SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન - મુનિ (સાધુ) કોણ છે? જે ભવ્યાત્માઓએ આ લોકમાં કર્મ સમારંભના કાર્યોને સમજ્યા છે, જાણ્યા છે અને તેનાથી દૂર રહ્યા છે તે મુનિ. અમુનિ સદા સુતેલાં જ છે. અને મુનિ સદા જાગૃત જ છે. જે ભવ્યાત્મા ભૌતિક પદાર્થો પરની બધા પ્રકારની આસક્તિને દુઃખમય જાણીને તેનો ત્યાગ કરે છે, તેનાથી દૂર રહે છે તે મહામુનિ છે. શ્રી નાવાર સૂત્ર. પોતાને સ્વાધીન ભોગોનો જે ભવ્યાત્મા ત્યાગ કરે છે, તે સાધુ કહેવાય છે. તેને સાધુ કહ્યો છે. શ્રી યશવૈવાભિ સૂત્ર. જ્યાં સુધી મુનિને કર્મ સમારંભ કેવા પ્રકારે હોય છે, ક્યા કયા કાર્યો દ્વારા આત્મા પર કર્મજ ચીપકી જાય છે, તેનું જ્ઞાન ન હોય ત્યાં સુધી તે તેનાથી દૂર રહી શકતો નથી આથી પ્રથમ વ્યાખ્યામાં કર્મસમારંભના જ્ઞાતાને મુનિ કહ્યો છે. સાધુપણામાં સ્થિર રહેવા માટે અપ્રમત્તતા જરૂરી છે. અપ્રમત્તતા અર્થાત્ જાગ્રત અવસ્થા કાયિક રીતે સુતેલો, દ્રવ્યથી સુતેલો, ભાવથી મુનિપદમાં જે છે, તે જાગ્રત છે, કારણ કે તેની અંતર ચેતના જાગ્રત જ છે, છઠ્ઠા સાતમા ગુણ સ્થાનકમાં આવાગમન કરનારા (અન્તર્મુર્તમાં) વ્યવહારથી મુનિ કહ્યા છે. નિશ્ચયથી અપ્રમત્ત સાતમા ગુણસ્થાનમાં રહેલો મુનિ છે. કર્મબંધનું મૂળ કારણ આસક્તિ છે. જ્યાં સુધી ભવ્યાત્માને ભૌતિક પદાર્થો પર આસક્તિ ભાવ છે, ત્યાં સુધી સાધુપણું દૂર રહે છે. શરીર પરની પણ જ્યારે આસક્તિ નષ્ટ થવા લાગે છે ત્યારે નિશ્ચયથી સાધુપણું પ્રાપ્ત થયું એવું કહેવાય છે. (મોને સે મર્થ)નો એક અર્થ ભોગથી ભવ રોગનો ભય છે. એવો થાય છે. જે ભવ્યાત્માને પૂર્વના પુણ્યોદયથી ભોગોપભોગની સામગ્રી મળી છે, તે સામગ્રીનો હંમેશ માટે ત્યાગ કરી મુનિબનનારા મુનિ છે. એનો ભાવાર્થ એ કે મળેલી સામગ્રીને ભવરોગરૂપદુઃખદાયિની સમજીને તેનો ત્યાગ કરવાવાળા મુનિ છે. પૂર્વના અશુભ ઉદયથી ભોગપભોગની સામગ્રી પ્રાપ્ત ન થઈ હોય, છતાં પણ તેના પરની આસક્તિ છોડી ભોગોપભોગની સામગ્રી મેળવવાની ભાવનાને છોડીને તેના માટે જરા પણ પુરષાર્થ પ્રયત્ન કર્યા વિના ભવિષ્યમાં મળી જાય તો પણ તેને ગ્રહણ ન કરવાની ભાવનાથી યુક્ત ભવ્યાત્મા ચારિત્ર ગ્રહણ કરે છે. તે પણ મુનિ જ છે. ઓછામાં ઓછી વસ્તુ રાખનારો અને ઝઘડાનું નિવારણ કરનારો મુનિ છે. ઉપકરણ વિના સંયમપાલન અશક્ય છે. એના માટે શાસ્ત્રકારોએ ઉપકરણની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે-જે આત્માને, સંયમને ઉપકાર કરે તેનું નામ ઉપકરણ. તે ઉપકરણ ઓછામાં ઓછા રાખી જીવન વિતાવવું મુનિ જીવનનો સાર છે, એટલે શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે - “સમભાવી શ્રમણ કામભોગની ઇચ્છાથી નિવૃત્ત થઈ, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરનાર, પરિગ્રહથી રહિત. તે સમસ્ત લોકમાં અપરિગ્રહી મુનિ કહેવાય છે.” જગતમાં કરોડો અબજોની મિલકતવાળાને ધનવાન કહેવાય છે. પાંચ દશ રૂપિયાની મિલકતવાળાને ગરીબ કહેવાય છે. તેવી રીતે સંયમ નિર્વાહ માટે ઓછામાં ઓછા ઉપકરણ રાખનારને અપરિગ્રહી કહેવાય છે. સાધુના જીવનમાં ઇચ્છાને રોકવી એ મુખ્ય છે. લોભ ઇચ્છાના ઘરનો છે. જ્યાં કોઈ પણ પ્રકારની વસ્તુ ગ્રહણ કરવાની-લેવાની ઇચ્છા જ ન હોય ત્યાં લોભ નથી રહેતો લોભરહિતતા અર્થાત્ નિર્લોભી. જ્યાં સાધુતા છે ત્યાં નિર્લોભતા છે. આથી સાધુ નિર્લોભી હોય છે. આહારની ઇચ્છાનો પણ વિરોધ કરનારા મુનિ હોવાથી કહ્યું છે -વત્તિ તવ પંગરે સાદુI “શ્રીકશનના” સાધુ તપ રૂપી પીંજરામાં સ્થિત રહે છે. વિષયવાસનાથી રહિત અને પરિગ્રહ લાલસાથી રહિત મુનિ હોય છે. કામલાલસા અને પરિગ્રહલાલસા આ બંને લાલસાઓએ આત્માને અનંતકાળ સુધી પરિભ્રમણ કરાવવામાં વિશેષરૂપથી કાર્ય કર્યું છે. આજે પણ વિશ્વમાં આ બંનેનું સામ્રાજ્ય ફેલાયેલું છે. જે-જે લોકો કામ અને પરિગ્રહના દ્વન્દ્રમાંથી મુક્ત છે તે અત્યંત સુખી છે અને જે જે લોકો તેના સકંજામાં ફસાયેલા છે એની મનમોહકતામાં પોતાના આત્માને ભૂલી ગયા છે. તે અત્યંત દુઃખી છે. આજે અનેક વેશધારી મુનિ આ દ્વન્દ્રમાં ફસાયેલા છે. સર્વજ્ઞોએ સાચું જ કહ્યું છે કેવન - શ્રી નાવાર સૂત્ર. વિષયેચ્છા કામલાલસાથી દૂર રહેવું ઘણું કઠિન છે. એ મહાભયંકર છે. આવી સ્થિતિમાં તેનાથી દૂર રહેનારા માટે ઠીક જ કહ્યું છે. કામભોગોને દૂર કરનારાં નિશ્ચયથી દુઃખોથી દૂર હોય છે. પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાવાળાં મુનિ દુગંતિઓના દુઃખોથી નિયમા દૂર થઈ જાય છે. કેમ કે-ઉગ્ર તપશ્ચર્યા દ્વારા શરીરના માંસ લોહીને સુકવીને બ્રહ્મચર્યમાં સ્થિર રહે છે તે મુનિ છે. રૂપાદિ વિષયોથી વિરક્ત રહેવાવાળા મુનિ છે. કારણ કે તેઓ જાણે છે કે આ વિષયવાસના અધર્મનું મૂળ છે, અને મહાદોષોને ઉત્પન્ન કરવાવાળી છે. જે મુનિને આ વાક્ય સતત યાદ આવે છે. તે રૂપાદિ વિષયોમાં આસક્ત નથી બનતાં.
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy