________________
સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત
***
કરીએ તો જીવ-અદત્તનો દોષ ન લાગે.
(ઘ) સાધુ પ્રમાદ-આળસ-સુખશીલતાદિના કારણે માંડલીના કામ કરવામાં ગલ્લા-તલ્લા કરે, વિશેષ કારણ હોવાથી વડીલ સાથે વિહાર કરી જવો જરુરી હોવા છતાં પ્રમાદાદિને લીધે તૈયારી ન બતાવે... તો એ વખતે ગુરુ એને સમજાવે, થોડુંક દબાણ લાવે. એ રીતે ગુરુની શરમથી પણ જો એ મનને મનાવી લઈને કામ કરે તો એને એ રીતે કરાવવામાં ગુરુને કોઈ દોષ નથી. અલબત્ત એને ખરો ઉત્સાહ નથી, છતાં વિશેષ આર્તધ્યાન પણ નથી. માટે આમ કરાવી શકાય. એ રીતે એના પ્રમાદાદિ દોષોને દૂર કરી શકાય.
ગુરુ-અદત્તમાં શુદ્ધ અપવાદ :
(ક) ગુરુ શાસનના કોઈક કામમાં મગ્ન હોય, અથવા આરામ કરતા હોય... એ જ વખતે ગોચરી વગેરે લાવવાનો સમય હોય. રાહ જોવાય એમ ન હોય તો છેવટે ગુરુની રજા લીધા વિના પણ ગોચરી લાવે, વાપરે અને પાછળથી ગુરુને જણાવી દે.
(ખ) ગુરુને અનેક કાર્યો હોવાના કારણે, ઉંમર-માંદગી વગેરેના કા૨ણે બધા સાધુઓ વારંવાર પુછવા આવે એ અનુકુળ ન હોય અને એટલે જ ગુરુ કહી દે કે “હું અમુક સાધુને નીમું છું, સામાન્ય બાબતોમાં એને પૂછી પૂછીને પ્રવૃત્તિ કરવી.” આ રીતે ગુરુના જ કહેવાથી ગુરુની રજા વિના, ગુરુએ સ્થાપેલા વડીલની રજાપૂર્વક કાર્યો કરવામાં આવે તો ગુરુ-અદત્તનો દોષ ન લાગે.
(ગ) ગુરુની આજ્ઞાથી અલગ વિચરવાનું થાય, ત્યારે ગુરુ સાથે જ ન હોવાથી એમની રજા લેવી શક્ય ન બને. જો કે ગુરુએ જ સામે ચાલીને અલગ વિચરવાની રજા આપી છે, એટલે એ રજામાં બીજી બધી રજા પણ સામાન્યથી આવી જ જાય છે. છતાં પણ વ્યવહારમાં તો એ સાધુઓએ સેંકડો કાર્યો ગુરુની રજા વિના જ કરવાના રહેશે ને? એ વખતે જે વડીલ સાધુ હોય અથવા ગુરુએ જેને મુખ્ય તરીકે નીમ્યો હોય, એના સૂચન પ્રમાણે બધી પ્રવૃત્તિ કરે તો તેઓને ગુરુ-અદત્તનો દોષ ન લાગે.
ગીતાર્થ-સંવિગ્ન ગુરુ વિશેષ કારણ વિના કોઈપણ સાધુને અલગ ન મોકલે, અલગ ન રહેવા દે... એટલે આ તો વિશેષ કારણસર જ અલગ થયા હોવાથી દોષપાત્ર બનતા નથી.
(ઘ) શિષ્યને એમ લાગે કે “મારા ગુરુમાં શિથિલતા પ્રવેશી ગઈ છે. હવે એમને પૂછી પૂછીને કરવામાં મારું સંયમ નિર્દોષ નહિ રહે. ગુરુ મને પણ એવા જ આદેશો ક૨શે કે જેમાં મારું સંયમ શિથિલ બને...” તો એ શિષ્ય બીજા બે-ચાર ગીતાર્થ-સંવિગ્ન મહાત્માઓની સલાહ લે, જો તેઓ પણ એમ કહે કે “ આ ગુરુનો ત્યાગ કરશો, તે યોગ્ય છે...” તો છેવટે ગુરુનો ત્યાગ કરે, ગુરુની રજા વિના પણ અન્ય ગીતાર્થોની સલાહ
૨૧૫