________________
आत्मनिंदाद्वात्रिंशिका
(૫) નિē!=કુતીર્થિકો પણ અરિહંત ભગવંત ઉપર સ્ત્રીનું અપહરણ કરવાનો અથવા વ્રતખંડન કરવાનો જધન્ય આક્ષેપ કરી શક્યાં નથી. એટલું ઉચ્ચતમ પ્રભુનું ચારિત્ર હતું. આથી પ્રભુ નિષ્ઠુ છે.
(૬) વિશ્વનાથ!=ઉર્ધ્વલોક, અધોલોક અને તિńલોકમાં જે જે દેવો અને તેમના ઈંદ્રો, મનુષ્યો અને તેમના રાજાઓ રહે છે તે સહુએ વીતરાગનું સેવાવ્રત સ્વીકારેલું છે માટે પ્રભુ વિશ્વનાથ છે.
३९
આપણો આત્મા (૧) દીન છે (૨) હતાશ છે (૩) શરણાગત છે. આ ત્રણેય અવસ્થાઓની વ્યાખ્યા નીચે મુજબ છે.
(૧) ટીનં=સહાય મેળવવા માટે આજીજી કરે તેને દીન કહેવાય. આ સ્થિતિ આપણા આત્માને લાગુ પડે છે માટે તે ટીન છે.
(૨) જ્જતાશં=જે ધ્યેય સાથે પ્રવૃત્તિ શરૂ કરી હોય તે ધ્યેયની સિદ્ધિ થયા પૂર્વે જ પ્રવૃત્તિ કરવાનું મનોબળ તૂટી જાય તે હતાશા છે. આવી હતાશા આપણા આત્મામાં ધરબાયેલી જ છે માટે આપણે તાશ છીએ.
(૩) શરત=સ્વેચ્છાથી સેવાનો સ્વીકાર કરવો તેનું નામ શરણાગતિ. આપણે સ્વેચ્છાથી જિનચરણની સેવા સ્વીકારી છે માટે પ્રભુના જ્ઞરાત છીએ.
કંદર્પ વનેચર=ભીલ તુલ્ય છે. કંદર્પજનિત અધ્યવસાયો ભીલના હાથમાં રહેલા ભાલા સમાન છે. એનાથી બચેલાં રાખવાની પ્રાર્થના અત્રે થઇ છે.
* અવતરાિ :
दुष्कृतनाशोप्रायस्तु जिन एवेति संवदन्नाह -
* ભાવાર્થ :
ON
દુષ્કૃતના ક્ષયનો ઉપાય અરિહંત જ છે એવું હવેની ગાથામાં કહે છે.
त्वया विना दुष्कृतचक्रवालं, नाऽन्यः क्षयं नेतुमलं ममेश ! ।
को वा विपक्षप्रतिचक्रमूलं चक्रं विनाच्छेत्तुमलम्भविष्णुः ? ।। १६ ।।
* અન્વય :
हे ईश ! मम दुष्कृतचक्रवालं क्षयं नेतुं त्वया विनाऽन्योनाऽलम्, विपक्षप्रतिचक्रमूलंच्छेत्तुं चक्रं विना को वाऽलंभविष्णुः ? ||