________________
-----------સર્વથા પરિગ્રહ વિમણ મહાવ્રત કરે - ૯ એટલે એ દશી મેલી ન થાય એ માટે એ ઓઘાનો વપરાશ ઓછો કરે, “ઓઘાથી વારંવાર પૂંજીએ તો જ ઓઘો મેલો થાય ને?' એ વિચારથી પૂજવાનું બંધ કરે, ઓછું કરે, આસન પર બેઠા બેઠા એ દશીઓને રમાડે, એને જોઈને હર્ષ પામે “કેટલી સરસ છે” એવો ઉડે ઉડે ભાવ ચાલ્યા કરે. ભૂલથી જો એ દશી કાપાદિના મેલા પાણીમાં પડવાથી મેલી થાય, તો તરત મનમાં ઝટકો લાગે. “અરેરે ! મારો ઓઘો મેલો થઈ ગયો...
ઓઘા પરનો રાગ “આ મોક્ષનું સાધન છે.” એ રીતે નહિ, પણ એ પુદ્ગલની મનોહરતાને કારણે હોય તો એ સ્પષ્ટપણે પરિગ્રહ જ છે.
(ફ) કોઈકને વળી પોતાના વિચારોનું, પોતાના ચિંતનોનું મમત્વ હોય. “મારા વિચારો, મારા ચિંતનો કેટલા બધા અફલાતૂન છે. ક્રાંતિકારી છે...” આવું આવું મનમાં ચાલ્યા જ કરે. અને એટલે જ જો બીજા કોઈ એ વિચારોમાં – ચિંતનોમાં શાસ્ત્રવિરોધ દેખાડે, નુકસાનો દેખાંડે, એ વિચારોને ખોટા સાબિત કરનારી જડબેસલાક યુક્તિઓ આપે... તો પણ આ જીવ એ સ્વીકારી ન શકે. પોતે ખૂબ સારા માનેલા, પાળી-પોષીને તગડા કરેલા વિચારોને હવે ખોટા, શાસ્ત્રવિરુદ્ધ સ્વીકારવા અને એ વિચારો છોડી દેવા... એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ આ જીવ ન કરી શકે... આ બધું જ સ્વવિચારોનું, સ્વચિતનોનું મમત્વ છે અને એ પરિગ્રહ છે.
(બ) જે સંઘો, જે શ્રાવકો, જે સહવર્તીઓ આપણી વાત માને, આપણને આદરસત્કાર આપે, આપણને ભગવાનતુલ્ય માને... એ સંઘો-શ્રાવકો-સહવર્તીઓ સારા લાગે. પણ જે સંઘો-શ્રાવકો-સહવર્તીઓ આપણી વાત યોગ્ય ન લાગવાથી ન પણ માને, તેઓ આપણા બદલે બીજાને વિશેષ આદર-સત્કાર આપે, આપણા બદલે બીજાને ભગવાનતુલ્ય માને.. એ બધા ખરાબ લાગે. એટલે જ આપણા માનેલા સંઘ-શ્રાવક-સહવર્તીની નાની નાની પ્રવૃત્તિઓનો પણ ભારે આનંદ થાય, એ શાસનનું કામ લાગે, શાસનપ્રભાવના લાગે, એની બે મોઢે પ્રશંસા થઈ જ જાય... પણ આપણા શ્રાવકો, સહવર્તીઓ પર રાગ છે. માટે જ શાસનના કાર્યો તો બંને પક્ષે થતા હોવા છતાં આપણા ગણાતા લોકોએ કરેલા કાર્યોની પ્રશંસા થાય છે અને પારકા ગણાતા લોકોના કાર્યની પ્રશંસા થઈ શકતી નથી.
આ બધામાં પણ ઉડે ઉડે તો પોતાની જાત ઉપરનો મમત્વભાવ જ જોર મારે છે ને ? એટલે જ એને પોષનારા સંઘો વગેરે સારા-મીઠા લાગ્યા.
(ભ) જગતના લાખો પદાર્થોમાં, વ્યક્તિઓમાં જ્યાં જ્યાં “આ અનુકૂળ ! આ પ્રતિકૂળ ! આ સારું, આ ખરાબ ! આ હાઈક્લાસ ! આ થડક્લાસ ! આ સુંદર, આ બેડોળ !...” વગેરે વગેરે ઈષ્ટ-અનિષ્ટના ગણિતો ઉભા હોય, ત્યાં પરિગ્રહ દોષ છે. એ પાંચમાં મહાવ્રતનો ભંગ કરે છે.