________________
-------------
સર્વથા મૃષાષાવાદ વિરમણ મહાવત - ૨૯-૦૯-૦૯ - - - -
આમાં આવી જ ગયેલા જાણવા.
વૃત્તિકારશ્રીએ ચાર પ્રકારે મૃષાવાદ બતાવેલો છે.
(૧) સદુભાવપ્રતિષેધ : વિદ્યમાન પદાર્થોનો નિષેધ કરવો તે. દા.ત. આત્મા નથી, પુણ્ય-પાપ નથી, મહાવિદેહ નથી, ચોવીસ તિર્થંકરો કે વીસ વિરહમાન નથી પણ ઓછા છે... વગેરે.
(૨) અસદ્ભાવ-ઉદ્દભાવનઃ આત્મા સર્વવ્યાપી છે... વગેરે અવિદ્યમાન પદાર્થોની પ્રરૂપણા કરવી.
(૩) અર્થાન્તર : ગાયને ઘોડો કહેવો, સમ્યક્તીને મિથ્યાત્વી કહેવો, સાધુને સંસારી કહેવો, વિરાધકને આરાધક કહેવો... વગેરે. | (૪) ગર્તા : કાણાને કાણો કહેવો, મિથ્યાત્વીને પણ મિથ્યાત્વી કહેવો, હિંસકને હત્યારો – કસાઈ કહેવો, વિકારીને કામી-સ્ત્રીલંપટ કહેવો, ... ટુંકમાં જેનાથી પારકાને દુઃખ થાય, આઘાત લાગે એવા શબ્દો બોલવા એ ગહ ! - આ ચારમાં પણ યથાસંભવ ઉત્સર્ગ, અપવાદ, ઉન્માર્ગ વગેરેનો, અતિચારાદિનો વિચાર સ્વયં કરી લેવો. ' અહીં આ બીજા મહાવ્રતનું વર્ણન પૂર્ણ થાય છે.