________________
નજ
-- સર્વથા અષાષાવાદ વિરમણ મહાવત ૯૯ - - (ખ) શસ્ત્રમાં લખ્યું છે કે સમ્યગ્દષ્ટિ આત્મા શાસ્ત્રીય પદાર્થની તો શ્રદ્ધા કરે જ, પણ એવું પણ બને કે ગુરુને જ અનાભોગથી કોઈક પદાર્થ ખોટો સમજાયો હોય અને એમણે એ પદાર્થ શિષ્યને પ્રરૂપ્યો હોય અને શિષ્ય એમ વિચારે કે “મારા ગુરુ તો ગીતાર્થ છે. એટલે એમની વાત સત્ય જ હોય.”
શિષ્યની પોતાની હજી વિકસિત બુદ્ધિ ન હોય કે એ સ્વયં પદાર્થને ખોટા તરીકે પકડી શકે. રે ! ગુરુ પણ જેમાં અનાભોગને કારણે ભૂલ કરી બેસે, એમાં શિષ્યને એ પદાર્થ ખોટો હોવા છતાં ખોટા તરીકે ન પકડાય એ સંભવિત જ છે. હવે આ પરિસ્થિતિમાં શિષ્ય તો એ પદાર્થને જિનોક્ત જ માનીને એ રીતે જ એની પ્રરૂપણા કરવાનો. એમાં એનો એક લેશભાર પણ મલિનભાવ નથી. એની નિશાની એ છે કે
જ્યારે ગુરુ એને કહેશે કે “ભૂલથી હું ઊંધુ સમજી બેઠેલો, આ પદાર્થ ખોટો છે...” તો શિષ્ય પણ પળવારમાં એ વાત સ્વીકારીને મિચ્છા મિ દુક્કડું આપવા તૈયાર જ છે.
આવો શિષ્ય જિનવચન પરના ઉછળતા બહુમાનભાવ સાથે અને સદગુરુ પ્રત્યેના અસીમ વિશ્વાસથી પ્રરૂપણા કરે અને એ ગુરુની અનાભોગભૂલના કારણે ઉત્સુત્ર પણ હોય છતાં શિષ્ય ત્યાં સમ્યક્ત ગુમાવતો નથી અને કર્મક્ષય પ્રાપ્ત કરે છે, એ નિશ્ચિત હકીકત છે.
(ગ) જેમ કોઈ સાધુ શ્રુતજ્ઞાનને આધારે બધી તપાસ કર્યા બાદ પણ આધાકર્મીને આધાકર્મી રૂપે પકડી ન શકે અને આધાકર્મીને નિર્દોષ માનીને વહોરે તથા વાપરે. તો આધાકર્મી ગોચરીને પણ ખરેખર નિર્દોષ માનીને વાપરતો સાધુ પુષ્કળ કર્મક્ષય પામે છે અને પિંડ નિર્યુ.માં એવા સાધુને કૈવલ્ય થયું હોવાની વાત પણ દર્શાવી છે. એમ પોતાના જ્ઞાન-ક્ષયોપશમને આધારે બધી તપાસ કર્યા બાદ પણ કોઈ સાધુ ઉસૂત્રને ઉસૂત્ર રૂપે પકડી ન શકે અને ઉત્સુત્રને સસૂત્ર માનીને સ્વીકારે તથા પ્રરૂપે તો એ ઉસૂત્ર પ્રરૂપણા પણ ખરેખર સસૂત્ર માનીને કરતો સાધુ પુષ્કળ કર્મક્ષય પામે એમાં આશ્ચર્ય શું ?
જે ગણિત આધાકર્મીમાં લાગે એ જ ગણિત ઉસૂત્રપ્રરૂપણામાં કેમ ન લાગે? બંનેમાં સાધુએ પોતાના તરફથી ભરપૂર શાસ્ત્રીય યતના કરી છે, પ્રમાદ-ઉપેક્ષા-નિષ્ફરતાદિ દોષો સેવ્યા નથી. એ તો બહુ સ્પષ્ટ વાત છે. છે. એટલે જ
તદ્દન નિર્દોષ ગોચરી પણ જો સાધુને પોતાના ક્ષયોપશમ પ્રમાણે આધાકર્મી લાગે અને સાધુ એ આધાકર્મી જાણીને પણ આસક્તિ વગેરેથી વહોરે-વાપરે. તો નિર્દોષ ગોચરીને પણ આધાકર્મી માનીને વાપરનાર સાધુ પાપ જ બાંધે છે અને માટે જ નિર્દોષ વાપરવા છતાં પણ એને આધાકર્મીનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. એ વાત છેદગ્રન્થોમાં દર્શાવેલી છે.
જજ
જક
૧૯૫
% 9
ક
ક
ક
ક
ક
,