________________
પાસે કરાવતા પણ નથી. પણ ગૃહસ્થો પોતાની મેળે જ આપણા માટે એવી ક્રિયાઓ કરે કે જેમાં હિંસા થાય.. તો એ ક્રિયા દ્વારા આવેલી કોઈપણ વસ્તુ સાધુએ લેવી ન જોઈએ, વાપરવી ન જોઈએ. જો સાધુ એ વસ્તુ લે, એ વસ્તુ વાપરે તો એને અનુમોદનાનો દોષ લાગે.
દ્વિતીય મહાવત :
કરાવણ : મુમુક્ષુની લાલસા મનમાં પડી હોય એ મુમુક્ષુને બીજા કોઈ ખેંચી ન જાય એનો ભય પણ મનમાં પડ્યો હોય. એ વખતે મુમુક્ષુને બરાબર ગોખાવી દઈએ કે “જો કોઈપણ તને પૂછે તો તારે જવાબ આ જ આપવાનો કે મારા ગુરુ આ જ છે, હું એમની પાસે જ દીક્ષા લઈશ...” અને ભોળો મુમુક્ષુ પણ એ રીતે જ બોલતો થઈ જાય.
કોઈક સંઘમાં ચોમાસું કર્યા બાદ ત્યાંના ગૃહસ્થો પાસે આપણે આપણા ગુરુ કે ગચ્છાધિપતિ પર પત્ર લખાવીએ કે “આ મહારાજે અમારા સંઘની રોનક બદલી નાંખી છે. એમનું વ્યાખ્યાન, એમની સંયમપરિણતિ તો અવ્વલકોટિના છે. મહાન પ્રભાવક છે...” આ બધુ આપણે જ સીધી કે આડકતરી રીતે એમની પાસે લખાવીએ કે એમને ગુરુ પાસે મોકલી આ બધું બોલાવડાવીએ. એની પાછળ માત્ર યશની, ગુરુ આગળ પોતાની ઉત્કૃષ્ટ છાપ પડે એની જ ખેવના હોય...
કોઈક ઉપર આપણને દ્વેષ હોય-ઈર્ષ્યા હોય... એની સીધી ફરિયાદ કરવામાં જોખમ દેખાતું હોય. એ વખતે બીજા કોઈ સાધુને કે ગૃહસ્થને બરાબર ચડાવીએ અને એ આપણી ચડામણી પ્રમાણે ગુરુ પાસે જઈને પેલા સંયમીની કે ગૃહસ્થની ફરિયાદ કરે, એના સાચા-ખોટા અવગુણો ગાય. એ રીતે એ સંયમીને કે ગૃહસ્થને ખરાબ ચીતરવાનું કામ આપણી ચડામણીથી થાય.
કદાગ્રહથી પ્રેરાઈને લહિયાઓ પાસે ખોટું લખાવીએ, પ્રેસમાં ખોટું છપાવીએ, ખોટો પ્રચાર ગૃહસ્થો દ્વારા ચારે બાજુ કરાવીએ..
આમ અનેક પ્રકારે મૃષાવાદનું કરાયણ સંભવિત છે. અનુમોદન :
આપણા કહેવાતા શત્રુની – પ્રતિસ્પર્ધીની સામે કોઈ પડે અને ચારે બાજુ એના માટે ખોટો પ્રચાર કરે... આપણે જાણીએ કે આ બધું ખોટું છે... છતાં એના દ્વારા આપણા પ્રતિસ્પર્ધીની અવહેલના થતી હોવાથી એ બધું આપણને અંદરખાને ગમે.. “સારું થયું” એમ લાગે. એનો શક્તિ હોવા છતાં નિષેધ ન કરીએ, એ તમાસો જોવામાં મજા આવે.
અન્ય સમુદાયના કોઈ સાધુ વગેરેના આર્થિક કૌભાંડ કે ચોથાવ્રત સંબંધી ભૂલો પકડાય, એ બધું કદાચ છાપામાં છપાય, એ સાચું હોય કે ખોટું પણ જો આપણને અંદરખાને આનંદ થાય, એ અન્ય સમુદાય બદનામ થયાનો હર્ષ થાય, પણ શાસનની નજીકલ - ૯ - - - - ૨૮૬ - જય જય જય જય જય જય જય જય જય