________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
अध्ययन ३
ભૂખ તરસ વિગેરે જે છે તેઓ જ રિપુની (શત્રુ) માફક પીડનારા હોવાથી પરિષહરિપુ છે. તે મને દાંતા દમન કર્યા જેમણે તે પરિષહરિપુદંતા, સમાસ પૂર્વ માફક છે. કારણ કે પ્રાકૃતમાં પૂર્વ અપર પદની વ્યવસ્થા નિયમસર નથી. જેમ કે, (નાણા વિમલ જોણ્ણાગ વિગેરે જાણવું) તથા ધૃતમોહા મોહનાશક અહીં મોહ તે અજ્ઞાન છે. વળી તે મુનિઓ જિતેન્દ્રિય, એટલે રાગદ્વેષ રહિત છે. તેઓ સર્વ દુઃખ એટલે શરીર તથા મન સંબંધી દુ:ખો ક્ષય કરવા માટે પ્રવર્તે છે. કિંભૂતા (કેવા) ? તે મહર્ષિ સાધુઓ (આત્માના ભવિષ્યના હિતને સાધનારા) છે.
(પરિષહ સહન કરી, અજ્ઞાન હટાવીને ઇન્દ્રિયો જીતીને મહર્ષિઓ ફક્ત બધાં દુઃખ ક્ષય કરવાને માટે સંયમમાં ઉદ્યમ કરે છે.) | ગાથાર્થ ૧૩ ||
હવે તેમને શું લાભ થશે તે કહે છે.
दुक्कराई करेत्ता णं, दुस्सहाई सहेत्तु य ।
इत्थ देवलोगेसु, केइ सिज्झति नीरया ।। १४ ।। खवेत्ता पुव्वकम्माई, संजमेण तवेण य । સિદ્ધિમમમણુપત્તા, તાળો રળિવુડ || છ્ ।। *त्ति बेमि खुड्डियायार कहा तइयं अज्झयणं सम्मत्तं ॥
દુષ્કર કૃત્યો તે ઔદેશિક વિગેરે દોષિત ભોજન ત્યાગવા વડે, તથા આતાપનાદિ દુઃસહ દુઃખો ખમીને કેટલાક સાધુઓ સૌધર્મ વિગેરે વૈમાનિક દેવતામાં જાય છે. કેટલાક સાધુઓ મોક્ષમાં જાય છે. કેવી રીતે ? આઠ કર્મ રૂપી રજ રહિત થઈને કેટલાક જાય છે (જાય છે ક્રિયાપદ ઉપરથી લીધું, વર્તમાનકાળ મૂકવાનું કારણ સૂત્ર ત્રિકાળ ગોચર છે.) સિદ્ધિમાં એકેન્દ્રિય પણ છે. તે દૂર કરવા આઠકર્મ રહિત વિશેષણ મૂક્યું છે. | ગાથાર્થ ૧૪ ||
હવે ચૌદમી ગાથામાં કહેલા સાધુઓ ધર્મ આરાધી દેવલોકમાં જાય છે. ને ત્યાંથી ચ્યવીને સુકુળ તથા આર્ય દેશમાં જન્મે છે. અને ધર્મ ફરીથી પામીને મોક્ષમાં જાય છે. તે ૧૫મી ગાથામાં બતાવે છે. દેવલોકથી આવીને મનુષ્ય લોકમાં આવી સંયમ તથા તપ વડે આઠ કર્મ ખપાવીને એ પ્રવાહ વડે સમ્યગ્દર્શન વિગેરે સિદ્ધિ માર્ગને પામી સ્વપરના રક્ષક સર્વથા મોક્ષ પ્રાપ્ત કરે છે. કેટલાક આચાર્યો પરિનિવૃત્તને બદલે ‘પરિતિવ્વુડ’, માગધી શૈલી છંદ રચના પ્રમાણે લે છે. તે મોટો પાઠ જ છે. એમ ગણે છે. પણ બન્નેનો અર્થ એક જ છે. શય્યભવસૂરિ કહે છે કે જિનેશ્વરે કહેલા તત્ત્વને હું કહું છું. | સૂત્રાર્થ ૧૫ ॥
સૂત્ર અનુગમ કહ્યા પછી નય કહેવા, તે પૂર્વ માફક સમજવા.
આ ક્ષુલ્લક (નાની) આચાર કથા (સાધુના આચાર, અને અનાચારનું ટુંકાણમાં કથન) છે.
। ત્રીજા અધ્યયનની ટીકા સમાપ્ત થઈ ।
(૧) ૩ત્તરા-૪-૨૧-૧૭, ૧૮
*
*
[ 47 ]
*