________________
છે
જેમાં પ્રથમ માવત
જ
છે
આવી ઢગલાબંધ બાબતો છે.
આમાં કેટલીક કરણરૂપ, કેટલીક કરાવણરૂપ, કેટલીક અનુમોદન રૂપ છે. આ બધુ જ મન-વચન-કાયાથી ત્યજવાનું છે.
તેઉકાય :
(ક) આધાકર્મી - મિશ્રાદિ દોષવાળા ગોચરી-પાણી વાપરીએ તો એમાં અગ્નિકાયની વિરાધના થઈ હોવાથી એ દોષ લાગે.
(ખ) દેરાસરમાં સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત બાદ જઈએ અને ત્યાં દીવા ચાલુ હોય. દિવસે પણ દેરાસરના ભોંયરાદિ સ્થાનોમાં સૂર્યનો પ્રકાશ સ્પષ્ટ પહોંચતો ન હોવાથી દીવાનો પ્રકાશ જૂદો દેખાતો હોય અને ત્યાં દર્શનાદિ માટે જઈએ... આ બધામાં તેજસ્કાયની વિરાધના થાય.
(ગ) બારી વગેરેમાંથી અમુક સ્થાને ઉજઈ આવતી હોય, તે સ્થાનેથી કામળી પહેર્યા વિના પસાર થઈએ, કે તે સ્થાને કામળી પહેરીને પણ ઊભા રહીએ તો પણ વિરાધના ગણાય. ના છૂટકે ત્યાંથી પસાર થવું પડે, તો કામળીનો વપરાશ કરી ત્યાંથી જવું હજી ઉચિત, પણ ત્યાં ઊભા ઊભા વાતો કરવી.... એ તો કામળી પહેરીને પણ અનુચિત ! કેમ કે ઉજઈમાં બોલવાનો સ્પષ્ટ નિષેધ શાસ્ત્રોમાં ફરમાવાયો છે. વળી મોહાથ-પગ વગેરે ભાગો કામળીથી ઢંકાયા ન હોવાથી ત્યાં સીધી જ ઉજઈ પડે છે. એટલે એમાં તેજસ્કાયની વિરાધના છે જ.
(ઘ) ઉપાશ્રયમાં આપણા નિમિત્તે ઝીરોનો પણ બલ્બ રાત્રે ચાલું રહે તો એમાં ઉજઈની વિરાધના ન હોવા છતાં પણ ઈલેક્ટ્રીકસીટીની વિરાધના તો છે જ, જો મોટા બલ્બ, લાઈટાદિ ચાલુ રહે તો તો ઉજઈની પણ વિરાધનાનો દોષ લાગે.
| (ચ) કોઈની પાસે મોબાઈલ કરાવીએ, C.D. કપ્યુટરાદિના કાર્યો કરાવીએ... એ બધામાં તેજસૂકાયની વિરાધના ચાલુ હોય છે.
(છ) અંધારામાં વિહાર કરતી વખતે માણસ પાસે બેટરી વગેરે દ્વારા પ્રકાશ કરાવવામાં આવે અથવા તો વ્હીલચેર વગેરેમાં જ બેટરી ગોઠવી દેવામાં આવે.
(જ) વિહારમાં આપણી સાથે રહેલા માણસો લાઈટ-પંખાદિનો વપરાશ કરે. (ઝ) આપણા હાથથી લાઈટ-પંખાની સ્વીચ ચાલુ થઈ જાય. એને બંધ કરાવવી પડે.
(ટ) સંગીતકારને આપણે નક્કી કરીએ, માઈક કેવું લાવવું, કેવો સાઉન્ડ રાખવો, કયા ગીતો લેવા.. વગેરે વગેરે સૂચના આપણે આપીએ. સાવદ્યભાષા વાપરીને આપીએ.
(6) એક્સ રે, બ્લડટેસ્ટ, યૂરીનટેસ્ટ... વગેરે જાત જાતના ટેસ્ટો કરાવવામાં એ ----૦૯૦૯૯૯ - - - ૯૯૦૯૯-ક ૧૩૯ ૯ ૨૯ જજ લ - - - - - - - -