંક સાધુ-સાધ્વીઓમાં ભારેમાં ભારે ઝઘડાઓ પણ દેખાય. ક્યાંક સાધુ-સાધ્વીઓમાં અબ્રહ્મનું પાપ દેખા દે. ક્યાંક સાધુ-સાધ્વીઓમાં પરિગ્રહની ઘોર મમતા પણ દેખાય, ક્યાંક સાધુ-સાધ્વીઓમાં શિથિલાચાર મર્યાદાઓને ભાંગી ચૂકેલો પણ દેખાય. ક્યાંક સાધુ-સાધ્વીઓમાં હિંસકતાની પરાકાષ્ઠા પણ દેખાય.
શું ન દેખાય આ કળિયુગમાં ? એ જ એક સવાલ છે. - શું આપણે આ બધું જ ગાયા કરવું છે ?
શું આપણે જેમાં કશો વિશેષ ફેરફાર કરી શકવાના નથી, એ બાબતોને ભૂલી ન શકીએ?
જો આપણે આ માર્ગે આગળ વધશું તો આપણો ઘોર તપ, અભુત જ્ઞાન, અપૂર્વ વૈયાવચ્ચ, અજોડ શાસન પ્રભાવના... બધું જ પાણીમાં જશે... એ નક્કી માનજો. . . સાંભળો તો ખરા એ વીરશિષ્ય, અવધિજ્ઞાની ધર્મદાસગણિના હાર્દિક શબ્દો !
सुबहुं पासत्थजणं नाउणं जो न होइ मज्झत्थो । न साहेइ सकज्जं कागं च करेइ અખા .
વર્તમાનમાં શિથિલાચારવાળા, સાધુતાથી બાર ગાઉ દૂર જઈને બેઠેલા માત્ર વેષધારીઓ પણ મોટા પ્રમાણમાં છે. પણ જે સંવિગ્ન સાધુ, જે સદાચાર સંપન્ન સાધુ આ બધાને જોઈને નિંદાટીકાના રસ્તે ચડી જાય છે, એમના તરફ મધ્યસ્થ બનતો નથી. એ આત્મકલ્યાણ સાધી શકતો નથી. એ પોતાના આત્માને કાગડો બનાવવાનું કામ કરે છે.
કાગડાનું કામ છે વિષ્ઠામાં ચાંચ મારવાનું !
શિથિલોની શિથિલતા એ ગંધાતી વિષ્ઠા જ છે ને ? એમાં નજર નાંખનાર સાધુ કાગડાના બિરુદને પામે એમાં વળી નવાઈ શી?
(૩૨ ૭
%
*
*
*
*
*
*
*
*