SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ફાવાનિસૂત્ર ભાષાંતર્થ - ભાગ રૂ સાધુઓ ત્યાગે છે. ૧૫-૧૬।। विमुभेइमं लोणं, तिल्लं सप्पिं च फाणियं । न ते संनिहिमिच्छंति, नायपुत्तवओरया ॥ १७ ॥ તોમ(૪)સ્પેસનુાતો(ગળુાસે), મને ગનપરાવિ। जे सिया सन्निहिं कामे, गिही पव्वइए न से ॥१८॥ છઠ્ઠું અધ્યયન હવે પાંચમું સ્થાન કહે છે. ગાયના મુતરથી પકાવેલું બિડ (નમક, મીઠું) અથવા સમુદ્રના પાણીનું સુકવેલું નમક તે અચિત્ત હોય અથવા સચિત્ત હોય તે જ પ્રમાણે તેલ, ઘી, ગોળની રાબ, આ બધી વસ્તુઓનો મહાવી૨ના વચનમાં રક્ત સાધુઓ સંગ્રહ ન કરે. તીર્થંકરો તથા ગણધરો કહે છે કે જો લોભથી સંગ્રહ કરવાનો જરા ભાવ પણ કરે તો તેને ગૃહસ્થી કહેવો, પણ સાધુ ન કહેવો, અને તે પોતે નરક વિગેરે દુર્ગતિનો અધિકારી છે. ૧૭-૧૮ जं पिवत्थं व पायं वा, कंबलं पायपुंछणं । तं पि संजम - लज्जट्ठा, धारेंति परिहरेंति य ॥ १९ ॥ અહીંયાં સાધુ પોતે ધર્મના ઉપકરણ રાખે તેમાં દોષ નથી. તે બતાવે છે. જે પ્રમાણે શાસ્ત્રકારે વસ્ત્ર તે ચોલપટ્ટો (નિચેનું વસ્ત્ર) ચાદર (તે ઊપરનું વસ્ત્ર) તથા પાત્ર તે લાકડાનું મુંબાનું કે માટીનું હોય. અથવા વર્ષાઋતુમાં વાપરવાને કામળ હોય અથવા પગ પુંજવાનું રજોહરણ વિગેરે છે. તે વસ્ત્ર ગુપ્ત ભાગ ઢાંકવા તથા સંયમની રક્ષા માટે જેવાં બતાવ્યાં હોય તે પ્રમાણે રાખવાથી સંયમ પળે છે. જેમ કે જો કપડું ન હોય તો ગૃહસ્થની સ્ત્રીઓ શ૨માય અને નવદીક્ષિતને લજ્જા આવે. પોતાનાથી ગોચરી પણ ન જવાય તથા હાથમાં આહાર લેતાં ઢળે. અથવા ગૃહસ્થના વાસણમાં લેતાં તે પછવાડે કાચા પાણીથી ધોવે તો સાધુને દોષ લાગે એટલા માટે સાધુઓ વિધિએ પાત્ર વિગેરે સંયમ રક્ષણ માટે અને વસ્ત્ર લજ્જાના માટે વાપરે અને ખાસ કારણ આવે તો ત્યાગે પણ ખરા, અથવા જરૂર પડેથી મમતા રહિત થઈ વાપરે.।।૧૯। ન સો રિહો પુત્તો, નાયપુત્તેન તાળા | મુક્કા ાિહો વૃત્તો, (રૂઞ)વુાં મહેસિના ૫૨૦ા એટલા માટે માપસર વસ્ત્ર પાત્ર પાસે રહેવા છતાં તેને જ્ઞાત પુત્ર (મહાવીર પ્રભુ) જે સર્વ જીવોના રક્ષક છે તેમણે કેવળજ્ઞાનથી જાણીને સ્વપરની રક્ષા કરનાર આ વસ્ત્ર પાત્રને પરિગ્રહ કહ્યો નથી. પણ મહર્ષિ એટલે ગણધરો કહે છે કે તે વસ્તુ ઊપર મુર્છા રાખે, તો તેને પરિગ્રહ કહેવો. ૨૦ सव्वत्थुवहिणा बुद्धा, संरक्खणपरिग्गहे । अवि अप्पणो वि देहमि, नाऽऽयरति ममाइयं ॥२१॥ શંકા-વસ્ત્ર હોય તો પરિગ્રહ કેમ નહિ ? તેનો ખુલાસો કરે છે. સમ્યગ્ બોધ વડે અજ્ઞાનનો નાશ થાય છે એટલે તત્ત્વને જાણનારા સાધુઓ છ જીવ નિકાયની રક્ષા કરવાને માટે જ આ વસ્ર પાત્ર રાખે છે, તથા તેને આવશ્યક વસ્તુઓ માનીને વા૫૨વા છતાં તેના ઊપર આ મારૂં છે એવો મમત્વભાવ રાખતા નથી, પણ વસ્ત્ર કરતાં વધારે ઉત્તમ પોતાના શરીર ઊપર પણ તત્ત્વના જાણ હોવાથી મમતા રાખતા નથી. જો સંયમની રક્ષા ન થતી હોય તો અનશન કરી જીવિતનો અંત લાવે છે. તેથી દેહ કે પાત્ર કે વસ્ત્ર ઊપર સાધુને મમત્વ નથી, (પણ કર્મ ખપાવવા સ્વપરના રક્ષણ માટે શાસ્ત્રોક્ત મર્યાદાએ વાપરે છે) જેમ કાયામાં મમતા રહિત છે તે જ પ્રમાણે વસ્ત્રમાં પણ મમતા રહિત છે. II૨૧॥ अहो निच्च तवोकम्म, सव्वबुद्धेहि वण्णियं । जा य लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं ॥ २२ ॥ તેથી તેઓ શું કરે છે તે છઠ્ઠું સ્થાન બતાવે છે. સર્વ દોષોને દૂર કરનાર ગુણોની વૃદ્ધિ કરનાર તપ જે ૧ નિશીથ ચર્ણિ ૮ સૂ. ૧૭ તુલના ૨ વ્યવહાર સૂ. ઉં. ૫. ગા. ૧૧૪ ૩ A ઉત્ત. અ. - ૨૧૩ ૪ સ્થાનાંગ – ૩/૯૫ ૩૨ B આચારાંગ સૂત્ર - ૨/૫ c પ્રશમરતિ – ૧૩૮/૧૪૫ 0 તત્ત્વાર્થ – ૯/૫
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy