________________
------------------- મહાવ્રતો --------- --- ૯-૯-se-seમુગ્ધ જીવ એમ વિચારે કે “મારા દુશ્મન અલોકમાં પહોંચી જાય ને ? તો પણ હું એને માર્યા વિના રહેવાનો નથી”
તો આ અલોકક્ષેત્રની અપેક્ષાએ ભાવહિંસા ગણાશે જ. પ્રશ્ન : દિવસે કે રાત્રે હિંસા ન કરવી, એનો અર્થ એવો પણ થઈ શકે ને ? કે આને મારે દિવસે નથી મારવો. રાત્રે મારીશ, જેથી કોઈને ખબર ન પડે.” આવા વિચાર પૂર્વક રાત્રે મારવામાં આવે, તો એ રાત્રિકાળની પ્રધાનતાપૂર્વકની હિંસા થયેલી ગણાય.
એમ “અત્યારે તો રાત છે, એને શોધવો ભારે છે. દિવસે અમુક સ્થાને એ મળશે ત્યારે મારીશ” આમ વિચારપૂર્વક દિવસે મારવામાં આવે, તો એ દિવસકાળની મુખ્યતાથી હિંસા થયેલી ગણાય.
આ અર્થ બરાબર ? ઉત્તર : હા! આ રીતે બીજી પણ જે જે વિવક્ષાઓ મળતી હોય એ બધી વિચારી શકાય. પ્રશ્ન : મૃષાવાદ બધા જ દ્રવ્યોમાં કેવી રીતે સંભવે ?
ઉત્તર : એ તો સાવ સીધી વાત છે. ધર્માસ્તિકાયાદિ કોઈપણ પદાર્થ અંગે શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણા કરીએ, તો એ મૃષાવાદ બનવાનો. આમ તમામ દ્રવ્યોમાં મૃષાવાદ સંભવે છે. (હા ! એ અંગેના અપવાદની વાત તો આપણે પૂર્વે વિચારી જ ગયા છીએ.)
પ્રશ્ન : પણ અલોકમાં મૃષાવાદ શી રીતે બોલાય ? ' '
ઉત્તર : અલોકમાં જઈને મૃષાવાદ બોલવાની વાત નથી. પણ અલોકસંબંધમાં મૃષાવાદ બોલવાની વાત છે. “અલોક છે જ નહિ, હોય તો પણ એનો ક્યાંય અંત તો માનવો જ પડે...' વગેરે વગેરે બાબતો બોલવી એ અલોક સંબંધી મૃષાવાદ જ છે ને?
એ જ વાત કાળસંબંધમાં પણ સમજવી. દિવસને બદલે રાત, રાતને બદલે દિવસ, તિથિની ક્ષય-વૃદ્ધિ શાસ્ત્રવિરુદ્ધ રીતે દર્શાવી.... આ બધું કાળસંબંધી મૃષાવાદ ગણાશે. હા ! એ બધામાં અપવાદમાર્ગની તો વાત જ ન્યારી છે.
પ્રશ્ન : ચોરી માત્ર ગ્રહણ-ધારણીય દ્રવ્યોની જ બતાવી, એ શા માટે ?
ઉત્તર : માલિકે નહિ આપેલી વસ્તુનું ગ્રહણ કરવું એ ચોરી છે. હવે જે વસ્તુ પકડી જ શકાય એમ ન હોય એની ચોરી તો શી રીતે થવાની? જે પકડી શકાય એની જ ચોરી થવાની. એટલે સૂત્રમાં લખ્યું છે કે ગ્રહણ કરી શકાય એવી વસ્તુની ચોરી...
પ્રશ્ન : ચીને ભારતનો અમુક ભાગ પચાવી પાડ્યો, તો એ ચોરી જ કહેવાય છે. પણ હવે એ તો આકાશ જ છે, ખુલ્લી જગ્યા જ છે... એ કંઈ ગ્રાહ્ય નથી, તો એની ચોરી શી રીતે ગણાશે ?