SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દ્રવિત્રિવસૂત્ર માપાંતર - મન રૂ પરિશિષ્ટ - ૪ બાદર અવqષ્ઠપ્રાભૂતિકા પર દૃષ્ટાંત : * કોઈક શ્રાવકે પોતાના પુત્ર વિગેરેના વિવાહનો દિવસ નક્કી કર્યો હોય, તેમાં વિવાહના દિવસ પહેલાં જ સાધુઓ વિહાર કરતાં ત્યાં આવી પહોંચે ત્યારે વિચારે કે, “આ સાધુઓને માટે વિશિષ્ટ અને ઘણું ભોજન પાન વગેરે પુષ્ય માટે આપવું છે. તે મોટે ભાગે વિવાહ વગેરે મોટા પ્રસંગે ભોજન ઘણું થાય છે. મારા પુત્ર વગેરેનો વિવાહ જ્યારે આવશે, ત્યારે સાધુઓ બીજે વિહાર કરી જશે, તો લાભ નહિ મળે. એમ વિચારી સાધુઓ રોકાયા હોય, તે વખતમાં જ બીજુ મુહૂર્ત નક્કી કરી લગ્ન કરે. અહીં લગ્ન મુહૂર્તનો દિવસ જે થોડા વખત પછીનો હતો, તેને અવષ્કણ કરીને એટલે નજીક કરીને જે ભોજન વગેરે પકાવાય તે બાદરઅવધ્વખણપ્રાકૃતિકા છે. સૂક્ષ્મઉgષ્ઠપ્રાકૃતિકા પર દૃષ્ટાંત : કોઈક બાઈ સૂતર કાંતતી હતી. તે વખતે રડતાં બાળકે ભોજન માંગ્યું કે, હે! મા! મને ખાવાનું આપ. તે વખતે નજીકના ઘરોમાં બે સાધુને ગોચરી માટે આવેલા જોયા. ત્યારે સુતર કાંતવાના લોભથી રડતા અને બૂમ મારતા છોકરાને કહ્યું કે, બેટા તું રડ નહિ, રાડ ન પાડ. આપણા ઘરે સાધુઓ ફરતા ફરતા આવશે, ત્યારે ગોચરી , વહોરાવવા ઉભી થઈશ. ત્યારે તને પણ તે વખતે જ ખાવાનું આપીશ. પછી બે સાધુ આવ્યા, ત્યારે વહોરાવવા ઉભી થઈ, તે વખતે સાધુને ગોચરી વહોરાવી અને બાળકને ભોજન આપ્યું. અહીં બાળકે જે વખતે ભોજન માંગ્યું, તે વખતે તે પુત્રને ભોજન આપવું ઉચિત હતું, તે ભવિષ્યમાં સાધુના દાન વખતે જ કરવું તે ઉ~ષ્ઠણ. આ સૂક્ષ્મઉOષ્કણ પ્રાકૃતિકા છે. સૂક્ષ્મ અવMષ્ઠભપ્રાકૃતિકા પર દૃષ્ટાંત : કોઈ ગૃહસ્થ બાઈ સૂતર કાંતતી હતી. તે વખતે બાળકે ભોજન માંગ્યું. તો તેને કહ્યું કે, એક પૂણી કાંતી લઉં પછી તને ભોજન આપીશ. એટલામાં સાધુ આવ્યા. તેમને વહોરાવવા માટે ઉભી થઈ. તે વખતે બાળકને ભોજન આપ્યું. અહીં રૂની પૂણી કાંત્યા પછી બાળકને ભોજન આપવાનું નક્કી કરેલ, તે સાધુ નિમિત્તે વહેલા ઉઠીને બાળકને ભોજન આપવું તે સૂક્ષ્મ અવqષ્કણપ્રાશ્રુતિકા છે. આ પ્રાકૃતિકા, સાધુ માટે ઉઠેલ અને બાળકને ભોજન આપ્યા પછી હાથ વગેરે ધોવા દ્વારા અપૂકાય વગેરેની વિરાધનાનું કારણ હોવાથી અકથ્ય છે. ૭. પ્રાદુષ્કરણ સાધુને આપવા માટે યોગ્ય વસ્તુને દીવો, અગ્નિ કે મણિ વગેરે મૂકીને કે ભીંત વગેરે દૂર કરીને કે બહાર કાઢીને કે રાખીને પ્રગટ કરવી તે પ્રાદુષ્કરણ. તે પ્રાદુષ્કરણ સંબંધથી તે દેવા યોગ્ય ચીજ પણ પ્રાદુષ્કરણ કહેવાય. જેને પ્રગટ કરાય તે પ્રાદુષ્કરણ. તે બે પ્રકારે છે. પ્રકાશ કરવા વડે અને પ્રગટ કરવા વડે. કોઈક સાધુ પ્રત્યેની ભક્તિવાળો શ્રાવક, હમેશાં સુપાત્ર દાનથી પવિત્ર કરેલ પોતાના હાથવાળો, તે કંઈક - અલ્પ વિવેકના કારણે પોતાના અંધારીયા ઘરમાં રહેલ - સાધુને આપવા યોગ્ય પદાર્થ દેખાતા ન હોવાથી સાધુને ખપે નહિ – એમ વિચારી, તે પદાર્થને પ્રકાશમાં લાવવા માટે તેજસ્વી મણિ ત્યાં મૂકે અથવા દીવો કે અગ્નિ પેટાવે, લાઈટ કરે અથવા ઝરૂખા કરે, નાનું બારણું મોટું કરે, ભીંતમાં બારી વગેરે મૂકાવે. આ પ્રમાણે દવા યોગ્ય વસ્તુ જે જગ્યાએ રહી હોય તેને પ્રકાશિત કરવી તે પ્રકાશકરણ. (ગૃહસ્થે પોતાના માટે બારીબારણાં મૂકાવેલ હોય તો સાધુને દોષ ન લાગે.), ઘરમાં ચૂલા વગેરે ઉપર પોતાના ઘર માટે રાંધેલ ભાત વગેરેને અંધારામાંથી લઈને બહારના ચૂલાના ભાગે કે ચૂલા સિવાયના બીજા કોઈ પણ ઉજાસવાળા સ્થાને સાધુને વહોરાવવા માટે રાખવું, તે પ્રક્ટકરણ. આ બંને ૧૩૦
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy