________________
૧૭. સૂત્રો...વ્રિતોનો. માવો...જજ
પ્રશ્ન : તમે પાંચેય મહાવ્રતોમાં એક વાત કરી છે કે જો ગીતાર્થ કે ગીતાર્થનિશ્રિત સાધુ કારણસર યતના પૂર્વક કોઈપણ દોષ સેવે, હિંસા-જૂઠ-ચોરી-પરિગ્રહ કરે તો એ નિર્દોષ છે. એને પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી. સાધુએ તો પ્રમાદયોગથી હિંસાદિ ન કરવાનો જ નિયમ લીધો હોવાથી એમાં કોઈપણ દોષ લાગતો નથી.
ટૂંકમાં દ્રવ્યહિંસા, દ્રવ્યજૂઠ વગેરેની બાધા સાધુએ લીધી જ નથી, એટલે દ્રવ્યહિંસા થાય એમાં સાધુ તદ્દન નિર્દોષ છે... એવો તમારો કહેવાનો ભાવ હતો. આ વાત બરાબર ને?
પણ હવે જૂઓ: શ્રી પાકિસૂત્રમાં તો આપણે સ્પષ્ટપણે બોલીએ છીએ કે દ્રવ્યો જં પUTHવા છતુ નીનિવાસુ.. ષડૂજીવનિકાયમાંથી કોઈપણ જીવ મરે એ દ્રવ્યથી હિંસા ! આખા લોકમાં ક્યાંય પણ કોઈપણ જીવ મરે એ ક્ષેત્રથી હિંસા ! દિવસે કે રાત્રે કોઈપણ કાળે જીવ મરે એ કાળથી હિંસા ! રાગથી કે દ્વેષથી... કોઈપણ પ્રકારે જીવ મરે એ ભાવથી હિંસા!
એમ બાકીના મહાવ્રતોમાં પણ આ જ રીતે આપણે બોલીએ છીએ.
હવે આપણે તો આ દ્રવ્યહિંસાદિની પણ બાધા લીધી જ છે. આ સૂત્ર ઉપરથી એ વાત એકદમ સ્પષ્ટપણે સમજી શકાય છે. તો તમે કયા આધારે આની ના પાડો છો? એ અમને સમજાતું નથી. આપનું પ્રરૂપણ શાસ્ત્રવિરુદ્ધ હોય એવું અમને લાગ્યા કરે છે...
ઉત્તર : ના. અમે દર્શાવેલો પદાર્થ શાસ્ત્રાનુસારી જ છે. સૌપ્રથમ તો તને શાસ્ત્રપાઠો જ દર્શાવું અને પછી એ અંગેની યુક્તિઓ પણ વિચારશું. - શ્રી ધર્મપરીક્ષાગ્રન્થમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે द्रव्यभावोभयस्पस्य केवलभावस्पस्य च प्राणातिपातादेः व्रतभङ्गस्पत्वेन शिष्टलोकगर्हणीयत्वात्
જે હિંસા - જૂઠ દ્રવ્ય અને ભાવ બંને રૂપે છે, કે જે હિંસા – જૂઠ માત્ર ભાવ રૂપ છે. એ જ વ્રતના ભંગ રૂપે છે. અને માટે તે જ શિષ્યલોકમાં નિંદનીય છે. (અર્થાત્ માત્ર દ્રવ્યહિંસા, દ્રવ્યજૂઠ એ વ્રતના ભંગ રૂપ છે જ નહિ..) ધર્મપરીક્ષા – ૪૫
. यत्तूक्तं - द्रव्यतोऽपि हिंसायाः कृतप्रत्याख्यानभंङ्गेनालोचनाविषयत्वमिति - तज्जैनसिद्धान्तपरिभाषाज्ञानाऽभावविभ्भितम् । द्रव्याद्याश्रयेण हिंसादिभावस्यैव प्रत्याख्यातत्वात, द्रव्यहिंसादिना हिंसादि प्रत्याख्यानभंगाभावात् ।
ધર્મપરીક્ષા ગાથા - પપ
પૂર્વપક્ષે જે કહેલું કે “દ્રવ્યથી પણ હિંસા કરો તો એ હિંસા એ કરાયેલા જાન - - - - - - - - - - - - - - - ૨૬૧ - - - - - - - - - - - - - -