SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन ४ ___ अहावरे चउत्थे भंते ! महव्वए मेहुणाओ वेरमणं सव्वं भंते ! मेहुणं पच्चक्वामि, से दिव्यं वा माणुस्सं वा तिरिक्वजोणियं वा, नेव सयं मेहुणं सेवेज्जा नेवऽन्नेहिं मेहुणं सेवावेज्जा मेहुणं सेवंतेऽवि अन्ने न समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं न करेमि न कारवेमि करेंतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरहामि अप्पाणं वोसिरामि ।। चउत्थे भंते ! महव्वए उवट्ठिओ मि सव्वाओ मेहुणाओ वेरमणं ।। ४ ।। (सू० ६) ... ત્રીજું મહાવ્રત કહ્યું, હવે ચોથું કહે છે. કદાવરે ફુટ્યાતિ; હે ભદન્ત, આવું શિષ્ય ગુરુને કહે છે, આ ચોથા મહાવ્રતમાં (મૈથુન સંસાર સંબંધથી પાછા હઠવાનું છે; તે બધાં સંસારી સંબંધને) હે ભદંત ! હું ત્યાગું છું તે આ પ્રમાણે; દેવસંબંધી, મનુષ્ય સંબંધી, તિર્યંગ્યોનિ સંબંધી, આ વચન વડે દ્રવ્યથી લીધું, દેવ સંબંધીમાં અપ્સરા સાથે સાધુને સંબંધ ત્યાગવો. સાધ્વીઓને દેવતા સાથે સંબંધ ત્યાગવો. તે પ્રમાણે માનુષી તથા તિર્યચીની સાથે સંબંધ ત્યાગવો. આ સંબંધ રૂપમાં (ચિત્રમાં) થાય, અથવા સુંદર હોય તો, પણ રાગ થાય. અને રૂ૫ સહિત દ્રવ્ય તે જીવતી સ્ત્રી વિગેરે છે. અથવા ભૂષણ રહિત સ્ત્રી હોય, તો તે ફક્ત રૂપ ગણાય. તથા ભૂષણ સહિત. તે રૂપ સહિત. તે મનુષ્ય તથા તિર્યચ; સંબંધી પણ જાણવું; તે હું પોતે ત્રણે જાતિની સ્ત્રીઓ દેવ માનુષી કે તિર્યંચ સાથે સંસારી સંબંધ ન કરૂં, ન કરાવું, કરતાને ભલો ન જાણું, તથા આ મહાવ્રત આખી જીંદગી સુધી પાલવાનું છે તે બધું પૂર્વ માફક જાણવું, વિશેષ આ છે; મૈથુન ચાર ભેદે છે. તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી છે. દ્રવ્યથી કોઈ પણ સ્ત્રી વિગેરે સાથે હું સંબંધ ન કરું. ક્ષેત્રથી ત્રણ લોકમાં, કાળથી રાત્રિ વિગેરેમાં ભાવથી રાગદ્વેષથી સંબંધ ન કરૂં; દ્વેષથી આ પ્રમાણે કે આ બાઈ વ્રતધારી છે, તેને મારી સાથે દ્વેષ છે માટે તેનું વ્રત ભાંગું. એમ માની સંબંધ કરે તો, દ્વેષથી કહેવાય. અને સુંદર રૂપથી લલચાઈ સંબંધ કરે, તો રાગથી મૈથુન કહેવાય. તથા દ્રવ્ય વિગેરેની ચઉ ભંગી આ છે.. (૧) દ્રવ્યથી ખરૂં પણ ભાવથી નહીં, (૨) ભાવથી ખરૂં, પણ દ્રવ્યથી નહિ, (૩) દ્રવ્યથી ખરૂં. અને ભાવથી પણ ખરૂં, (૪) તથા દ્રવ્યથી નહિ અને ભાવથી પણ નહિ. એમ ચાર ભાંગા છે, કોઈ સ્ત્રીને રાગદ્વેષ નથી પણ તેના ઉપર કોઈ બલાત્કાર કરે, તો દ્રવ્યથી ખરો પણ ભાવથી નહિ, કોઈ સ્ત્રી સાથે સંબંધ કરવા ઉઠ્યો. પણ તે સંબંધ કોઈ કારણે ન થયો, તો ભાવથી કહેવાય, પણ દ્રવ્યથી નહિ, પાપ કરવા ગયો, અને પાપ કર્યું. તે ત્રીજો ભાંગો છે. ચોથો ભાંગો શૂન્ય છે. अहावरे पंचमे भंते ! महव्यए परिग्गहाओ वेरमणं, सव्वं भंते ! परिग्गहं पच्चक्खामि, से अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा नेव सयं परिग्गहं परिगेण्हेज्जा नेवऽन्नेहिं परिग्गहं परिगेण्हावेज्जा परिग्गहं परिगेण्हतेऽवि अन्ने न समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करेंतं पि अन्नं न समजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरहामि अप्पाणं वोसिरामि । पंचमे भंते ! महव्वए उवढिओ मि सव्वाओ परिग्गहाओ वेरमणं | 5 || સૂ૦ ૭). (૧) A મૈથુનમષ્ટાંગયું B ઉતરા. શાંત્યાચાર્ય ટીકા પૃ. ૬૧૪ C. ઉતરા. અ. ૧૩, અ-૩૨. [85]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy