SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन ३ ગાડાં પડીને ભાગ્યાં. તેથી લોકોએ તેનું નામ અશકટા રાખ્યું. અને બાપનું નામ અશકટ પિતા રાખ્યું. તેથી ગાડાવાળાને આ લોકોની મૂઢ દશા દેખીને વૈરાગ્ય આવ્યો. તેથી કન્યા એક યોગ્ય વરને આપીને દીક્ષા લીધી. અને ઉત્તરાધ્યયનું ત્રીજું અધ્યયન જે ચતુરંગી નામનું છે, તે ભણ્યો. અને ચોથું અધ્યયન ભણતાં જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થયો; ભણીને પણ ભૂલે. તેથી ગુરુએ કહ્યું કે, છઠ્ઠવડે તેની તને આજ્ઞા અપાય છે. ત્યારે શિષ્ય કહ્યું કે, તેનો યોગ કેવી રીતે છે ? આચાર્યે કહ્યું કે, જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી આંબીલ કરવાં. તેણે કબુલ કર્યું. ભણ્યો, અને બાર વર્ષે બાર ગાથા ભણ્યો, ત્યાં સુધી આયંબીલ કર્યા, તેથી જ્ઞાનાવરણીય કર્મ ક્ષય પામ્યું. અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે પ્રમાણે અશક્ત પિતાએ જેમ આગાઢ જોગમાં આંબીલ કર્યો, તેમ દરેક યોગની તપશ્ચર્યા કરવી, તે ઉપધાન છે. અનિડવણ એટલે શ્રુત ભણ્યા પછી શ્રુત ભણાવનારનો લોપ ન કરવો. જ્યારે કોઈ પુછે, ત્યારે સત્ય કહેવું કે હું તેમની પાસે આ ભણેલો છું. જો લોપ કરે તો ચિત્તની મલિનતા થાય. માટે બીજો ન કહેવો. તેનું દૃષ્ટાંત. અસ્ત્રો વિગેરે રાખનાર હજામની પાસે વિદ્યાબળ હોવાથી તેનો અસ્ત્રો વિગેરે રાખવાની કોથળી આકાશમાં ચાલતી હતી. તેની પાસેથી કોઈ પરિવ્રાજ કે અનેક વસ્તુ આપી ને ખુશ કરી, તે વિદ્યા શીખી લીધા પછી તે બીજી જગ્યાએ ગયો. અને તેના ત્રિદંડને આકાશમાં ચલાવ્યો. તેથી મહાજને તેને પૂજ્યો, અને રાજાએ પૂછ્યું કે, જે આપને આ લબ્ધિ પ્રકટ થઈ છે, તે વિદ્યાનો અતિશય છે, કે તપનો ? ઉત્તર-વિદ્યાનો. ફરી પૂછ્યું ક્યાં ભણ્યા ? ઉત્તર-ફલાહાર કરનાર ઋષિપાસેથી હિમાચળમાં. આ પ્રમાણે બોલતાં સંકુલેશ દુષ્ટતાથી ત્રિદંડ સ્કૂલન થઈ ખટ દઈને નીચે પડ્યો. એ પ્રમાણે જે કોઈ સામાન્ય વિદ્યા જ્ઞાન (બોધ) વાળા પાસે ભણી તેનું નામ ન દેતાં બીજાનું નામ દે તો, તેનું ભણેલું શાસ્ત્ર જ્ઞાન તેના મલિન ચિત્તપણાથી પરલોકને વિષે હિતકારી ન થાય. આ અનિન્દવ કહ્યો. તથા વ્યંજન (ઉચ્ચારણ) તથા અર્થ તથા બંને શુદ્ધ બોલવાં. તે જો ન બોલે, તો શ્રુતજ્ઞાન ન થાય. માટે ભણતાં, અર્થ વિચારતાં, ભેદ ન કરવો. વ્યંજનભેદ આ-પ્રમાણે છે. ઘમ્મો મંત્તિ વિદ8’ તેને બદલે તેજ અર્થવાળા શબ્દો “qUU હત્યાનમૂવો’ બોલે; અર્થ ભેદ આ પ્રમાણે છે. “માન્તી હયાવન્તી ના વિUREસન્તિ’ આ આચાર સૂત્રમાં પાઠ છે. તેનો અર્થ વિન્ત: વન તો સ્મિન પાર્ઘી નો પરાકૃતિ’ આ પ્રમાણે અર્થ કહેવાનો હોય ત્યાં અન્ન નનન્હે યા રનુર્વાન્તા, તિતા, નોઇ: પરીકૃતિ , એમ અર્થ કરે. તથા ઉભયભેદ એટલે સૂત્ર તથા અર્થ બન્નેનો ભેદ યથા સ્વરૂપથી મર્દન કરે (બદલે) જેમ કે ધર્મ માન, ઉત્કૃષ્ટ, હિંસા પર્વત મસ્ત વિગેરે છે. અહીં તેનો દોષ આ છે વ્યંજન ભેદ થવાથી અર્થભેદ થાય. અર્થભેદ થવાથી ક્રિયાભેદ થાય અને ાિભેદ પડવાથી તેના અભાવમાં મોક્ષ ન થાય. અને મોક્ષ ન થાય તો લીધેલી દીક્ષા એક વખત રાજાએ લખ્યું કે, કમારને ભણાવો ? (અધીયતામ) પણ રાણીએ (સંધીવતા) ને બદલે અંધો કરવા લેખ મૂક્યો. (સૂત્રોચ્ચારમાં એક બિન્દી આઘીપાછી થાય તો કેટલો અનર્થ થાય તે વિચારવું) આ સંબંધમાં અહીં પ્રયોજન વિશેષ નથી. તથા અનયોગદ્વારમાં કહેલ છે. માટે અહીં કહેતા નથી. આ પ્રમાણે જ્ઞાનનો આઠ પ્રકારનો આચાર કાલાદિભેદ દ્વારે જ્ઞાનનો આસેવન પ્રકારવાળો છે. (ગાથાર્થ) હવે ચારિત્રાચાર કહે છે. તે ૧૮૪ || [27]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy