________________
૧૨. પ્રથમ માવત
સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવત સૌ પ્રથમ એનું સૂત્ર જોઈ લઈએ. पढमे भंते ! महव्वए सव्वाओ पाणाइवायाओ वेरमणं, सव्वं भंते ! पाणाइवायं पच्चक्खामि से सहमं वा बायरं वा, तसं वा थावरं वा नेव सयं पाणे अइवाएज्जा, नेवन्नेहिं पाणे अइवायावेज्जा, पाणे अइवायंते वि अन्ने न समणुजाणिज्जा जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि. करंतंपि अन्नं न समजाणामि तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । पढमे भंते महव्वए उवटिओमि, सव्वाओ पाणाइवायाओ वेरमणं । એનો સામાન્ય અર્થ : ભંતે ! પહેલા મહાવ્રતમાં સર્વ હિંસાથી વિરમણ છે. હે ભગવન ! હું સર્વ હિંસાને ત્યાગું છું. (કોઈપણ) જીવને હું સ્વયં મારીશ નહિ, જીવને બીજા પાસે મરાવીશ નહિ, જીવને મારનારા બીજાઓને અનુમતિ આપીશ નહિ.
મનથી, વચનથી, કાયાથી આખી જીંદગી માટે આ પાપ કરીશ, કરાવીશ, અનુમોદીશ નહિ.
ભૂતકાલીન પાપોનું પ્રતિક્રમણ, નિંદા ગહ કરું છું.
(સાવદ્યકારક) આત્માને વોસિરાવું છું. - હું પ્રથમ મહાવ્રતમાં ઉપસ્થિત થયેલો બધી હિંસાથી વિરમણ સ્વીકારું છું.
હવે એનો વિસ્તારથી અર્થ જોઈએ. સાધુએ ષકાયની હિંસાથી અટકવાનું છે. એ માટે પકાયનો બોધ જરુરી છે. અને