________________
મહાવ્રતો
લીધેલા ઘણા પદાર્થો અંગે અનેકાન્તવાદમાં બીજા પણ પાસાઓ હોય છે. જો દૃષ્ટિ વિશાળ નહિ હોય, અને સંકુચિત હશે તો આવી નાની નાની બાબતોમાં પણ આપણે અનેકાન્તવાદનો અપલાપ કરી બેસશું.
ચાલો, આપણે હવે ઉત્સૂત્રપ્રરૂપણામાં અપવાદ શી રીતે સંભવે ? એ પણ જોઈએ. (ક) મહોપાધ્યાયજીએ ધર્મપ૨ીક્ષા ગ્રન્થમાં પાંચ મિથ્યાત્વના વર્ણનમાં આભિનિવેશિક મિથ્યાત્વની સુંદર વ્યાખ્યા દર્શાવ્યા બાદ કહ્યું છે કે “જિનભદ્રગણી અને સિદ્ધસેન દિવાકરસૂરિ આ બેમાંથી એકની પ્રરૂપણા ઉત્સૂત્ર છે જ. છતાં બેમાંથી જેની પણ પ્રરૂપણા ઉત્સૂત્ર હશે. તેને પણ સમ્યક્ત્વનો ઘાત નહિ થાય. મિથ્યાત્વ નહિ હણાય. કેમકે બેમાંથી એકપણ મહાત્મા કદાગ્રહી નથી. બંનેને પોતાની યુક્તિઓ, શાસ્ત્રપાઠો વગેરેના આધારે પોતાનો પદાર્થ જ જિનોક્ત લાગ્યો છે. અને જિન પ્રત્યેના અસીમ બહુમાનભાવથી જ તેઓ તે તે પદાર્થ પ્રરૂપે છે. બેમાંથી એકેયને નથી તો કદાગ્રહ કે નથી તો અહંકાર કે નથી તો કંઈપણ મલિનવૃત્તિ !
બહુ સ્પષ્ટ વાત છે કે બેમાંથી જેની પણ પ્રરૂપણા ઉત્સૂત્ર છે, તે પણ જિનવચન પરના સાચા બહુમાનભાવપૂર્વક જ, એને સસૂત્ર માનીને જ બોલ્યા છે... અને આવી પરિણતિની ધારામાં એમને ઉત્સૂત્ર પ્રરૂપણા હોવા છતાં પણ કર્મનિર્જરા જ થાય, એ વાતનો નિષેધ કરી શકાશે ખરો ?
આ રહ્યા ધર્મપરીક્ષાના એ શબ્દો !
तथापि जिनभद्रसिद्धसेनादिप्रावचनिकप्रधानविप्रतिपत्तिविषयपक्षद्वयान्यतरस्य वस्तुतः शास्त्रबाधितत्वात्तदन्यतरश्रद्धानवतोऽभिनिवेशित्वप्रसङ्ग इति तद्वारणार्थं विदुषोऽपीति.... । सिद्धसेनादयश्च स्वस्वाभ्युपगतमर्थं शास्त्रतात्पर्य बाधं प्रतिसन्धायापि पक्षपातेन न प्रतिपन्नवन्तः, किन्त्वविच्छिन्नप्रावचनिक-परम्परया शास्त्रतात्पर्यमेव स्वाभ्युपगतार्थानुकूलत्वेन प्रतिसन्धायेति न तेऽभिनिवेशिनः ।
સાર એ કે એ બે મહાત્મામાંથી એકની પ્રરૂપણા તો ઉત્સૂત્ર છે જ. છતાં બેમાંથી એક પણ મહાત્મા કદાગ્રહી નથી જ. કેમકે એમને પોતપોતાની અવિચ્છિન્ન પરંપરા પ્રમાણે પોતે માનેલો પદાર્થ શાસ્ત્રાનુસારી જ લાગ્યો છે, માટે જ સ્વીકારેલો છે.
એટલે આ વાત તો સ્પષ્ટ જ છે કે જેમ સાચો સાધુ જિનવચનરાગથી પ્રરૂપણા કરે, અને કર્મક્ષય પામે. એમ આ બે મહાત્મા પણ સાચા સાધુ જ હતા, અને જિનવચનરાગથી જ એમણે બરાબર પ્રરૂપણા કરી છે. છતાં એમાંથી કોઈક તો ઉત્સૂત્રપ્રરૂપક છે જ, તો ય એ નિર્જરા પામવાના જ.
બોલો, ઉત્સૂત્રપ્રરૂપણા પણ નિર્જરાકારક બને કે નહિ ?
- ૧૯૪
XXX