________________
તત્ત્વો...ચ્છિતો...જાનો...માવો...
હીલના થવાનું દુ:ખ ન થાય, કોઈ પુછવા આવે તો પણ એમ કહીએ કે “એ સમુદાય જ એવો ! બહારથી બધું સારું. બાકી અંદર બધું સડી ગયું છે...”
આપણા પ્રત્યેના સ્વાભાવિક બહુમાનથી પ્રેરાઈને મુમુક્ષુ, ગૃહસ્થ કે સંયમી આપણી હાજરીમાં પુષ્કળ અનુમોદના કરે. “આ મહારાજા સાહેબ તો ભગવાન છે ! અનાસક્તિ એમના જેવી કોઈની નહિ...' વગેરે બોલે. એ પ્રશંસા સાચી હોય કે ખોટી હોય તો પણ આપણને એમાં મજા આવે. જો પ્રશંસા વધારે પડતી હોય તો એનો પ્રતિકાર કરવો જોઈએ, એને બદલે આપણે એ બધું સહર્ષ સાંભળીએ. જો પ્રશંસા સાચી હોય તો પણ કાં તો એનો નિષેધ કરવો જોઈએ, છેવટે આપણે તો આપણી પ્રશંસા ન જ સંભળાય, એટલે તરત બહાનું કાઢીને પણ ત્યાંથી દૂર જતા રહેવું જોઈએ. એને બદલે એ બધું સાંભળવામાં આપણને જ રસ પડે. બહાર કદાચ એમ બોલીએ કે “હું તો સામાન્ય છું. આ પ્રશંસા ખોટી છે, વધારાની છે.” પણ અંદરખાને તો એ પ્રશંસા અત્યંત પ્રિય થઈ પડી હોય.
ટૂંકમાં આપણે જૂઠ બોલીએ નહિ, બોલાવીએ નહિ... પણ કોઈ જૂઠ બોલતું હોય, કોઈ આપણી પ્રશંસા કે પરની નિંદા કરતું હોય તો એ બધું આપણને ગમે, એનો આપણે યોગ્ય પ્રતિકાર ન કરીએ તો એ મૃષાવાદનું અનુમોદન બની રહે છે.
તૃતીય મહાવ્રત :
સંઘમાં કોઈ અનુષ્ઠાન કરાવીએ, એના ખર્ચનું ફંડ કરવાનું હોય ત્યારે આપણે ટ્રસ્ટીઓને કહીએ કે “તમારે જેટલો ખર્ચ આવતો હોય, એના કરતા સવા-દોઢ ગણી રકમનો નકરો રાખવો. જે પૈસા વધે, એ આપણને બીજા કામમાં આવે...” આ એક પ્રકારની ચોરી કરાવી કહેવાય. અનુષ્ઠાનનો જેટલો ખર્ચ આવતો હોય, એટલી જ રકમ લેવાય ને ? એના કરતા વધારે રકમ લેવી, દાતાને અંધારામાં રાખવો... એ એમ જ સમજે કે ‘આટલો ખર્ચ થયો હશે...' એ બધું ખોટું જ ને ?
એમ પુસ્તકો છપાવીએ ત્યારે એનો વહીવટ સંભાળનારાને કહી દઈએ કે “પુસ્તક ૫૨ કિંમત વધારે છાપવી, અને પછી કન્સેસન આપવું. લોકોને એમ લાગે કે ‘આપણને સસ્તામાં પુસ્તક મળે છે.’ અને આપણને કન્સેસન આપવા છતાં નફો થાય. એ રકમ બીજા કામમાં વાપરી શકાય.” અથવા તો પુસ્તક છાપવાનો કુલ ખર્ચ જેટલો થતો હોય, તેના કરતા વધુ ૨કમ એ સંઘ પાસે, ગૃહસ્થ પાસે લઈએ, વધારાની રકમ પાછી ન આપીએ અને આપણી ઈચ્છા મુજબ અન્ય સંસ્થામાં વપરાવીએ. આ બધું આપણે આપણા વ્યવસ્થાપક દ્વારા ચોરી કરાવેલી કહેવાય. સાવ સીધી વાત છે કે શ્રી સંઘે અમુક ચોક્કસ પુસ્તક માટે જ આપણને પૈસા આપેલા, એ સિવાયના કાર્યમાં એમના વધી પડેલા પૈસા વાપરવા માટે એમની રજા લેવી જ પડે. એમને જાણ કરવી જ પડે. પણ આ બધું ન કરીએ
* ૨૮૭*****