SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ श्री दशवैकालिकसूत्र भाषांतर શ્રીયકના મૃત્યુમાં તમારો કશો દોષ નથી. મુનિની સતિ થઈ છે. આ વખતે વિહરમાન ભગવંતે ભાવના, વિમુક્તિ, રતિવાક્યા અને વિવિક્તચર્યા એ ચાર અધ્યયનો આપ્યાં. આમાં પહેલાં બે આચારાંગ અને પછીના બે દસ વૈકાલિકની ચૂલિકા તરીકે મૂકવામાં આવ્યાં. નિર્યુક્તિ : નિર્યુક્તિઓની રચના શ્રુતકેવલી આ.શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ કર્યાનું જાણીતું છે. સૂત્ર જોડે સંકળાયેલ અર્થને પ્રગટ કરવાનું કામ નિર્યુક્તિ કરે છે. – નિર્યુક્તિ આગમો ઉપરની સર્વ પ્રથમ પ્રાકૃત પદ્ય વ્યાખ્યા છે. નિક્ષેપ પદ્ધતિ દ્વારા શબ્દનો અર્થ નિર્ણય નિર્યુક્તિ દ્વારા થાય છે. નિર્યુક્તિની ઉપયોગિતા જણાવતાં નિર્યુક્તિકાર જણાવે છે – એક શબ્દના અનેક અર્થ થતા હોય છે. કયા પ્રસંગે કયા શબ્દનો કયો અર્થ કરવો તે જણાવવાનું-અર્થ સાથે સૂત્રના શબ્દનો સંબંધ જોડવાનું કામ નિર્યુક્તિ કરે છે. (આવનિ. ગા. ૮૮) આવશ્યક નિ. ગા.૮૪-૮૫માં દસ નિર્યુક્તિ રચવાની અભિલાષા શ્રી ભદ્રબાહુસ્વામીએ પ્રગટ કરી છે. આમાંથી આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર આ આઠ આગમ ગ્રંથો ઉપર નિયંક્તિ મળે છે. સૂર્યપ્રજ્ઞપ્તિ અને ૠષિભાષિત ઉપરની નિયુક્તિ વર્તમાનમાં મળતી નથી. પિંડનિર્યુક્તિ દસ વૈકાલિક સૂત્રનાં પાંચમાં પિંડૈષણા અધ્યયન ઉપરની નિર્યુક્તિ છે. વિસ્તૃત હોવાથી એને સ્વતંત્ર ગ્રંથ તરીકે અલગ કરવામાં આવ્યો છે. (પિંડનિર્યુક્તિ મલયગિરિ ટીકાના પ્રારંભમાં) નિર્યુક્તિકાર : · આગમ પ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મ. એ પહેલાં એવો અભિપ્રાય વ્યક્ત કરેલો કે નિર્યુક્તિકાર શ્રુતકેવલી પ્રથમ ભદ્રબાહુસ્વામી નહીં પરંતુ દ્વિતીય ભદ્રબાહુ સ્વામી છે. પણ પછી તેઓએ પોતાના અભિપ્રાયનું સ્પષ્ટીકરણ હજારીમલ સ્મૃતિ ગ્રંથમાં કર્યું છે. તેનો સાર આ છે - બૃહત્કલ્પ ભાગ-૬ની પ્રસ્તાવનામાં નિર્યુક્તિના કર્તા વરાહમિહિરના ભાઈ છઠ્ઠી શતાબ્દીમાં થયેલા દ્વિતીય ભદ્રબાહુ જણાવ્યા છે. આ કથનનું સ્પષ્ટીકરણ શ્રુતકેવલી ભદ્રબાહુજીએ નિર્યુક્તિ રચી નથી એવું નથી પરન્તુ અત્યારે જે રૂપમાં નિર્યુક્તિઓ સંકલિત છે તે સંકલન શ્રુતકેવલીનું નથી. નિર્યુક્તિ રૂપે આગમોની વ્યાખ્યા કરવાની પદ્ધતિ જૂની છે. અનુયોગ દ્વારમાં અનુગમના બે પ્રકારો સૂત્રાનુગમ અને નિર્યુક્તિ અનુગમ બતાવ્યા છે. પક્ષીસૂત્રમાં ‘સનિ′ત્તિએ’ પાઠ આવે છે. દ્વિતીય ભદ્રબાહુજી પહેલાં થયેલાં ગોવિંદ વાચકની નિયુક્તિનો ઉલ્લેખ નિશીથભાષ્ય અને ચૂર્ણિમાં મળે છે. વૈદિક વાડ્મયમાં પણ નિરુક્ત અતિ પ્રાચીન છે. દિગંબર સમ્પ્રદાયને માન્ય મૂલાચારમાં પણ આવશ્યક નિયુક્તિની અનેક ગાથાઓ છે. એટલે શ્વેતામ્બરદિગંબર સમ્પ્રદાયનો ભેદ પડ્યા પૂર્વે નિર્યુક્તિની પરંપરા હતી જ એટલે શ્રુત કેવલી ભદ્રબાહુજીએ નિર્યુક્તિની રચના કરી હતી. પછી ગોવિંદ વાચક વગેરે અન્ય આચાર્યોએ કરી એમ માનવું ઉચિત છે. નિર્યુક્તિ ગાથાઓમાં ક્રમશઃ વધારો થવાનું પ્રબળ પ્રમાણ એ છે કે દશ વૈકાલિકની બન્ને ચૂર્ણિમાં પ્રથમ અધ્યયનની માત્ર ૫૭ નિર્યુક્તિ ગાથાઓનું વિવેચન છે. જ્યારે હરિભદ્રાચાર્યની ટીકામાં ૧૫૭ નિર્યુક્તિ ગાથાઓ છે. (મુનિ શ્રી હજારીમલ સ્મૃતિ ગ્રંથ, પૃ. ૭૧૮–૯) ભાષ્યઃ નિર્યુક્તિઓ ખાસ કરીને પારિભાષિક શબ્દોનું નિક્ષેપ પદ્ધતિએ વિવેચન કરે છે. જ્યારે ભાષ્યની રચના
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy