________________
મહાવ્રતો
પ્રમાણે તે કાર્ય કરે. (જો કે આ સાધુ અન્ય ગુરુને સ્થાપીને એના કહ્યા પ્રમાણે ક૨વા લાગે, તો એને ગુરુ-અદત્તનો પ્રશ્ન જ રહેતો નથી) તીર્થંકર અદત્તમાં શુદ્ધ અપવાદ :
દેખીતી રીતે જે જે બાબતોનો તીર્થંકરોએ નિષેધ કરેલો દેખાતો હોય, એ તમામે તમામ બાબતોમાં પણ જો ગીતાર્થ-સંવિગ્ન ગુરુની રજા લઈને શક્ય એટલી યતના પાળવા પૂર્વક સાધુ જો તે વસ્તુ લે, દોષ સેવે. તો પણ એ ખરેખર દોષનો ભાગીદાર બનતો નથી. ભા.સુ.પની સંવત્સરી કરવી, એ તીર્થકરદત્ત છે. પણ ચોથની સંવત્સરી દેખીતી રીતે તીર્થંકરદત્ત નથી. છતાં એ ગુરુદત્ત છે. માટે જ ચોથની સંવત્સરી કરનારાઓને કોઈ જ દોષ નથી.
આમ ચારેય પ્રકારના અદત્તમાં અપવાદો સમજી લેવા.
પ્રશ્ન ઃ પાક્ષિકસૂત્રમાં લખ્યું છે કે વ્નો નું અવિનાવાળે હળધાગિન્નેસુ ∞સુ દ્રવ્યની અપેક્ષાએ અદત્તાદાન એ ગ્રહણ કરી શકાય, ધારણ કરી શકાય એવા દ્રવ્યોમાં સંભવે. અર્થાત્ ધન-ઉપધિ-પાત્રા- પુસ્તકો... આ બધી વસ્તુઓ ગ્રહણ કરી શકાય એવી છે. દ્રવ્ય સ્વરૂપ છે. એટલે એની ચોરી તો સંભવી શકે, પરંતુ તમે તો જ્ઞાનની ચોરી, ક્રિયાની ચોરી પણ બતાવી છે. દા.ત. ચોથની સંવત્સરીની આરાધના એ ક્રિયા છે. શાસ્ત્રો ભણવા એ ક્રિયા છે. ચિંતનાદિ કરવા એ જ્ઞાનાદિ છે...
પણ આ બધાની ચોરી બતાવી જ નથી, તો તમે શી રીતે એ બધાની ચોરી દર્શાવો છો? ઉત્તર ઃ પાક્ષિકસૂત્રમાં જે લખ્યું છે તે વ્યવહારની અપેક્ષાએ જાણવું. વ્યવહારમાં તો વસ્તુની - દ્રવ્યની ચોરી જ ચોરી તરીકે ઓળખાય છે ને ? માટે એ વાત બરાબર છે.
બાકી નિશ્ચયથી વિચારીએ તો જ્ઞાન, ક્રિયા વગેરેની પણ ચોરી સંભવિત છે જ. વળી આ વાત શાસ્ત્રમાં પણ દર્શાવી જ છે. શ્રી દશ વૈ. સૂત્રમાં કહ્યું છે કે તવતેને વયતેને વર્તળે ય બે નરે, આયારમાવતેળે ય બુવ્વા ફેવજિલ્વિયં તપસ્તન, વયસ્તેન (ઉંમરસ્તેન), રૂપસ્તેન, આચારસ્તેન, ભાવસ્તુન કિલ્બિષિક દેવ બને.
હવે આમાં જૂઓ તો આચાર=ક્રિયા, ભાવ=જ્ઞાનાદિ. આમ ક્રિયાચોર, જ્ઞાનચોર વગેરે પણ દર્શાવ્યા જ છે ને ?
એટલે દ્રવ્યની જ ચોરી ચોરી ગણાય એમ ન માનવું. તપ,રૂપ,આચાર,ભાવ વગેરે પદાર્થોની - ગુણોની, ક્રિયાની ચોરી પણ ચોરી ગણી શકાય છે. એટલે અમે જે નિરૂપણ કરેલું છે, તે ખોટું ન માનવું.
બીજી વાત એ કે ક્રિયા અને ગુણ એ ભલે દ્રવ્ય નથી, એ ભલે પકડી શકાતા નથી. છતાં ક્રિયા અને ગુણ શું ક્યાંય પણ દ્રવ્ય વિના એકલા રહેલા જોવા મળે
૨૧૬૦**
****