SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ જે તત્ત્વની પ્રાપ્તિ કરાવે છે, એવાં ગુરુભગવંતો પ્રત્યે અભાવ લાવીને તેઓનાં અવર્ણવાદ, નિંદા વગેરે કરવાં દ્વારા જે આત્મા પ્રત્યેનીક બને છે. તેમની અવહેલના કરી તેમનાથી દૂર થઈ જાય છે. અર્થાત્ સદ્ગુરુભગવંતનો સંગછોડી દેનારાં, ત્રીસ પ્રકારનામોહનીયસ્થાનોનું આસેવન કરનારાં. એકવીસ પ્રકારનાં સબળ સ્થાનોનો ઉપયોગ કરનારાં, સેવન કરનારાં, જે આચારહીન છે અર્થાત્ અસદાચારી જીવન જીવનારા છે. આ પ્રકારનું આચરણ કરવાનાં કારણે અસમાધિવંત થાય છે. અસમાધિનાં કારણે આર્તરોદ્રધ્યાનની પ્રાપ્તિ, આર્તરોદ્ર ધ્યાનમાં વર્તતા મૃત્યુથઈ જાય. ત્યારે અનંત સંસારીપણું પ્રાપ્ત થઈ શકે છે. તે મહાનિશિથ સૂત્રમાં કહ્યું છે – | હે ગૌતમ! જે આત્મા મૈથુન સેવન કરવાવાળા આત્માને વંદન કરે છે. તે આત્મા અઢાર હજાર સિલાંગ રથના ધારક મહાપુરુષોની મહાઆશાતના કરે છે. તીર્થકરોની આદિ શબ્દથી ગણધરાદિની આશાતના કરે છે. જેના ફળ સ્વરૂપે તે આત્માને અનંત સંસારીપણું પ્રાપ્ત થાય છે. જે આત્મા ચરણ સિત્તરી કરણ સિત્તરીથી યુક્ત આત્માની નિંદા કરે છે. તેઓનો ઉપઘાત કરે છે. કોઈપણ રીતે તેમને નુકસાન પહોંચાડે છે. તે પોતાના ગુણને, ચારિત્રને, મોક્ષસુખને નષ્ટ કરે છે, યા તેને પ્રાપ્ત નથી કરતા. જેનાથી તે આત્મા દીર્ઘ સંસારીપણું પ્રાપ્ત કરે છે. અનંત સંસારી બને છે. એવું રાજેન્દ્ર કોષનાં ભાગ-૧ પાના નં. ૮૧૩ પર લખ્યું છે. આગળ વિશેષતાથી કહ્યું છે કે - જે સંવિગ્ન વિહારી છે, શાસ્ત્રોક્ત આચારોથી યુક્ત છે તેની પ્રશંસા કરે છે, તે સુલભબોધિ છે અને જે શિથિલ વિહારી છે, આચારહિન છે તેની પ્રશંસા અનુમોદના કરે છે તે અસુલભ બોધી છે તે દીર્ઘ સંસારી છે. શાસ્ત્રોક્ત અનંત સંસારીપણાનાં કારણોને જોતાં સ્પષ્ટ દેખાય છે કે સદગુરૂઓની આશાતના અને અસદ્ગુરુઓની સ્તવના વંદના પરિપૂર્ણરૂપથીવર્શનીય છે. અસદ્ગુરુનીસ્તવના વંદનાનો નિષેધ તેમની અવહેલના કરવા માટે નથી કર્યો પરંતુ તેમનાં પણ હિત માટે કર્યો છે, જેથી તે આત્મચિંતન કરી પોતાનામાં રહેલાં દોષોનું નિવારણ કરી શકે. I
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy