SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ વિગેરેની પેઠે વિપક્ષ તથા પ્રતિષેધ વડે જુદી આશંકા તથા ખંડન કહેવાનું ન થાત એમ કરતાં દસ અવયવ ન થાત અને આ વાકય દશ અવયવવાળું બીજી રીતે ભાંગા પાડી કહેવાનું છે; એ ન્યાયને બતાવવા માટે આ છે. એથી કહ્યું કે સાધ લક્ષણ દ્રષ્ટાંતની આ શંકા તેનો પ્રતિષેધ જદો ન કહેવા વડે વિગેરે તે દૂર કરવું જાણવું. થોડામાં સમજો. એ પ્રમાણે પ્રતિજ્ઞાદિ દરેક વિપક્ષ કહ્યો. હવે પ્રતિજ્ઞા વિગેરેનો વિપક્ષ પાંચ અવયવ વર્તે છે તે બતાવતાં કહે છે. જે ૧૪૧ છે एवं तु अवयवाणं चउण्ह पडिवक्नु पंचमोऽवयवो । एतो छट्टोऽवयवो विवक्खपडिसेह तं वोछं ११४२। ટીકાનો અર્થ એજ પ્રમાણે પ્રમાણ અંગ લક્ષણવાળા પ્રતિજ્ઞા વિગેરે ચારનો વિપક્ષ પાંચમો અવયવ છે. વાદીની શંકા દ્રષ્ટાંતનોવિપક્ષ અહીં કહ્યો છેજ. છતાં ચારનું છે એમ કેમ કહ્યું?' ઉત્તર–'હેતુનું સપક્ષ વિપક્ષ વડે અનુવૃત્તિ વ્યાવૃત્તિપણા વડે ડ્રષ્ટાંત ધર્મ છે તેથી તેનો વિપક્ષજ એના અંતર ભાવવાળો હોવાથી તે નિર્દોષ છે. હવે ડટ્ટો અવયવ વિપક્ષ પ્રતિષેધ છે. તે કહે છે. તે છઠ્ઠા અવયવને કહેશેજ. આ પ્રમાણે સામાન્ય કહીને હવે પહેલા બે વિપક્ષનો પ્રતિષેધ કરે છે. ૧૪રા सायं संमत्त पुम्मं हासं रइ आउनामगोयसुहं । धम्मफलं आइदुगे विवक्खपडिसेह मो एसो । १४३ । ટીકાનો અર્થ- સાતા વેદનીય કર્મ છે તથા સમ્યકત્વ વડે તે બરોબર સમ્યફભાવ તે છે અને સમ્યકત્વ મોહનીય તે કર્મજ છે. જેમાં પુરુષવેદ, હાસ્ય, રતિ એટલે સંસારી વિલાસ તે રતિ મોહનીય કર્મજ છે. તે મોહનીય કર્મ જિનને ન હોય. આયુ, નામ, ગોત્ર તેની સાથે દરેકમાં શુભ શબ્દ જોડવો. એટલે શુભ આયુ, શુભ નામ, શુભ ગોત્ર વિગેરે. અહીં શુભ શબ્દ તીર્થકર વિગેરે સંબંધી છે તેમને નામ અને ગોત્ર કર્મમાં હોય છે. યશનામ કર્મ વિગેરે તીર્થકરોનેજ હોય છે. અને ઉચ્ચ ગોત્ર પણ શુભ છે તે તેમને હોય છે ધર્મનું ફળ તે ધર્મ ફળ અથવા બીજી રીતે ધર્મ વડે જે ફળ મળે તેજ છે. આ ફળને જિનેશ્વરે કરેલા અહિંસાવાળા ધર્મનું ફળ જાણવું. અથવા અહિંસા વાળા જિનેશ્વરે કહેલાજ ધર્મ વડેજ આ ફળ મળે છે. આ બધું સુખનો હેતુ હોવાથી હિત છે તેથી તેજ ધર્મ પરમ મંગલ છે. એટલે સાધુને નમસ્કાર કરવો તે મંગલ જાણવું (અહીં સંસારી વિનયનો નિષેધ નથી પણ સાધુ બરોબર સસરા વિગેરેને ન ગણવા એનો વિવેક સૂચવ્યો છે) તે પ્રમાણે જેનાથી હિત થાય તે મંગલ પૂર્વે કહેલા ધર્મ વડેજ જાણવું, પણ જિન વચનથી બહાર અથવા સસરા વિગેરે મોક્ષ માટે મંગળ રૂપ ન લેવા. વાદીની શંકા'મંગળ બુદ્ધિ વડેજ માણસો નમે છે એ કેવી રીતે તેમાં ઘટશે?' ઉત્તર મંગળની બદ્ધિવડે પણ ગોવાળીઆની સ્ત્રીઓ વિગેરેની અવિવેક વડે બુદ્ધિ ખીલેલી ન હોવાથી તેઓ ભલે નમે પણ તેથી મોક્ષના નિશ્ચય રૂ૫ મંગલ ન થાય. જેમ કોઈ આંખના રોગીને બે ચંદ્ર દેખાય છતાં બુદ્ધિમાન પુરુષ ચક્ષુથી બે ચંદ્રની પ્રતીતિ સ્વીકારતા નથી. એ તો અછતી વસ્તુ ને વસ્તુરૂપ પણું આરોપવા વડે તેની પ્રતીતિ થાય છે. પૂર્વે કહેલા બે વિપક્ષો તેના વિષયમાં તેનો વિપક્ષ કહ્યો. આ પ્રમાણે પહેલા બેના વિપક્ષનો પ્રતિષેધ કરીને હવે હેતુ તથા તેની શુદ્ધિ તેનો વિપક્ષ તથા પ્રતિષેધ કરે છે. ૧૪૩ अजिइंदिय सोवहिया वहगा जइ तेऽवि नाम पुज्जति । अग्गिवि होज्ज सीओ हेउविभत्तीण पडिसेहो १४४॥ ટીકાનો અર્થ- જેમણે પાંચે ઈન્દ્રિયો જીતી નથી તેઓજ એવું બોલે છે તથા કપટ સહિત વર્તે છે તે માયાવી પરને ઠગનારો છે. તેઓ પાસે વસ્ત્રાદિ અનેક પ્રકારે પરિગ્રહ વર્તે છે. તે મહા પરિગ્રહવાળા છે તેઓ પ્રાણીનો વધ કરે છે. તે યાજ્ઞિકો જેઓ પૂર્વે કહેલા અજીત ઈદ્રિય વિગેરે દોષથી દુષ્ટ થયેલા યજ્ઞપૂજનાર જેઓ છે તેઓ જો પૂજાય છે તો બળતો અગ્નિ પણ ઠંડો થવો જોઈએ. પણ તે કદાપિ ઠંડો થતો નથી. તથા આકાશમાં કમળની માળાઓ થવી જોઈએ. અને તે વાંઝણીના સ્તનની શોભા માટે થવા દો.
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy