SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમું અધ્યયન श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ સંમત, સ્થાપના, નામ, રૂપ, પ્રતીત્ય, વ્યવહાર, ભાવ, યોગ, ઉપમા સત્ય એ દશ પ્રકારની સત્ય ભાષા છે. હવે મૃત્રા (જુઠી) ભાષા કહે છે. II૨૭૩૪ા कोहे माणे माया, लोभ पेज्जे तहेव दोसे अ । हासभए अक्खाइय उवघाए निस्सिआ दसमा ॥ २७४ ॥ (૧) ક્રોધથી પિતા પુત્રને કહે કે તુ મારો પુત્ર નથી અથવા ક્રોધમાં જે કંઈ બોલાય તે આશય વિપરીત હોવાથી તે બધું જુદું છે. તે પ્રમાણે (૨) માનમાં ચડેલા પાસે ધન ઓછું હોય છતાં તેને કોઈ પૂછે તો કહે કે હું બહુ ધનવાન છું તથા (૩) કપટ જુઠ તે આ પ્રમાણે છે, માયા કરનારા (ખેલ કરનારા વાદી વિગેરે) બોલે કે ગોળો નષ્ટ પામ્યો (ઉડી ગયો) તે પ્રમાણે (૪) લોભથી વાણીઆ વિગેરે જે ભાવે વેચ્યું લીધું હોય તેથી જુદો ભાવ બતાવે તે છે. (૫) પ્રેમથી જુઠું–દાસ ન હોય છતાં કહે કે હું તારો દાસ છું. (૬) દ્વેષથી જુઠ તે ગુણવાનને પણ અગુણી કહે. (૭) હાસ્ય (મશ્કરી)નું જુઠ તે મશ્કરાઓ કોઈનું કંઈ લે અને પૂછતાં કહે કે મેં જોયું નથી. (૮) ભય જુઠ તે ચોરો પકડાતાં જૂઠું બોલે કે મેં કાંઈ લીધું નથી. (૯) કથા જુઠ તે મીઠું મરચું ભભરાવીને ગમે તે વાત બનાવી કાઢે તે તથા (૧૦) ઉપઘાત જુઠ એ ચોર ન હોય છતાં તેને ચોરીનું તોહમત મૂકીને ચોર કહેવો. એ પ્રમાણે ક્રોધ, માન માયા, લોભ, પ્રેમ, દ્વેષ, હાસ્ય, ભય, કથા તથા ઉપઘાતને આશ્રયી દશ પ્રકારની અસત્ય ભાષા જાણવી. હવે, સત્ય મૃષા (મિશ્ર) ભાષાને કહે છે. ૨૭૪॥ उप्पन्नविगयमीसग जीवमजीवे अ जीवअज्जीवे ( अजीवे) । तहऽणंतमीसगा खलु परित अद्धा अ अद्धद्धा ॥ २७५ ॥ (૧) ઉત્પન્ન મિશ્ર જેમ કે કોઈ નગરને આશ્રયી બોલે કે આજે દશ બાળક જનમ્યાં. હવે જો દશ કરતાં ઓછાં, અથવા વધારે જનમ્યાં હોય તો તેમાં મિશ્ર ભાષા વ્યવહારથી કહેવાય. જેમકે એક માણસ બીજાને કહે કે હું તને સવારે સો રૂપીયા આપીશ, પણ પચાસ આપે તો તે વ્યવહારમાં સત્ય અસત્ય કહેવાય છે. એટલે સર્વથા ના આપે તો જુઠ કહેવાય. પણ ઓછા આપે તો મિશ્ર કહેવાય. તેમજ તે નગરૅમાં બિલકુલ ન જનમ્યા હોય તો જુઠ ભાષા કહેવાય. તે પ્રમાણે (૨) વિગત મિશ્ર મરવાને આશ્રયી પણ જાણવું. જેમકે કોઈ નગરમાં આજે દશ બુઢ્ઢા માણસ મરી ગયા, તેથી ઓછા વધતા મરેલા હોય તો તે પણ વિગત મિશ્ર ભાષા જાણવી. (૩) ઉત્પન્ન વિગત મિશ્ર આ નગરમાં આજે આટલા જન્મ્યા ને આટલા મરી ગયા એમ કહે પણ તેમાં ઓછાં વધતાં હોય એટલે આ જન્મ મરણને આશ્રયી મિશ્ર ભાષા જાણવી. તથા (૪) જીવ મિશ્ર જીવ સંબંધી એટલે જીવતા અને મરેલા કરમીયા હોય તો જીવતા કરમીયા બોલતા મિશ્ર ભાષા કહેવાય, અથવા (૫) અજીવ મિશ્ર તે અજીવ સંબંધી ઘણા કરમીયા મરેલા હોય, અને થોડા જીવતા હોય તો કહે કે મરેલા કરમીયા તો તે મિશ્ર ભાષા કહેવાય. (૬) જીવાજીવ મિશ્ર તે કોઈપણ માણસ એમ કહે કે આટલા જ મરેલા અને આટલા જ જીવતા કહેતાં તેથી ઓછા વધારે મરેલા જીવતા હોય તો તે જીવાજીવ આશ્રયી મિશ્ર કહેવાય. તથા (૭) અનંત મિશ્ર તે મૂળા, કંદ વિગેરેના પાંદડામાં પ્રત્યેક (પરીત) વનસ્પતિના જીવો હોય તે બધાને અનંતકાય કહેવાથી અનંત મિશ્ર કહેવાય, (૮) તે પ્રમાણે પ્રત્યેકને આશ્રયી તે ઘણા જીવો પ્રત્યેક હોય તેમાં કોઈ અનંત હોય. તેને પ્રત્યેક કહેતાં પ્રત્યેક મિશ્ર કહેવાય. (૯) અદ્ધા મિશ્ર તે કાળ સંબંધી છે જેમકે કોઈ પણ માણસ કોઈ કાર્યમાં સોબતીઓને કહે કે રાત પડી છે, છતાં દિવસ થોડો બાકી હોય તો તે કાળ મિશ્ર કહેવાય. (કાળ અને અદ્ધા એક જ છે) (૧૦) અદ્ધદ્ધ મિશ્ર એટલે દિવસ અને રાતનો એક ભાગ, તે સંબંધી મિશ્ર બોલે જેમ કે કોઈ કાર્યમાં ઉતાવળ હોય તો એક પહોર દિવસ ચઢ્યો હોય તો પણ કહે કે મધ્યાહ્ન થઈ ગયો છે એ પ્રમાણે મિશ્ર શબ્દ દરેકમાં જોડવો. (આનો પરમાર્થ એ છે કે ચોક્કસ ખાત્રી કર્યા વિના જે બોલવું તેમાં થોડું સાચું અને થોડું જુઠું બોલાય તો તે મિશ્ર ભાષા કહેવાય છે.) હવે અસત્યા મૃષા કહે છે.।।૨૭૫ आमंतणि आणवणी जायणि तह पुच्छणी य पन्नवणी । पच्चक्खाणी भासा भासा इच्छाणुलोमा य ॥ २७६ ॥ (૧) આમંત્રણી ભાષા જેમ કે હે દેવદત્ત! તેમાં સાચું જુઠું કશું પણ નથી, કારણ કે પૂર્વે કહેલા સત્ય ૪૧
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy