SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर દીક્ષા આપવાનું શરૂ થયું. આજે પણ આ જ પ્રમાણે ચાલે છે. (વ્યવહાર ભાષ્ય ઉદ્દેશ ૩, ગાથા ૧૭૪–૧૭૬) એવી જ રીતે પહેલાં આચારાંગ સૂત્રના બીજા અધ્યયનના પાંચમા ઉદેશાના અધ્યયન પછી ભિક્ષા—ગ્રહણની અનુમતિ મળતી જે પાછળથી દસ વૈકાલિક સૂત્રના પાંચમાં પિંડૈષણા અધ્યયનની જાણકારી બાદ મળે છે. મહાનિશીથ સૂત્ર (અધ્યયન ૫) પ્રમાણે પાંચમા આરાના છેડે અન્ય બધા આગમો વિચ્છિન્ન થયા હશે ત્યારે શ્રી દુપ્પસહસૂરિજી માત્ર આ દસવૈકાલિક સૂત્રના ધારક હશે. દસવૈકાલિક સૂત્રના રચયિતા શ્રી શય્યભવાચાર્યને નિર્યુક્તિકારે ૧૪મી ગાથામાં વંદન કર્યું છે. આ ગાથાની વ્યાખ્યામાં આ.ભ.હરિભદ્રસૂરિજીએ શ્રી શય્યભવાચાર્યના જીવનની ઘટના અને દસવૈકાલિકની રચના વગેરે બાબતો જણાવી છે. (અનુવાદ ભાગ-૧, પૃ. ૧૪) ૩ ગ્રંથકાર અને ગ્રંથ સ્થના : દસવૈકાલિક સૂત્રની રચનાનો ઈતિહાસ પરિશિષ્ટ પર્વમાં મળે છે. તેનો ટૂંકસાર આ પ્રમાણે છે– શ્રી સુધર્માસ્વામીના પાટે શ્રી જંબૂસ્વામી અને તેઓની પાટે શ્રી પ્રભવસ્વામી આવ્યા. શ્રુતકેવલી . પ્રભવસ્વામીજીએ પોતાના ઉત્તરાધિકારી તરીકે કોણ યોગ્ય તે જાણવા ઉપયોગ મૂક્યો. રાજગૃહના પંડિત "अहो कष्टं अहो શય્યભવ યોગ્ય જણાયા. યજ્ઞ કરાવતા પં. શય્યભવને ત્યાં જઈ બે મુનિઓએ કહ્યું કે ષ્ટ તત્ત્વ ન જ્ઞાયતે પરમ્'' શય્યભવ પંડિતે આગ્રહ કરતાં ઉપાધ્યાયે કહ્યું તત્ત્વ તો અરિહંત ભગવંત બતાવે છે તે જ સાચું. આ પછી શય્યભવ શ્રી પ્રભવસ્વામીજી પાસે પહોંચે છે. વૈરાગ્ય પામી દીક્ષા લે છે. દ્વાદશાંગીનું અધ્યયન કરે છે. શ્રી પ્રભવસ્વામી તેઓને પાટ પર સ્થાપી સ્વર્ગે જાય છે. - શય્યભવ પંડિતની પત્ની સગર્ભા હતી. પુત્રને જન્મ આપ્યો. મનક નામ પડ્યું. આઠ વર્ષનો મનક પિતાને શોધતો ચંપાપુરી પહોંચે છે. આ.શ્રી શય્યભવજીનો ભેટો ગામ બહાર જ થઈ જાય છે. આચાર્યશ્રી કહે છે– તારા પિતાને હું સાર રીતે જાણું છું. મને તારા પિતાથી અભિન્ન સમજ. મનકે દીક્ષા લીધી. એનું આયુષ્ય છ મહિનાનું જ છે એમ જાણી આચાર્યશ્રીએ પૂર્વમાંથી ઉદ્ધરીને દસવૈકાલિક સૂત્રનું નિર્યુહણ કર્યુ↑ મનક મુનિના સ્વર્ગવાસ પ્રસંગે આચાર્યશ્રીની આંખમાંથી આંસુ ટપકડ્યા ત્યારે જ સહુને મનકમુનિ આચાર્યશ્રીનો પુત્ર હોવાની ખબર પડી. આચાર્યશ્રીએ દસ વૈકાલિકનું સંહરણ કરવા વિચાર કર્યો પણ સંઘની વિનંતીથી ગ્રંથને રહેવા દીધો. તે આજે આપણને સહુને મળ્યો છે. દશવૈકાલિકના છેડે બે ચૂલિકાઓ છે. આ ચૂલિકાની પ્રાપ્તિની કથા ટૂંકમાં આ પ્રમાણે છે— કામવિજેતા સ્થૂલભદ્રની સાત બહેનો યક્ષાયક્ષદિન્ના વગેરેએ દીક્ષા લીધી. પાછળથી સ્થૂલભદ્રજીના ભાઇ શ્રીયકે પણ દીક્ષા લીધી. એકવાર યક્ષા સાધ્વીજીએ શ્રીયકમુનિને પર્વના દિવસે તપ કરવા પ્રેરણા કરી. પોરસીમાંથી સાઢ પોરસી, પુરિમદ્ભ એમ કરતાં ઉપવાસ કરાવ્યો. રાત્રે શ્રીયક મુનિનો સ્વર્ગવાસ થતાં સા. યક્ષાને ચિંતા થઈ કે મારા દબાણથી તપ કરતાં આયુષ્યનો ઉપઘાત તો નડ્યો નહીં હોય ને? આ જાણવા માટે શાસનદેવી યક્ષાજીને મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય છે. શ્રી સીમંધર ભગવંતે કહ્યું કે ૧ વીર નિ. સં. ૬૪માં ૨૮ વર્ષની વયના શય્યભવની દીક્ષા થઈ એ પછી ૮ વર્ષે દસવૈકાલિક સૂત્રની રચના થઈ. એ પછી ૩ વર્ષે શ્રી પ્રભવસ્વામીનો ૧૦૫ વર્ષની વયે સ્વર્ગવાસ થયો. અને શ્રી શય્યભવાચાર્ય યુગપ્રધાન પદે આવ્યા. ૨૩ વર્ષ યુગપ્રધાન પદે રહી વીર સં. ૯૮માં શ્રુતકેવલી શ્રી શય્યભવાચાર્ય સ્વર્ગે સંચર્યા. અને યુગપ્રધાન પટ્ટાવલી પ્રમાણે પ્રભવસ્વામીની દીક્ષા જંબુસ્વામી પછી વીસ વર્ષે વી. સં. ૨૧માં ૩૦ વર્ષની વયે થઈ. ૪૪ વર્ષ શ્રમણ પર્યાય અને ૧૧ વર્ષ યુગપ્રધાન પદે ૮૫ વર્ષની વયે સ્વર્ગવાસ થયો. (જુઓ જૈન પરંપરા ઈતિહાસ ભાગ-૧, પૃ. ૯૨) v
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy