SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ पंचमं पिंडेसणउज्झयणं અથ પાંચમું અધ્યયન (ઢનો દ્ગો ) હવે પિંડેષણા નામનું પાંચમું અધ્યયન કહે છે કે આ અધ્યયનનો પૂર્વના અધ્યયન સાથે આ પ્રમાણે - સંબંધ છે. ચોથા અધ્યયનમાં સાધુનો આચાર, છ જીવ નિકાયને આશ્રયીને થાય છે, એવું કહ્યું હતું. અહીંયાં તો ધર્મકાય રહે છતે આ છ જીવ નિકાયની રક્ષા બને છે, અને ધર્મકાયને આહાર વિના સ્વસ્થતા મુખ્યત્વે ન રહે, એ આહાર દોષિત અને નિર્વદ્ય એમ બે પ્રકારે છે, તેમાં નિર્વદ્ય આહાર સાધુએ લેવો, એટલા માટે કહે છે, से संजए समक्खाए, निरवज्जाहारि जे विऊ । थम्मकायट्ठिए सम्म, सहजोगाण साहए ॥२॥ ' તે સંયત છે, જે વિદ્વાન નિર્વદ્ય આહારને લે છે; અને ધર્મકાર્યમાં રહેલો સારી રીતે શુભ યોગોનો સાધક છે, આ સંબંધ વડે પાંચમું અધ્યયન આવ્યું છે, બીજી રીતે તેજ વાત ભાષ્યકાર મહારાજ કહે છે. मूलगुणा वक्खाया उत्तरगुणअवसरेण आयायं । पिंडज्झयणमियाणिं, निक्लेवे नामनिप्फन्ने ॥६१॥ भा. મૂલ ગુણ' જે જીવહિંસાની વિરતિ વિગેરે છે, તે ચોથા અધ્યયનમાં સારી રીતે બતાવેલ છે, અને હવે ઉત્તર ગણનો અવસર છે, તેથી આ પાંચમું અધ્યયન બતાવ્યું છે, અહીંયાં પણ અનુયોગ દ્વારનો વિષય છે. એ પૂર્વ માફક કહેવો. જ્યાં સુધી નામ નિષ્પન્ન નિક્ષેપો આવે. નામ નિપામાં શું છે તે કહે છે, //૬૧ ભા.. पिडो अ एसणा य, दुपयं नाम तु तस्स नायव् । चउचउनिक्खेवेहि, परुवणा तस्स कायव्या॥२३४॥ ‘પિંડ અને એષણા એ બે પદવાળું નામ છે તે પાંચમા અધ્યયનનું નામ પિંડેષણા છે તેનો ચાર પ્રકારે બન્ને પદનો નિક્ષેપ કરવો. ર૩જા नामठवणापिंडो, दब्वे भावे अ होइ नायव्यो । गुडओयणाइ दब्बे, भावे कोहाइया चउरो॥२३५॥ નામ પિંડ, સ્થાપના-પિંડ, દ્રવ્યપિંડ, ભાવપિંડ એમ ચાર ભેદો છે, નામ સ્થાપના સુગમ છે, દ્રવ્યપિંડમાં ગોળ, ભાત વિગેરે દ્રવ્ય છે, તે દ્રવ્ય પિંડ છે, અને ભાવપિંડમાં ક્રોધ, માન, માયા, લોભ એ ચાર છે, ર૩૫ll पिडि संघाए जम्हा, ते उइया संघया य संसारे । संघाययंति जीवं, कम्मेणट्ठप्पगारेण ॥२३६॥ હવે તેના અન્વર્થ કહે છે. પિડિ ધાત, એકઠું કરવાના અર્થમાં છે, જેથી તે એકઠા થયેલા, અને થતા વિપાક અને પ્રદેશ એ બન્નેના ઉદય વડે એકઠા થયેલા ક્રોધ વિગેરે સંસારી જીવોને ચાર ગતિમાં યોજે છે, પ્રશ્ન કોના વડે? ઉત્તર આઠ પ્રકારના જ્ઞાનાવરણીય વિગેરે આઠ કર્મ વડે જોડે છે, એટલા માટે ક્રોધ વિગેરે પિંડ છે, ર૩૬ll दब्वेसणा उ तिविहा, सचित्ताचितमीसदवाणं । दुपयचउप्पयअपया, नरगयकरिसावणदुमाणं ॥२३७॥ પિંડ કહ્યો, હવે એષણા કહે છે, નામ સ્થાપના સુગમને છોડીને દ્રવ્યષણા તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યની ત્રણ ભેદે છે, સચિત્તમાં બે પગવાળાં, ચાર પગવાળાં તથા અપદવાળાં છે, તેમાં અનુક્રમે બે પગવાળાં નર છે. ચાર પગવાળાં પશ છે, અપદમાં ઝાડ છે, સોનાનો સિક્કો લેવાથી અચિત્ત દ્રÂષણા છે. અને ઘરેણાથી શણગારેલી સ્ત્રી વિગેરે મિશ્ર દ્રવ્યેષણા છે, હવે ભાવૈષણા કહે છે. ર૩૭ll भावेसणा उ दुविहा, पसत्य अपसत्थगा य नायव्वा । नाणाईण पसत्या, अपसत्था कोहमाईणं ॥२३८॥ ૧ તુલના-પિંડનિયુક્તિ ટીકા સાથે ૨ A આચારાંગ સૂત્ર ૧-૧-૧, B પિ.નિ. ગા. ૬
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy