________________
૧૬. સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત
સૌ પ્રથમ આનું સૂત્ર જોઈએ. अहावरे पंचमे भंते ! महव्वए सव्वाओ परिग्गहाओ वेरमणं सव्वं भंते ! परिग्गहं पच्चक्खामि से अप्पं वा बहुं वा अणुं वा थुलं वा चित्तमंतं वा अचित्तमंतं वा नेव सयं परिग्गहं परिगिण्हिज्जा नेवन्नेहिं परिग्गहं परिगिण्हाविज्जा परिग्गहं परिगिण्हते वि अन्ने न समजाणिज्जा जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणजाणामि तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । આનો સામાન્યથી અર્થ જોઈએ. “હે ભગવાન ! પાંચમા મહાવ્રતમાં તમામ પરિગ્રહથી વિરમણ છે. ભગવન્! હું બધા પરિગ્રહની પ્રતિજ્ઞા કરું છું. અલ્પ કે વધુ, નાનો કે મોટો, સચિત કે અચિત્ત હું સ્વયં પરિંગ્રહ કરીશ નહિ, બીજાઓ વડે પરિગ્રહ કરાવીશ નહિ. પરિગ્રહ કરનારા અન્યને અનુમતિ આપીશ નહિ. આખી જીંદગી માટે હું આ પ્રતિજ્ઞા લઉં છું. ત્રિવિધ-ત્રિવિધે મન-વચન-કાયાથી પરિગ્રહ કરીશ નહિ, કરાવીશ નહિ, કરનારા એવા પણ અન્યને અનુમતિ આપીશ નહિ.
હે ભગવન્! ભૂતકાળમાં કરેલા પરિગ્રહનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગહ કરું છું.