SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રવૈવાહ્નિક્રૂત્ર મgi૪ - ભાગ ૨ સાતમું અધ્યયન અસત્ય કે મિશ્રનો ભાંગો લાગુ પડતો નથી, એ પ્રમાણે બીજામાં પણ જાણવું એ પ્રમાણે (૨) આજ્ઞા સંબંધી, જેમ કેશિષ્યને કહે કે આ કર, આ પણ કરવું ન કરવું. બંનેનો અભાવ હોવાથી પરમાર્થથી એક પણ નિયમ નથી અદુષ્ટ વિવક્ષાને જન્મ આપનારો હોવાથી તે અસત્યા મૃષા કહેવાય. એ પ્રમાણે પોતાની બુદ્ધિ વડે બીજી જગ્યાએ પણ વિચારી લેવું. (૩) યાચના ભાષા, કે મને ભિક્ષા આપો આમાં પણ સાચ, જુઠ કે મિશ્ર નથી. તે પ્રમાણે (૪) પૃચ્છના ભાષા પૂછવા સંબંધી કેમ કે આ વાત કેવી રીતે છે? તેમજ (૫) પ્રજ્ઞાપની (ઉપદેશ રૂપ) જેમ કે હિંસામાં રક્ત માણસ દુઃખ વિગેરેનો ભાગીઓ થાય છે. (૬) પ્રત્યાખ્યાની ભાષા તે અદિત્સા (યાચનાની ના કહેવી) ભાષા તથા (૭) ઇચ્છાનુલોમા તે કોઈએ કોઈને કહ્યું કે સાધુ પાસે જઈએ ત્યારે તે ઉત્તર આપે, હા, બહુ સારૂં. એર૭૬IL अणभिग्गहिआ भासा भासा अ अभिग्गहमि बोद्धव्वा । संसयकरणी भासा वायड अव्वायडा चेव ॥२७७॥ ગૃહિતા જે ભાષા અર્થ વિનાની બોલે, જેની મતલબ કાંઈ પણ ન હોય તે ડિલ્ય, વિગેરે જાણવી. અને (૯) અભિગ્રહ ભાષા તે જાણવી કે જેમાં અર્થ નીકળે. જેમ કે ઘટ. આ બંનેમાં ફેર (ભેદ) એટલો છે કે (ડિત્થનો અર્થ નથી, અને ઘટનો અર્થ છે. સાંભળનારો પણ લક્ષ આપે છે) (૧૦) સંશય કરનારી ભાષા જેમ કે સિંધવ કહેવાથી તેના અનેક અર્થ થાય છે. ત્યારે સાંભળનારને સંશય થાય છે કે ઘોડો મંગાવે છે કે નમક (મીઠું) મંગાવે છે અને (૧૧) પ્રગટ ભાષા આ પ્રમાણે છે. આ દેવદત્તનો ભાઈ છે, તથા અપ્રગટનો અર્થ આ પ્રમાણે છે. જેમ કે બાળકોને પીઠમાં થાબડીને રાજી રાખે. તે (૧૨) અપ્રગટ ભાષા છે. આ પ્રમાણે ટૂંકામાં અસત્યામૃષા ભાષા કહી તેનું જ ખુલાસાવાર વિવેચન કરે છે. ર૭૭ી : सवावि असा दुविहा पज्जत्ता खलु तहा अपज्जत्ता । पढमा दो पज्जत्ता उवरिल्ला दो अपज्जत्ता ॥२७८॥ - ઊપર બતાવેલી સત્યા વિગેરે ભેદવાળી ચારે પ્રકારની ભાષા બે પ્રકારની છે. પર્યાપ્તા તથા અપર્યાપ્તા એટલે જે એક પક્ષમાં સ્થાપન થાય, ચાહે સત્યમાં અથવા અસત્યમાં. તે વ્યવહારને સાધનારી જાણવી. અને તેથી વિપરીત અપર્યાપ્તા જાણવી. તેથી જ કહે છે કે પહેલી બે ભાષાઓ સત્યા અને મૃષા એ બંને પયતા છે. કારણ કે તે પોતે પોતાના વિષયનો વ્યવહાર સાધે છે. અને પાછળની બે ભાષા પોતાનો વ્યવહાર ન સાધવાથી અપર્યાપ્ત છે. દ્રવ્યની ભાવ ભાષા કહી. હવે શ્રુતભાવ ભાષા કહે છે. //ર૭૮ ' . ' सुअथम्मे पुण तिविहा सच्चा मोसा असच्चमोसा अ । सम्मट्ठिी उ सुओवउत्तु सो भासई सच्वं ॥२७९॥ શ્રત ધર્મ સંબંધી જે ભાવ ભાષા છે તે ત્રણ પ્રકારની છે. સત્યા, મૃષા, અસત્યામૃષા તેમાં સમ્યગ્ દૃષ્ટિ સિદ્ધાંતમાં ધ્યાન રાખીને ઉપયોગ પૂર્વક બોલે તે સત્ય ભાષા કહેવાય. ૨૭૯ सम्मट्ठिी उ सुअंमि अणुवउत्तो अहेउग चेव । ज भासइ सा मोसा मिच्छादिट्ठीवि अ तहेव ॥२८०॥ - અને તેજ સમ્યગ્ દૃષ્ટિ જીવ, સામાન્ય રીતે આગમમાં ધ્યાન રાખ્યા વિના પ્રમાદથી જે કંઈ યુક્તિ રહિત બોલે, જેમ કે તંતથી પટ જ થાય છે, તે અથવા બીજાં તેવાં વચન બોલે તે મૃષા કહેવાય. (સંસ્કૃતમાં પાંચમી વિભક્તિ છે, ત્યાં ત્રીજી જોઈએ, કારણ કે જેના વડે વસ્તુ બને ત્યાં ત્રીજી જોઈએ.) અથવા કોઈ ઉપયોગ વિના તંતુથી ઘટ બને તે પણ મૃષા(જુઠ) છે. વિજ્ઞાન વિગેરેનું પણ તેમ જ છે. તેવી જ રીતે જૈન સિવાયના પણ મિથ્યાષ્ટિઓ જે કંઈ તત્ત્વ સમજ્યા વિના ઉપયોગમાં રહીને અથવા ઉપયોગ રહિત થઈને બોલે તે તેની દૃષ્ટિએ જૂઠ જ છે. ઘણના કીડાથી લાકડામાં કોતરાએલા અક્ષરના ન્યાયથી સંવાદમાં તેઓ સત્ય અથવા અસત્યમાં ઉન્મત્ત માણસની માફક બોલે તેથી તે મૃષા ગણાય. ll૨૮૦ ___.. हवइ उ असच्चमोसा सुअंमि उवरिल्लए तिनाणमि । जउवउत्तो भासइ एत्तो वोच्छं चरित्तमि ॥२८॥ અસત્યામૃષા ભાષા તે શ્રુતમાં આગમ પોતે જ છે એટલે આગમમાં જે પરાવર્તન કરવું વિગેરે સિદ્ધાંતને ૪૨
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy