________________
૧૪. સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત આજ
સૌથી પહેલા મુખ્ય સૂત્ર જોઈ લઈએ.
अहावरे तच्चे भंते ! महव्वए अदिन्नादाणाओ वेरमणं, सव्वं भंते ! अदिन्नादाणं पच्चक्खामि से गामे वा नगरे वा रणे वा अप्पं वा बहं वा अणं वा थलं वा चित्तमंतं वा अचितमंतं वा नेव सयं अदिन्नं गिण्हिज्जा, नेवऽन्नेहिं अदिन्नं गिण्हाविज्जा, अदिन्नं गिण्हते वि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ।
तच्चे भंते महव्वए उवदिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं ॥ આનો સામાન્યથી અર્થ આ પ્રમાણે છે કે “ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાનથી વિરમણ હોય છે. હે ભગવન્! હું સંપૂર્ણ અદત્તાદાનનું પચ્ચકખાણ કરું છું. ગામમાં, નગરમાં કે જંગલમાં... અલ્પ કે બહુ, અણુ કે ચૂલ, સચિત્ત કે અચિંત્ત... હું જાતે અદત્ત લઈશ નહિ. બીજાઓ વડે અદત્ત લેવડાવીશ નહિ, અદત્તને ગ્રહણ કરતા બીજાઓને હું રજા નહિ આપું, આ પ્રતિજ્ઞા યાવજીવ માટે લઉં છું.
, ત્રિવિધ-ત્રિવિધે મનથી-વચનથી-કાયાથી
અદત્ત લઈશ નહિ, અદત્ત લેવડાવીશ નહિ, અદત્ત લેનારાને અનુમતિ આપીશ નહિ.
હે ભગવનું ! હું અદત્તાદાનનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગહ કરું છું. અદત્તાદાન લેનારા મારા આત્માને ત્યાગી દઉં છું. હે ભગવન્! ત્રીજા મહાવ્રતમાં ઉપસ્થિત થયેલો હું બધા જ અદત્તાદાનથી વિરમણ સ્વીકારું છું.”
હવે આનો વિસ્તારથી અર્થ જોઈએ. ૨૯--૯--૦૯ - - - - - - - - - - - - ૨૦૦૯ - - - - - - - - - - - - - -