________________
-------------જન્મ વધ્યો....દ્વિતો...વાતો...ભાવો. -----------------
ઉત્તર : નીચેની ધરતી તો પૃથ્વીકાય જ છે. પુદ્ગલરૂપ છે. એની ચોરીનો તો સંભવ છે જ ને ? એટલે ત્યાં આકાશની ચોરી નહિ, પણ ધરતીની ચોરી ગણી શકાય.
પ્રશ્ન : વિમાનો આકાશમાં પાકિસ્તાનની અંદર ઘૂસી જાય. તો ત્યારે પણ બોલાય છે કે “ભારતે ચોરી-છૂપીથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરી....” અહીં તો જમીન પણ નથી. માત્ર આકાશ છે. એ આકાશ પણ પાકિસ્તાની માલિકીનું ગણાય છે, માટે જ તો ત્યાં પ્રવેશ કરનાર વિમાન શિક્ષાપાત્ર બને છે. તો અહીં તો અગ્રાહ્ય આકાશની પણ ચોરી
થઈ ને ? "
ઉત્તર : આ બધી અપેક્ષાએ વિચારીએ તો અગ્રાહ્ય વસ્તુની પણ ચોરી ગણી શકાય ખરી, પણ મોટા ભાગે તો ગ્રાહ્ય વસ્તુઓની જ ચોરી ગણી છે, એટલે એ નિરૂપણ યોગ્ય જ છે. વળી મહત્ત્વની વાત એ કે યુદ્ધક્ષેત્રમાં પણ જમીનયુદ્ધનું મહત્વ જ વધારે છે. આકાશમાં વિમાનો ઘૂસી જાય એટલા માત્રથી વિજય નથી ગણાતો, ભૂમિદળ નીચેની જમીનને હડપ કરે, તો જ એ વિજય ગણાય છે. આકાશમાંથી વિમાનો નીચે ભૂમિદળને યુદ્ધમાં સહાયક ચોક્કસ બને, પણ અંતિમ વિજય તો ભૂમિદળના આધારે નક્કી થાય છે.
આ હકીકત એ દર્શાવે છે કે પરમાર્થથી તો ગ્રાહ્ય વસ્તુની જ ચોરી ગણી શકાય.
પ્રશ્ન : જેમ આખાય લોકમાં ક્યાંય હિંસા નહિ કરવાની બાધા લીધી. તેમ આખાય લોકમાં ક્યાંય ચોરી નહિ કરવાની બાધા પણ હોવી જોઈએ ને ? એને બદલે ગામમાં, નગરમાં કે જંગલમાં ચોરી નહિ કરવાની બાધા કેમ દર્શાવી ? ત્યાં પણ સવ્વ નો શબ્દ લખવો જોઈએ ને ?
ઉત્તર : આમાં એમ લાગે છે કે ઘણી દૂર રહેલી વસ્તુ પર પણ દ્વેષના કારણે મારી નાંખવાના કે રાગના કારણે મમત્વના વિચારો ચોક્કસ આવી શકે. જ્યાં પોતે પહોંચી જ નથી શકવાનો, એવા સ્થાનોમાં રહેલા જીવાદિ પ્રત્યે દ્વેષ અને રાગના કારણે મારી નાંખવાના અને મમત્વના વિચારો ચોક્કસ આવી શકે, પણ એ વસ્તુ ચોરી લેવાના, માલિકને પૂછ્યા વિના તફડાવી લેવાના વિચારો મોટા ભાગે ન જ આવે.
દા.ત. અમેરિકામાં બેઠેલા બુશ વગેરે ઉપર કોઈને ગુસ્સો આવે, “એ મરી જાય તો સારું' એવા વિચારો આવે. આમ દૂર રહેલી વસ્તુમાં પણ ભાવહિંસા સંભવે. એમ દૂર રહેલી વસ્તુનું ચિત્ર જોઈ કે વાતો સાંભળીને એમાં મમત્વ ઉત્પન્ન થાય એ પણ સંભવે. પણ દૂર રહેલી વસ્તુમાં “એના માલિકને પૂછ્યા વિના હું લઈ લઉં, તફડાવી લઉં” આવા વિચારો પ્રાયઃ ન સંભવે. એટલે પહેલા અને પાંચમાં મહાવ્રતમાં સંબૂનો શબ્દ લીધો છે, જ્યારે ત્રીજા મહાવ્રતમાં ને વા ના વા અને વા શબ્દ લીધો છે.
આ પ્રમાણે બે વચ્ચે ભેદ સમજવો.
જા
જા
જા
જા -
૨૬૫ રાજ જજ