________________
મહાવ્રતો વિચારોને એક સરખા માની જ ન શકાય. એટલે જ મનથી પણ કરણ-ક૨ાવણ-અનુમોદન એમ ત્રણેય વિકલ્પો સંભવી જ શકે છે.
આ જ વાત વચનમાં પણ વિચારી લેવી, કે “લાવો, હું દૂધ ગરમ કરી લઉં” એવું બોલનારને પુષ્કળ પાપ બંધ થાય. રે ! કોઈ સાધુ આવું બોલે, તો આપણે પણ ધ્રૂજી જઈએ. એને કહીએ કે “હાય! તું આ શું બોલે છે ? તને કંઈ ભાન છે કે નહિ ?” આ આપણને એ વચનોની થતી અસર જ દેખાડે છે કે ‘આ પાપ ઘણું મોટું છે.’ પણ કોઈ એમ બોલે કે “હું પેલા રસોઈયાને દૂધ ગરમ કરવાનું કહી આવું છું.” તો એમાં એની નિષ્ઠુરતા પેલા કરતા ઓછી અનુભવાય છે, એટલે એને કર્મબંધ ઓછો થાય. જ્યારે કોઈના આધાકર્માદિ માટેના નિયંત્રણને સાંભળીને કોઈ સાધુ બોલે કે “હું આવું છું...” તો એ વચનો ઉપરના બંને વચનો કરતા ઓછા ભયંકર અનુભવાય છે. એટલે એને તો ઘણો ઓછો કર્મબંધ થાય.
એમ કાયામાં વિચારીએ, તો કોઈ સાધુ ગેસ ચાલુ કરે, દૂધ ગરમ મૂકે, ત્યાં ઊભો રહે, દૂધ ગરમ થાય એટલે ગેસ બંધ કરી દૂધની તપેલી નીચે ઉતારે... તો એ કેટલું બધું ખરાબ લાગે ને ? માટે જ આને વધુ કર્મબંધ સંભવે છે. જ્યારે આંખ-મોઢા કે હાથના ઈશારાથી દૂધ ગરમ કરાવનારને ઓછો કર્મબંધ થાય અને રસોઈયો સ્વયં દૂધ ગરમ કરવા મૂકે ત્યારે કે દૂધ ગરમ થઈ જાય ત્યારે... આંખ મીંચુંકારવા દ્વારા, સ્મિત દ્વારા, ના નહિ પાડવા દ્વારા, હાથ દ્વારા એને સંમતિ આપવી એમાં ઓછો કર્મબંધ થાય.
આમ નવ કોટિ અનુભવસિદ્ધ છે, દરેકમાં કર્મબંધની તરતમતા પણ સમજી શકાય છે, આપણા રોજીંદા વ્યવહારમાં પણ એ વસ્તુ આપણને હકીકતરૂપ લાગે તેમ છે. આ જે વાત આધાકર્મીમાં દર્શાવી, એ યથાસંભવ બેતાલીસ દોષમાં સમજી જ લેવાની. માંડલીના પાંચ દોષોમાં પણ આ વાત વિચારી લેવાની ! સ્પષ્ટતા માટે એક સંયોજન દોષમાં આ નવકોટિ વિચારીએ.
(ખ) સંયોજના :
(૧) ટોક્સીમાં રહેલી ખાંડ દૂધમાં જાતે નાંખીએ, ભાતમાં દાળ નાંખીએ કે રોટલી સાથે શાક ભેગું કરીએ, આ બધુ કાયાથી સંયોજના કરેલી કહેવાય.
(૨) ખાંડ વહેંચનારાને હાથના ઈશારાથી પાતરીના દૂધમાં ખાંડ નાખવાનો નિર્દેશ કરીએ, દાળ વહેંચનારાને પાત્રમાં પડેલા ભાતમાં દાળ નાંખવાનો હાથથી ઈશારો કરીએ...એ કાય-કરાવણ.
(૩) ગોચરી ગયેલો સાધુ પાછો આવીને કહે કે “દૂધમાં ખાંડ-એલચી નંખાવી છે/રોટલી થોડીક કોરી હતી તો બરાબર ઘી નંખાવ્યું છે. ઘઉંનો બાફેલો લોટ મળ્યો છે,
૧૦૨ * *
***