________________
-૦૯-ર-------------------- મહાવ્રતો કે- ૯-૯--૨લ--૯-૯---- કારણે તેઓએ દસને બદલે વધુ સમય સુધી ઈચ્છા ન હોવા છતાં બેસવું પડે.
કોઈ સંયમી પ્રત્યે ઈર્ષ્યા હોય તો એને ગોચરીમાંડલીમાં ઓછી ગોચરી આપવી, મોડી ગોચરી આપવી, વધુ સમય લાગે એવું કામ સોંપવું. એ રીતે એનો સમય બગડે એ માટેનો પ્રયત્ન કરવો. એ બધું જ કાળની અપેક્ષાએ ભાવચોરી જ છે ને ?
આપણે પાઠક હોઈએ ત્યારે ચાલુ પાઠમાં ગૃહસ્થો વગેરે સાથે વાતો કરવા લાગી જઈને, ભણનારાનો સમય બગાડવો. પાઠ મોડો શરુ કરીને ભણનારાઓને રાહ જોવડાવવી એ પણ કાલની અપેક્ષાએ ભાવચોરી કહેવાય.
(૪) ભાવપ્રધાનતાએ ભાવ-અદત્તાદાન : લોકો આપણને તપસ્વી માને, પ્રશંસા કરે... આપણે જેટલો-જેવો તપ કર્યો હોય, એના કરતા વધારે પડતા તપની કલ્પના કરે... આ ખબર પડવા છતાં પણ સ્પષ્ટ ખુલાસો ન કરવો અને નિષેધ ન કરવો... પોતાની વિશિષ્ટ તપસ્વી તરીકેની છાપ ખોટી હોવા છતાં ઉભી રાખવી... એ બધું તપભાવની અપેક્ષાએ ભાવચોરી છે.
આ મહારાજને ઓળખો છો ? રોજની ૧૦૦ ગાથા ગોખી શકે છે...” આવું કોઈક શ્રાવક બીજાઓને આપણી ઓળખાણ કરાવવા બોલે. આપણે એ સાંભળીએ... આપણે ખરેખર રોજ ૧૦૦ ગાથા ગોખતા ન હોઈએ, ક્યારેક જ ૮૦-૯૦ ગાથા ગોખી હોય... તો એ વખતે ખુલાસો કરવો જોઈએ કે “મારી જીંદગીમાં મેં એકપણ દિવસ ૧૦૦ ગાથા ગોખી નથી. ક્યારેક ૮૦-૯૦ ગાથા ગોખેલી. એ પછી રોજે રોજ કંઈ ગાથા ગોખતો નથી. આ શ્રાવક ખોટી પ્રશંસા કરે છે” એને બદલે મલકાતા રહીને સંમતિ આપવી આ પણ એક પ્રકારની ભાવચોરી છે. (આ વાત અપેક્ષાએ સમજવી. આને ભાવમૃષા પણ કહેવાય.)
કોઈકની પાસેથી નવા ચિંતનો સાંભળીને આપણે બીજા આગળ રજુ કરીએ. એ બધા સ્તબ્ધ બની જાય. “મહારાજા સાહેબ ! શું આપનું અદ્ભુત ચિંતન ! કમાલ ! કમાલ !” એ વખતે ખુલાસો કરવો જોઈએ કે “આ ચિંતન મારું નથી, પરંતુ અમુક મહાત્માનું છે. મેં એમની પાસે સાંભળીને તમારી આગળ રજુ કર્યું છે. કમાલ તો એમણે કરી છે...” પણ એને બદલે મલકાતા રહેવું અને બીજાનું ચિંતન આપણા નામે પ્રચલિત થાય એને અનુમતિ આપવી.
આ ગ્રુપમાં સૌથી વધારે અનાસક્ત મહાત્મા આ છે. કાયમ આંબિલો કરે છે...” એવી પ્રશંસા વખતે જો પોતાને ખ્યાલ હોય કે “મારા કરતા પણ ઉંચી અનાસક્તિ બીજા મહાત્માએ કેળવી છે.” તો કહેવું જોઈએ કે “અમારા ગ્રુપમાં મારા કરતા પણ વધુ અનાસક્ત મહાત્મા બીજા છે. એ સાદા એકાસણા કરે છે. અને તમામ વસ્તુ સંયોજના
જ
-----
-
૨૭૮
-
-
~
--