SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ટૂરાવાનિસૂત્ર ભાષાંતરે - માળ રૂ સાતમું અધ્યયન છે. આ ચેલાનું ઉપકરણ ઉપસર્ગમાં ઠીક ચોરાયું છે. (પોતાની મર્યાદાથી બહાર કોઈ મુનિ વધારે વસ્ત્ર રાખતો હોય અને એકલો ભટકતો હોય તો કપડું જાય તો એની મુર્દા ઉતરી એ ઠીક થયું) (આથી સાધુ એ પોતાનું વસ્ત્ર ચોરાયું હોય તો તેનો ખેદ ન કરવો) તેવી જ રીતે જો કોઈ મુનિ અનશન કરીને મરી ગએલો હોય તો કહેવું કે એણે પંડિત મરણ સારૂં કર્યું (મુનિઓને અંતકાળે આયુની ખબર પડી હોય અને કાયાનો ખપ ન હોય તો સમાધિથી આહારનો ત્યાગ કરી તપસ્યાથી મરે તો એ પંડિત મરણ કહેવાય છે, પણ ફાંસો ખાઈને કે કૂવામાં પડીને મરે તો તે બાળ મરણ કહેવાય. તે વખાણવા યોગ્ય નથી.) એણે અપ્રમાદપણે મુનિપણું પાળીને કર્મનો અંત કર્યો તે સારૂં છે, તથા આ મુનિની ક્રિયા બહુ સારી છે, તેમાં દોષ નથી. પણ ગુણાનુરાગ છે. અર્થાત્ મુનિએ જેમાં જીવોને પીડા થાય તેવું કૃત્ય હોય તેની પ્રશંસા ન કરવી, તેમ કોઈએ સારૂં કૃત્ય કર્યું હોય, નિઃસ્પૃહતા સ્વીકારી હોય તો તેને પ્રશંસવા (અનુમોદવા) યોગ્ય છે.)।।૪૧|| पयत्तपक्के त्ति व पक्कमालवे, पयत्तछिन्ने त्ति व छिन्नमालवे । पयत्तलठ्ठेति व कम्महेउयं, पहारगाढे ति व गाढमालवे ॥ ४२ ॥ હવે ગૃહસ્થે પાપ કરીને વસ્તુ બનાવી હોય ત્યારે તેમાં મુનિએ ન બોલવું, એ ઉત્સર્ગ માર્ગ છે. પણ હવે અપવાદ માર્ગ કહે છે. કોઈ માંદા સાધુના માટે ઓસડ લાવવું હોય તો જરૂર પડે એમ કહેવું કે આ પ્રયત્નથી સારૂં પકાવેલું છે. એટલે બીજો સાધુ જે ઓસડ લેતો હોય તે શંકા રહિત થઈને લે, તેજ પ્રમાણે કારણ પડે બીજા સાધુને વન સંબંધી કહેવું હોય તો આ વન બરાબર પ્રયત્નથી છેદાએલું છે કે તેમાં સાધુને લીલું ઘાસ વિગેરે નડે તેમ નથી, તથા આ સુંદર કન્યાએ પ્રયત્નથી દીક્ષા લીધી છે. તે ચારિત્ર સારૂં પાળે, તેવી યોજના કરવી, તથા કર્મ નિમિત્તે આ બધું છે, એમ બોલે તો હરકત નથી; તથા કોઈને માર ઘણો લાગ્યો હોય તો એમ કહેવું કે એને માર ઘણો લાગ્યો છે, જેથી તે સાંભળનારને અપ્રીતિ ન થાય. II૪૨॥ નુવાં પાળ્યું વા, ગડત નૃત્ય સં। ગર્વાવપમવત્તવું, (વિ)યાં ચેવ નો ૧૫ ૫૪૫ રસ્તામાં ચાલતાં કોઈ પૂછે તો એમ ન કહેવું કે આ સર્વોત્તમ (સુંદ૨) છે. તેમ આ ઘણું મોંઘું છે. આવું બીજે કંઈ નથી, એવું ન બોલે. આ અસંસ્કૃત છે. અર્થાત્ બીજે આવું ઘણું મળે છે. એમ સાધુ ન બોલે, આ અનંત ગુણે કરીને યુક્ત બોલાય તેવું નથી. તથા અપ્રીતિકર છે. આવું બીજાને અપ્રિય લાગે તેવું ન બોલવું, અથવા સારૂં છે એવું પણ ન બોલે, કારણ કે તેથી બીજાને લેવાનું મન થાય. તેનો દોષ મુનિને લાગે, અથવા ખરાબ કહેવાથી તેનો માલ વેચાંય નહિ તો અંતરાયનો દોષ લાગે, (એટલા માટે મુનિએ સર્વત્ર વિચારીને બોલવું જોઈએ.)I૪૩॥ सव्यमेयं वइस्सामि, सव्वमेयं ति नो वए । अणुवीइ सव्वं सव्वत्थ, एवं भासेज्ज पण्णवं ॥४४॥ આ બધું બોલીશ, એવું કોઈએ સંદેશો આપતાં મુનિએ ન બોલવું, કારણ કે બોલવામાં જરાપણ વધઘટ થાય તો દોષ લાગે અને અક્ષરે અક્ષર સંદેશો કહેવાને શક્ય નથી, તેજ પ્રમાણે તું આ અક્ષરે અક્ષર બીજાને કહેજે. એવો સંદેશો પણ બીજાને ન આપવો, કારણ કે તે પ્રમાણે બનવું અશક્ય છે. સ્વર અને વ્યંજનનો કંઈપણ ભેદ પડી જાય અને તે પ્રમાણે ન બોલે તો જુઠનો દોષ લાગે. એટલા માટે દરેક જગ્યાએ મુનિએ ચિંતવીને બધાં કાર્યમાં જેનો સંભવ અને શક્ય હોય તેટલું જ બુદ્ધિવાન મુનિએ બોલવું. I૪૪॥ सुक्कीयं वा सुविक्कीयं, अकेज्जं केज्जमेव वा । इमं गेण्ह इमं मुंच, पणीयं नो वियागरे ॥ ४५ ॥ ગૃહસ્થને માલ લેતો વેચતો જાણીને મુનિએ એમ ન કહેવું આ તેં ઠીક લીધું, અથવા ઠીક વેચ્યું, અથવા આ ખરીદવા યોગ્ય છે, અથવા ખરીદવા યોગ્ય નથી, કારણ કે આ મોંઘું અથવા સસ્તું થશે એવું ન બોલવું, એવી જ રીતે તું લે, વેચ એવું પણ ન બોલે તથા ઘી વિગેરે મોંઘું થશે એવું વ્યાપાર સંબંધી મુનિ ન બોલે. જો બોલે તો ઊપર જેવા દોષો થાય એટલે લેતાં, વેચતાં ખોટ જાય તો અપ્રીતિ થાય અને વ્યાપાર કરતાં કમાય તો વધારે ૫૨
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy