________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
अध्ययन ४
દશવૈકાલિક અધ્યયન ૪થું
षड्जीवनिकाय अध्ययन
सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं इह खलु छज्जीवणिया नामऽज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेड्या सुयक्खाया सुपण्णत्ता सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपन्नत्ती ॥ (સૂ. ?)
ક્ષુલ્લિક (નાની) આચાર કથા કહીને ષડ્જવ નિકાય નામનું ચોથું અધ્યયન કહેવાય છે. તેનો આ સંબંધ છે. ત્રીજામાં સાધુએ અનાચારમાં ધૃતિ ન રાખતાં, આચારમાં ધૈર્ય રાખવું. આ જ આત્માના સંયમનો ઉપાય છે. એવું કહ્યું હતું. અહીં ફરીથી કહે છે કે, તે આચાર ષડ્ જીવનિકાય ગોચર (એટલે છ જીવનિકાયની રક્ષા કરવી તે સંબંધી) પ્રાયઃ હોવાથી તેનું સ્વરૂપ જ બતાવે છે. કહ્યું છે કે...
छसु जीवनिकाए, जे बुहे संजए सया । से चेव होइ विण्णेए, परमत्थेण संजए ।। १ ।।
છ જીવનિકાયમાં જે પંડિત (સાધુ) સદા સંયમ (રક્ષા કરવાની યત્ના કરનારો) હોય, તે જ પરમાર્થથી સંયત જાણવો. આ સંબંધથી અહીં અધ્યયન ચોથું આવ્યું. અને તે નિર્યુક્તિકાર કહે છે. जीवाहारो भण्णड़ आयारो तेणिमं तु आयायं । छज्जीवणियज्झयणं, तस्सऽहिगारा इमे होंति ।। २१५ ।।
જીવનો આધાર આચાર કહેવાય છે. એટલે એમ સમજવું કે, પ્રથમ તેનું જ્ઞાન મેળવવું, પછી રક્ષા કરવી. તે પ્રમાણે આ અવસરે આવેલું છે. શું ? છ જીવનિકાય અધ્યયન છે. હવે તે કહે છે કે, તે છ જીવ નિકાયના અધિકાર હવે કહેવાતા લક્ષણવાળા થાય છે, ગાથાર્થ ૨૧૫ ॥
તે કહે છે.
'जीवाजीवाहिगमो, चरित्तधम्मो तहेव जयणा य । उवएसो धम्मफलं, छज्जीवणियाइ अहिगारा ।। २१६ ।।
'જીવ અને અજીવનું સ્વરૂપ જેમાં સમજાય, તે જીવ જીવાભિગમ. એટલે એમ સમજવું કે, પ્રથમ સ્વરૂપ બતાવે ત્યારે જાણપણું થાય છે, તે પ્રમાણે ચારિત્ર ધર્મ તે પ્રાણાતિપાતાદિ (જીવહિંસા વિગેરે)થી નિવૃત્ત થવારૂપ છે. *વળી તેજ પ્રમાણે યતના, એટલે પૃથિવી વિગેરેમાં આરંભ થાય તેનો પરિહાર (ત્યાગ) રૂપ યત્ન (પ્રયાસ) કરવો. તથા પઉપદેશ તે જેનાથી આત્મા ન બંધાય એવા વિષયનો આપવો (વિચારીને બોલવું) તથા ધર્મ ફળ જે અનુત્તર (કેવળ) જ્ઞાન વિગેરેનો લાભ થાય. સામાન્ય રીતે છ જીવનિકાયના આ અધિકારો છે | ગાથાર્થ ૨૧૭ || આ ઉપક્રમ થયો, હવે નિક્ષેપ કહે છે.
छज्जीवणियाएं खलु निक्खेवो होइ नामनिप्फन्नो । एएसिं तिण्हंपि उ, पत्तेयपरूवणं वोच्छं ।। २१७ ।।
ખલુ શબ્દ પુરણ અર્થ બતાવનાર નિપાત (અવ્યય) છે. એથી જાણવું કે, છ જીવનિકાયનો વિષય ચાલે છે, તેના જે નિક્ષેપા થાય છે, તેમાં નામ નિષ્પન્ન, આ ષડૂજીવનિકાયિકા છે, તે જ
(૧) દશ વૈકાલિકના ચોથા અધ્યયન સાથે ઉત્તરાધ્યયનના ‘૩૬’માં અધ્યયનની તુલના કરો.
[ 48 ]