SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ તેમ પણ થતું નથી કેવી રીતે જેનો અત્યંત અભાવ છે તે જેમ થાય નહિ તેમજ યજ્ઞ કરનારા પૂજાય તે પણ અશકય છે. અને કદાચ કાળના દર્શણથી કોઈ અંશે અવિવેકી માણસથી યજ્ઞ કરનાર પૂજાય તો પણ તેમાં મંગળપણાની સિદ્ધિ થતી નથી. અવિચારી અને અછતી વસ્તુમાં પણ આભાસ વડે પ્રવૃત્તિ થાય છે. તે પ્રમાણે નિર્મલ બુદ્ધિવાળાની જ પ્રવૃત્તિ વસ્તુના સત્યપણાને પમાડે છે. પણ તેઓની અસત્ય વસ્તુમાં જાણી જોઈને સાચી પ્રવૃત્તિ થતી નથી. એટલે વિશુદ્ધ બુદ્ધિવાળા સુર અને અસુરના ઈદ્ર વિગેરે છે તેઓ તો અહિંસાદિ લક્ષણવાળા ધર્મને જ પૂજે છે પણ બ્રાહ્મણને નહિ. તેથી એમ સિદ્ધ થયું કે દેવદાનવના ઈદ્ર વિગેરે એ પૂજેલો ધર્મજ ઉત્કૃષ્ટ મંગલ જાણવો પણ યજ્ઞ કરનારાનો નહિ. આ હેતુ તથા તેની વિભકિત તેનો વિપક્ષ પ્રતિષેધ અહીં ન કહેલો છતાં પ્રકરણથી જાણી લેવો. એ પ્રમાણે હેતુ તથા તેની શુદ્ધિનો વિપક્ષ પ્રતિષેધ કહ્યો. હવે દૃષ્ટાંતનો વિપક્ષ પ્રતિષેધ કહે છે. ૧૪૪ बुद्धाई उवयारे पूयाठाणं जिणा उ सब्भावं । दिटुंते पडिसेहो छट्टो एसो अवयवो उ । १४५ । ટીકાનો અર્થ- બદ્ધ વિગેરેમાં કપિલ આદિ પણ લેવા. તેઓ ઉપચાર વડે કંઈ અતીન્દ્રિય કહે છે તેથી તે પૂજાને યોગ્ય થતા નથી. કિંતુ જિન દેવ તો પરમાર્થને આશ્રયી સર્વજ્ઞપણું વિગેરે અસાધારણ ગુણો યુકત હોવાથી તે પૂજા યોગ્ય છે. આ વૃષ્ટાંતનો જે વિપક્ષ તેનો નિષેધ કર્યો. અહીં વિશેષ એ છે કે તેથી એમ કહ્યું છે કે આ બધો પ્રતિજ્ઞા વિગેરે વિપક્ષ પ્રતિષેધ પાંચ પ્રકારનો એકજ છે. હવે છઠ્ઠો અવયવ કહીને સાતમો અવયવ ડ્રષ્ટાન્ત કહે છે. જે ૧૪૫ अरिहंत मग्गगामी दिटुंतो साहुणोऽवि समचित्ता । पागरएसु गिहीसु एसंते अवहमाणा उ । १४६ । ટીકાનો અર્થ- પુજાને યોગ્ય માટે અહંત. કર્મ પાછળ ન વધે માટે અરિહંત, તેનો અહીં દ્રષ્ટાંત છે તે સંબંધ છે. તેના માર્ગમાં જનારા એટલે તેના કહેલા માર્ગે વર્તવાનો જેમનો આચાર છે. તે સાધુઓ સમ્યગુ દર્શન વિગેરે યોગોથી મોક્ષને સાધે છે તે દૃષ્ટાંત છે તે સાધુઓ રાગદ્વેષ રહિત ચિત્તવાળા જાણવા. શું તેઓ પણ દ્રષ્ટાંત છે? હા, અહીં સાદિ ગુણ યુકિત હોવાથી તે છે. વળી ગૃહસ્થોએ પોતાના માટે આહાર બનાવેલો તેઓ શોધે છે. પણ ન રાંધવા, ન રંધાવવાવડે આરંભ કરવાની પીડા રહિત તેઓ છે. એ પ્રમાણે બે પ્રકારે દૃષ્ટાન્ત કહ્યો. વૃષ્ટાન્ત વાકય આ છે. તે સંસ્કારીને કહેવું. અહંતોની માફક સાધુઓ પૂજાય છે. સાતમો અવયવ કહીને આઠમો કહે છે. જે ૧૪૬ तत्थ भवे आसंका उद्दिस्स जहवि किरए पागो । तेण र विसमं नायं वासतणा तस्स पडिसेहे ॥१४७] ટીકાનો અર્થ- તે દ્રષ્ટાન્તમાં આશંકા થાય કે સાધુને ઉદ્દેશીને કોઈ કરે અને કોઈ બાળકોને આશ્રયી રાંધે તો ગુહસ્થીઓ વડે તે દોષ લાગે કે કેમ? તેનો ઉત્તર આ છે. આ વિષમ દ્રષ્ટાત્ત છે. રીતે રંધાવવા ઉપર જો આજીવિકા કરતા હોય તો નિર્દોષ વૃત્તિનો અભાવ થઈ જાય એ અમે પૂર્વે કહ્યું છે. કે સાધુઓ નિર્દોષજ તપાસીને લે. આઠમો અવયવ થયો. હવે નવમામાં ચોમાસાનું ઘાસ તેના પ્રતિષેધમાં ભાષ્યકારે પૂર્વે વાત કહેલ છે તે નથી કહેતા. નવમો કહીને હવે છેલ્લો અવયવ કહે છે. (મૂળ ગાથામાં ૨ નિપાતનો અર્થ છે !) . ૧૪૭ तम्हा उ सुरनराणं पुज्जत्ता मंगलं सया धम्मो । दसमो एस अवयवो पइन्नहेउ पुणोदयणं ।१४८॥ ટીકાનો અર્થ- તેથી દેવ અને મનુષ્યથી પૂજવા યોગ્ય છે. માટે તેના પૂજ્યપણાથી મંગળરૂપે હંમેશાં ધર્મ પૂર્વે કહેલો અવયવ છે. તે શું વિષય બતાવે છે. કે પ્રતિજ્ઞા હેતુનો એટલે હેતુ પ્રતિજ્ઞાનું વચન. આ બીજાં દશ અવયવરૂપ થયું. એની જોડેનાં સાધન અવયવોનાં સાધન શિષ્યની અપેક્ષા વડે વિશેષ ખાત્રી
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy