________________
જ નજરના પાંચ મહાવ્રતને બદલે કરેમિ ભંતે ! શા માટે ? ---------
પણ જેમ પ્રાજ્ઞ સાધુઓએ ઉંઘની-આધાકર્મીની અલગ પ્રતિજ્ઞા લેવાની જરુર નહિ. એમને તો ખબર જ છે, વિવેક છે જ કે “મારે આ બધા જ સાવદ્યની પ્રતિજ્ઞા થઈ ચૂકી છે એટલે આ બધું મારે કરવાનું નથી જ...” એમ ૨૨ તીર્થંકરના સાધુઓને પાંચ મહાવ્રતોની અલગ પ્રતિજ્ઞા લેવાની જરુર નહિ. ૨૪ તીર્થકરોને અલગ પ્રતિજ્ઞા લેવાની જરૂર નહિ.
કરેમિ ભંતે'માં જ બધી પ્રતિજ્ઞા આવી જ જાય. (હા ! કરેમિ ભંતે ની સાથે જ એમને ચાર મહાવ્રતો ઉચ્ચરાવી દેવાય એમ લાગે છે.)
એટલે કરેમિ ભંતે સૂત્રના વર્ણનમાં પાંચ મહાવ્રતનું વર્ણન પણ આવી જ ગયું છે. છતાં અમે હવે એ પાંચેય મહાવ્રતોનું વિસ્તારથી નિરૂપણ કરશું ખરા, પણ એ તો તે તે સાવદ્યયોગોને બરાબર ઓળખાવવા માટે કરીશું. પરમાર્થથી તો એ બધાની પ્રતિજ્ઞા લેવાઈ ચૂકી છે અને એ બધાનું વર્ણન પણ થઈ જ ચૂક્યું છે.
---
--
----
--
- ૧૩૩
----------------
--
-