________________
*- तिविहं तिविहेणं मणेणं वायाए कारणं
નથી, પણ અનુચિતકાળે દેશના શરુ કરવી અને વિપરીત પ્રરૂપણા કરવી એ અશુભ વચનયોગ તો છે જ. એ ચારિત્રને મલિન કરે છે.
બહુ બોલ બોલ કરનારો સાધુ વગર રાગદ્વેષે આ અતિભાષિતાના કારણે ચારિત્રને મલિન કરે.
આવી તો અનેકાનેક બાબતો છે.
આમ
રાગદ્વેષવાળો મનોયોગ તે સાવદ્ય! શક્તિનિગૂહનવાળો વચનયોગ તે સાવઘ! શક્તિનિગ્રહનવાળો કાયયોગ તે સાવદ્ય!
આમ ત્રણેય યોગો સ્વતંત્રરીતે પણ સાવદ્ય બને જ છે, એટલે એ ત્રણેય પ્રકારે કરણ-કરાવણ-અનુમોદનનો ત્યાગ કરવા રૂપ નવકોટિ પચ્ચક્ખાણ એકદમ યોગ્ય જ છે. જો માત્ર મનોયોગના જ કરણાદિત્રિકના પચ્ચક્ખાણ દર્શાવત ! તો જીવો વચનયોગકાયયોગના શક્તિ-નિવ્યૂહનવાળા ઢગલાબંધ દોષો સેવત, પરિણામે ચારિત્રપરિણામ ગુમાવી બેસત, માટે નવકોટિ પચ્ચક્ખાણ નિઃશંકપણે સ્વીકારવું જ રહ્યું.
શક્તિનિગ્રહનનો અર્થ ફરી ધ્યાનમાં લો કે
જે કાળે, જે સ્થાને જે શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ આચરવાની હોય, તે પ્રવૃત્તિ આચરવાની શક્તિ હોવા છતાં માત્ર પ્રમાદ-આળસ-કંટાળો-ઉદ્વેગ વગેરેને લીધે તે પ્રવૃત્તિ ન આચરવી એનું નામ શક્તિનિગ્રહન ! અને આવા નિગૢહનવાળો વચનયોગ/કાયયોગ એ સાવદ્ય !
શિષ્યોને ગુરુ પ્રત્યે સદ્ભાવ હોય, છતાં ગુરુના પ્રતિલેખન-કાપાદિ કાર્યોમાં આળસ કરે, એમાં વેઠ ઉતારે...આ શક્તિનિગૃહન!
અભ્યાસની પ્રચંડ શક્તિ, છતાં વધુ ઉંઘ્યા કરવું, રુચિ ન હોવાના કારણે આડાઅવળા વાંચન કરવા,... આ રીતે સ્વાધ્યાય ઓછો કરવો... આ શક્તિનિગૂહન!
વિહાર કરવાની શક્તિ હોય, કોઈ મુશ્કેલી પડતી ન હોય... છતાં માત્ર આળસ, કંટાળાદિને લીધે એક જ સ્થાને વધુ રહી પડવું... આ શક્તિનિગૃહન!
શરીર સારું, વિધિનું જ્ઞાન ખરું, છતાંય બેઠા બેઠા પ્રતિક્રમણ, ગમે તેવા ખમાસમણા... આ શક્તિનિગૃહન!
(અલબત્ત આ બધામાંય સૂક્ષ્મ રીતે ખોજ કરો, તો રાગ-દ્વેષ પણ છે જ, છતાં પ્રગટ રૂપે રાગ-દ્વેષ નહિ, માત્ર શક્તિનિગૃહન દેખા દે છે.)
આથી જ જે કેટલાકો એવા અભિમાનમાં હોય છે કે “મને કોઈ રાગ-દ્વેષ નથી.
૯ ૧૧૧ *****
****