SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ નામંવળ પ્રયાસો, ડ્વે મુળવષ્ણવેત્તિ રહિત્તિ. । તિવિદ્દો ય હો માવે, ગોઠે મવ તબવે ચેવ ।। ૬ ।। મા. // નામ સ્થાપના સુગમ છે. કારણ કે તે સાદાં છે. દ્રવ્યજીવ, તે ગુણ પર્યાયવડે ચૈતન્ય મનુષ્યત્વ વિગેરે લક્ષણોવડે રહિત, આ ફક્ત, બુદ્ધિની કલ્પના માત્ર સમજ છે. પણ એવો જીવ કોઈ સંભવતો નથી. ભાવજીવ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે (૧) ઓઘજીવ, (૨) ભવજીવ, અને (૩) તભવજીવ, છે. પૂર્વની ગાથામાં કહ્યું, અને અહીં ફરી કહ્યું, તે ભાષ્યકારનું કહેલું બતાવેલ છે. માટે તેમાં પુનરૂક્તિનો દોષ નથી. બીજા આચાર્ય કહે છે કે, ‘ભાવે ઉતિહા ભણિઓ સંપુણ સંખેવ ઓ વોચ્યું.' આવો પાઠ પાઠાંતરમાં છે. એટલે ભાવજીવ, તે નિર્યુક્તિકારે ઓઘજીવ, વિગેરેથી ત્રણ પ્રકારે કહ્યો છે. અને તે ભાવાર્થને આશ્રયીને સંક્ષેપથી કહીશ. ગાથા ભાષ્ય ૬નો અર્થ ॥ હવે ઓઘજીવ કહે છે. संते आउयकम्मे, धरई तस्सेव जीवई उदए । तस्सेव निज्जराए, मओ त्ति सिद्धो नयमएणं ।। ७ ।। भा. ।। છતે આયુકર્મે સામાન્ય રૂપમાં સામાન્યપણે ધરે, એટલે ભવ ઉદધિમાં રહે, આ અવસ્થાન (રહેવા) માત્રથી તેનું જીવત્વ કેવી રીતે ગણાય, તેટલા માટે અન્વર્થ યોજનાને કહે છે. તે ઓઘથી આયુષ્ય કર્મનું ઉદય આવે છતે જીવે છે. એટલે સંસારમાં રહે ત્યાં સુધી પ્રાણોને ધારે છે. આ જીવવાથી જીવ છે. અને તે ઓંઘઆયુઃકર્મના ક્ષયથી (નિર્જરાવડે) તે મરે છે કારણ કે પછી શરીરમાં જીવનો અભાવ થાય છે (નવું શરીર લેતો,નથી) પણ આ સિદ્ધનો જીવ જ ગણાય, પણ બીજો નહીં, વિગ્રહગતિ (એક ભવથી બીજા ભવ)માં જતાં (સ્થૂલશરીર ન હોય છતાં) પણ સૂક્ષ્મ શરીરમાં જીવ હોય છે. પણ શરીરથી છુટ્યો નથી) આ બધા (સાતે) નયના મતથી જ મરે છે (એમ ગણાય) ॥ ગાથા ભાષ્ય ૭ નો અર્થ | अध्ययन ४ (ટિપ્પણથી જણાય છે કે અહીં જીવે છે. એના વડે એ પ્રમાણે સામાન્યથી જીવ ઓઘજીવિત વિશિષ્ટ જીવ છે. તે મધ્યમ પદઉત્તરપદના લોપથી આ પ્રમાણે રૂપ થાય છે. એવું કેટલાક આદર્શોમાં અધિક દેખાય છે.) હવે ભવજીવ અને તદ્ભવ જીવનું સ્વરૂપ બતાવે છે. जेण य धरइ भवगओ, जीवो जेण य भवाउ संकमई । जाणाहि तं भवाउं, चउव्विहं तब्भवे दुविहं ।। ८ ।। भा. निक्खेवो त्ति गयं ।। જેના વડે ના૨ક વિગેરે ચાર પ્રકારના આયુ વડે રહે છે. તે ભવગત એટલે ના૨ક વિગેરે ભવમાં ૨હેલો જીવ છે. તથા જે મનુષ્ય વિગેરે આયુ વડે નારકાદિ ભવથી સંક્રમણ કરે છે, એટલે મનુષ્ય વિગેરે બીજા ભવમાં જાય છે. તે ચાર પ્રકારના નારક, તિર્યંચ, દેવ, મનુષ્ય, ભેદ વડે ભવ આયુ (ભવજીવિત) જાણવો (જેના વડે ભવગત એટલે ચાર ગતિમાં જીવ રહ્યો છે. જે આયુ વડે એક ભવથી બીજા ભવમાં જાય છે. તે ચાર પ્રકારનું ભવઆયુ, એટલે ભવજીવ જાણવું.) હવે તદ્ભવ આયુ, બે પ્રકારનું છે, તે કહે છે. (૧) તિર્યક્ તદ્ભવ આયુ (૨) મનુષ્ય તદ્ભવ આયુ છે. એટલે તે ભવમાંથી મરી મરીને, ફરી ફરીને તે જ ભવમાં ઉત્પન્ન થાય છે. પણ બીજા ભવમાં ન જાય. [ 50 ]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy