________________
મહાવ્રતો
ના પાડવી જોઈએ. “જ્યારે જરુર પડશે, ત્યારે શ્રીસંઘ મારી કાળજી કરશે. મારા માટે ફ્લેટ કે ધન રાખવાની કોઈ જ જરુર નથી.” એમ કહેવું જોઈએ. એને બદલે મનમાં એમ થાય કે “ચાલો, સારું થયું. ભવિષ્યની ચિંતા મટી ગઈ.’’ તો એ પરિગ્રહની અનુમોદનાનો દોષ લાગે.
કોઈક જગ્યાએ સવારે સ્વામીવાત્સલ્ય હોય, આપણે એકાસણું કરતા હોવાથી સવારે વા૫૨વાનું ન હોય... પણ નવકારશીવાળા એમ વિચારે કે “બપોરે એકાસણાવાળાને ચાલશે.” અને તેઓ સવારે મીષ્ટાદિ અનુકૂળ વસ્તુઓ એકાશણવાળા માટે વધારે લાવીને રાખી મૂકે...આની આપણને ખબર પડે ત્યારે આનંદ થાય કે “નવકારશીવાળાએ સારું કર્યું. હું સામેથી તો કહી ન શકત. પણ તેઓને જાતે જ આ ભક્તિભાવ જાગ્યા, એ માટે એમને ધન્યવાદ આપવા જોઈએ...” તો આ પરિગ્રહની અનુમોદનાનું પાપ લાગ્યું.
આપણા કોઈ શ્રીમંતભક્તો આપણને અનુષ્ઠાનાદિમાં પુષ્કળ આર્થિક લાભ લેતા હોય, એના કારણે આપણા અનુષ્ઠાનો ખૂબ સારામાં સારા થતા હોય... એટલે જ જો એ શ્રીમંત ભક્તો ધંધાદિમાં ખૂબ કમાય તો આપણને આનંદ થાય. અને એ ભક્તો ધંધાદિમાં નુકસાન પામે તો આપણને ખેદ થાય. “હવે આપણા અનુષ્ઠાનો શી રીતે થશે ? એ ભક્તો તો હવે આમાં લાભ લે એમ નથી લાગતું. આ તો ભારે મુશ્કેલી થઈ...” આમ એના નુકસાનમાં આપણને ચિંતા થાય... આ પણ એ ગૃહસ્થોના પરિગ્રહની અનુમોદનાના પાપરૂપ જ છે.
પોતાના અનુષ્ઠાનો ઘટી ન જાય, એ માટે જ શ્રીમંતભક્તોને ધંધો બંધ કરવાની પ્રેરણા ન કરવી, એ ધંધો ચાલુ જ રાખે એવી અપેક્ષા રાખવી, માટે જ એને દીક્ષાની પ્રેરણા પણ ન કરવી... એ સામેથી દીક્ષાની વાત કરે તો પણ એક કે બીજા બહાને એનો ઉત્સાહ ઘટાડી દેવો... “સંપત્તિ દ્વારા તું જે શાસન સેવા કરે છે, તે અવ્વલકોટિની છે. દીક્ષા લઈને તું શું કરશે ? તું અત્યારે જે કામ કરે છે, એ કોઈ કરી શકે એમ નથી.” એવી શિખામણ આપવી... આ બધામાં પણ ઉંડે ઉંડે તો એના પરિગ્રહની અનુમોદના જ ધરબાયેલી પડી છે.
,,
ટુંકમાં આપણે પરિગ્રહ કરીએ નહિ કે કરાવીએ નહિ, પણ કોઈ સાધુ કે ગૃહસ્થ આપણા માટે કે અન્ય માટે વસ્તુનો સંગ્રહ કરે, અને એમાં આપણને આનંદ થાય “સારું થયું.” એવા વિચારો આવે તો એ ચોક્કસ પરિગ્રહની અનુમોદના રૂપ દોષ લાગે જ. અલબત્ત આગળ જેમ અનેક બાબતોમાં અપવાદ દર્શાવેલો, એમ આમાં પણ તે તે પ્રકારે અપવાદ સમજી લેવો. ગીતાર્થ કે ગીતાર્થ નિશ્ચિત સાધુ કારણસર યતનાપૂર્વક કંઈપણ કરે તો એ દોષ નથી. બાહ્યદૃષ્ટિથી તે દોષ લાગે. તો પણ પરમાર્થથી એ દોષ નથી, એમ નક્કી જાણવું.
****** ૨૯૨૪૪