________________
૧૮. મહાવ્રતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય ઃ ભાવતાઓ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રીયોગશાસ્ત્રગ્રન્થના પ્રથમ .शमा वात रीछ ? भावनाभि वितानि पञ्चभिः पञ्चभिः क्रमात् । महाव्रतानि નો ઋી સાધન્ય વ્યર્થ પમ્ પાંચ પાંચ ભાવનાઓથી ભાવિત કરાયેલા મહાવ્રતો કોને મોક્ષ ન સાધી આપે? અર્થાત્ જો પાંચ મહાવ્રતોની કુલ પચ્ચીસ ભાવનાઓ બરાબર ભણાવવામાં આવે, તો નક્કી એ મહાવ્રતો મોક્ષ આપે, આપે ને આપે જ.
જો આ ભાવનાઓનો આશરો ન લેવાય, તો મહાવ્રતોની શુદ્ધિ વધતી અટકે અને જેટલી શુદ્ધિ હોય તે પણ ઘટતી જાય.. છેવટે મહાવ્રતો મૂળમાંથી જ નષ્ટ થાય અને જીવ ફરી એકવાર ભવભ્રમણ માટે દુર્ગતિઓના રસ્તે આગળ વધતો જાય.
મહાવ્રતો જો કલ્પવૃક્ષ છે, તો ભાવનાઓ એના સંરક્ષણ માટેની વાડ છે. મહાવ્રતો જો જીવ છે, તો ભાવનાઓ એ જીવને જીવાડનાર પ્રાણવાયુ છે. મહાવ્રતો જો સુંદર સરોવર છે, તો ભાવનાઓ એની રક્ષા કરનારી પાળ છે. જો વાડ નહિ, તો કલ્પવૃક્ષ નહિ, જો પ્રાણવાયુ નહિ, તો જીવનું જીવન નહિ, જો પાળ નહિ, તો સરોવર જ નહિ... એમ જો ભાવનાઓ નહિ, તો મહાવ્રતો પણ નહિ.
આ વાતને બરાબર ધ્યાનમાં લઈને આપણે એ ભાવનાઓનો વારંવાર અભ્યાસ કરવાનો છે. શરુઆતમાં એ ભાવનાઓ ભલે અઘરી લાગે, તો પણ જેમ જેમ એનો અભ્યાસ કરતા જશું, તેમ તેમ એ ભાવનાઓ આત્મસાત્ થતી જશે.
પ્રશ્ન : એ પચ્ચીસ ભાવનાઓ કઈ છે? એ દર્શાવશો ? ઉત્તર : ચોક્કસ ! પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ કલિકાલસર્વજ્ઞશ્રીએ યોગશાસ્ત્રમાં આ ભાવનાઓ દર્શાવતા કહ્યું છે કે मनोगुप्त्येषणादानेर्याभिः समितिभिः सदा । दृष्टान्नपानग्रहणेनाहिंसायां भावयेत् सुधीः। (૧) મનોગુપ્તિ : મનમાં કોઈપણ સંકલ્પ વિકલ્પો ન થવા દેવા, ગમે તેવી