SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन ४ અર્થાત્ તદ્દભવ જીવિત, એટલે ત્યાંથી મરીને પાછો ત્યાં જ ઉત્પન્ન થાય તે છે. અહીં પણ ભાવજીવના અધિકારથી તદ્દભવ જીવિત વિશિષ્ટ જીવ જ લેવો. અને જીવિત તેનું વિશેષણ હોવાથી સાથે લીધો // ભાષ્ય ગાથા ૮ || નિક્ષેપ કહ્યો હવે પ્રરૂપણા કહે છે. दुविहा य हुंति जीवा सुहुमा तह बायरा य लोगम्मि । सुहुमा य सबलोए, दो चेव य बायरविहाणे ।। ९ भा. ।। બે પ્રકારના જીવો છે. તેમ ચ શબ્દ વદે નવ પ્રકારના પણ એકેન્દ્રિય પૃથિવી આદિ પાંચ અને ત્રસકાય બે ઇન્દ્રિય આદિ મળી ચાર, એમ નવ ભેદે છે. પ્રથમ બે ભેદ કહે છે. તે સૂક્ષ્મ અને બાદર છે. સૂક્ષ્મ નામ કર્મના ઉદયથી સૂક્ષ્મ અને બાદર નામકર્મના ઉદયથી બાદર છે. લોકમાં એ પ્રમાણે જાણવું કે, તે બન્ને ભેદ લોકમાં છે. પણ અલોકમાં નથી. બીજો “ચ' અવધારણના અર્થમાં છે. તે એમ ચોક્કસ જણાવે છે કે, સૂક્ષ્મ જીવો જ બધા લોકમાં છે. પણ બાદર બધે નથી, કોઈ જગ્યાએ બાદરનો અસંભવ છે. આ બે ભેદે બાદર છે, તે પર્યાપ્તક અને અપર્યાપ્તક જાણવા. || ભાષ્ય ગા. ૯ નો અર્થ || હવે તે જ ખુલાસાથી કહે છે. सुहुमा य सब्बलोए परियावन्ना भवंति नायब्बा । दो चेव बायराणं पज्जत्तियरे अ नायब्बा ।। १० ।। भा. ।। परूवणादारं गयं ति ।। સૂક્ષ્મ તે જ પૃથિવી વિગેરે, તે સર્વ લોક, જે ચૌદ રાજલોકને વિષે પર્યાય પામેલા જાણવા. એટલે તે જ લેવા કે, જેઓ સૂક્ષ્મ પર્યાયને પામેલા ભાવ સૂક્ષ્મ હોય, ભૂત ભાવિમાં થનારાને ન લેવા. (કારણ કે તે હાલ દ્રવ્ય સૂક્ષ્મોમાં છે.) તથા બે ભેદો બાદર પૃથિવી વિગેરેના છે. ચ. શબ્દથી સૂક્ષ્મોના પણ તેજ ભેદ છે. તે આ બે જાણવા, પર્યાપ્તા, અને અપર્યાપ્તા, / ગાથાર્થ ૧૦ ભાષ્યનો અર્થ / પ્રરૂપણા કહી, હવે લક્ષણ કહે છે. અને તે જ ભાષ્યકાર કહે છે. लक्खणमियाणि दारं चिंधं हेऊ अ कारणं लिंगं । लक्खणमिइ जीवस्स उ आयाणाई इमं तं च ।। ११ ।। भा. હવે લક્ષણ દ્વારનો અવસર આવ્યો છે. આનું પ્રતિપત્તિ (સ્વીકાર)ના અંગપણે પ્રધાન હોવાથી સામાન્ય રીતે હાલ તેમનું સ્વરૂપ કહે છે. ચિહ્ન, હેતુ, કારણ, લિંગ, લક્ષણ, એ પ્રમાણે છે. તેમાં ચિહ્ન તે ઉપલક્ષણ (ઓળખાણ) જેમ કે દેવકુળ (દેરાને) ધજા તે ચિહ્ન છે. હેતુ, તે નિમિત્ત લક્ષણ. જેમ કે કુંભારની ચતુરાઈ તે ઘડાની સુંદરતા છે. કારણ, તે ઉપાદાન લક્ષણ. જેમ કે માટીનું કોમળપણું તે ઘડાનું વધારે બળવાનપણું છે. લિંગ તે કાર્ય લક્ષણ જેમ ધૂમાડો અગ્નિનું કાર્ય છે. અથવા એ બધા એક પર્યાયવાચી છે. (આ બધાનો અર્થ એક જ છે.) લક્ષણ એટલે જેના વડે પરોક્ષ વસ્તુ લક્ષ્યમાં લેવાય, તે, અને જીવનું આદાન વિગેરે અનેક પ્રકારનું આ લક્ષણ છે. અને તે હવે કહેવાશે : | ગાથાર્થ ૧૧ | आयाणे परिभोगे जोगुवओगे कसायलेसा य । आणापाणू इंदिय, बंधोदयनिज्जरा चेव ।। २२३ ।। चित्तं चेयण सन्ना, विन्नाणं धारणा य बुद्धी-अ । ईहामईवियक्का, जीवस्स उ लक्खणा एए ।। २२४ ।। दारं આ ગાથાઓ પ્રતિદ્વાર (જીવાર)ની છે. તેની વ્યાખ્યા આદાન, પરિભોગ, યોગ, ઉપયોગ, [51]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy