SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ છે. આ ચરણ કરણ આશ્રયીને કહ્યું હવે એવીજ રીતે દ્રવ્યાનુયોગ છોડીને ગાથાના ઉપન્યાસને અનુકૂળ નિશ્રા વચન કહે છે. નિશ્રા વચનમાં ગૌતમસ્વામીનું ઉદાહરણ છે. જ્યારે ગાંગલી મુનિ વિગેરે જે પૂર્વે તાપસ હતા તેમણે દીક્ષા લીધી અને ત્યારબાદ કેવળજ્ઞાન થયું. જે અધિકાર વજસ્વામીની ઉત્પત્તિનો સંબંધ આવશ્યક સૂત્રમાં કહ્યો છે. ત્યાંજ ગૌતમ સ્વામીને અધીરજ થઈ તે બતાવે છે. ભગવાને ત્યારે કહ્યું, 'તું મારા ઉપર બહુ પ્રેમ રાખે છે. ઘણો કાળ રહેવાથી તે મારા ઉપર ઘણો રાગી બનવાથી તને કેવળ જ્ઞાન થતું નથી. માટે અધીરાઈ ન કર. અંતે આપણે બન્ને સમાન થઈશું. એટલે તને કેવલજ્ઞાન થશે અને તું મોક્ષમાં પણ જઈશ. તેને આશ્રયીને ક્ષારૂપ દ્રમ પત્રનું અધ્યયન પણ કહ્યું. આ ઉત્તરાધ્યયનનું દશમં અધ્યયન છે તેમાં બતાવ્યું છે કે 'સમય. ગોયમ મા પમાયએ,' આ પ્રમાણે બીજા પણ શિષ્યો જેઓ અધીરજ કરતા હોય તેમને બોધ કરવો તથા બીજા કોમળ સાધુઓની નિશ્રા વડે સમજાવવા. આમાં પણ ટુંકાણ પૂર્વની માફક સમજી લેવું. આ ચરણકરણાનુયોગને આશ્રયીને આમાં પ્રશ્ન અને નિશ્રા વચન બને આવ્યાં. એ બન્નેને દ્રવ્યાનુયોગ આશ્રયીને કહે છે તેનું વર્ણન ૭૮ મી ગાથામાં અર્ધ ભાગ જાણવો. નાસ્તિક વાદી જે જીવને માનતો નથી તેને શું પૂછવું? તે કહે છે ૭૮ केणंति नत्थि आया, जेणपरोक्खो त्ति तव कुविन्नाणं । होइ परोक्खं तम्हा, नस्थिति निसेहए को णु ? ॥७९॥ ટીકાનો અર્થ-બોલ ભાઈ, તું આત્મા કેમ નથી માનતો!' ઉત્તર પરોક્ષ છે તેથી પ્રશ્ન તારું વિજ્ઞાન જે જીવનો નિષેધ કરે છે તે પણ પરોક્ષ છે. અમને પ્રમાણ માગનારને પ્રત્યક્ષ દેખાતું નથી, તેથી તારી યુકિત વડે જ જીવના નિષેધનો નિષેધ થયો, તો નિષેધ કરનાર કોણ રહ્યું? અને તેથી વિવક્ષાના અભાવમાં વિશિષ્ઠ શબ્દની ઉત્પત્તિ નથી. આમાં પણ વૃષ્ટાંત ટુંકાણમાંજ છે. ૭૮ अन्नावएसओ नाहियवाई जेसिँ नत्थि जीवो उ । दाणाइफलं तेसिं, न विज्जड़ चउह तद्दोसं ॥ ८० ॥ ટીકાનો અર્થ- હવે બીજી રીતે નાસ્તિક વાદીને પકડવો તે કહે છે. જેમાં જીવ નથી તેમને દાન વિગેરેનું ફળ પણ નથી. તેમને દાન, ભોગ, સમાધિ, તપ સ્વર્ગ, અપવર્ગ વિગેરે કશું નથી. આવું સાંભળીને નાસ્તિકો બોલશે, 'ભલે ન હો. એમાં અમને નકસાન શું? એમ માની લેવાથી કંઈ નકશાન થતું નથી. તેવાને કહેવું, કે 'આ સંસારના જીવોમાં શોક, દુઃખ, રિદ્ધિ, વૈભવ વિગેરે અનેક ભેદો દેખાય છે તેનું કારણ શું માનો છો 'આથી તેઓ ચૂપ થશે. આ ટુંકાણમાં કહ્યું. ઉદાહરણ દેશતા ચરણકરણાનુયોગની માફકજ કહેવી. નિશ્રા દ્વારા સમાપ્ત. પ્રથમ પૃચ્છા અને પછી નિશ્રા અનુક્રમે કહ્યાં. હવે દોષકાર તે અવયવથી કહેવાને બદલે ઉપન્યાસ માટે કહે છે આ ગાથાના છેવટના ભાગમાં ચાર પ્રકારે દોષ બતાવ્યા તે ઉદાહરણના દોષ અથવા ઉદાહરણ વડેજ સમાન અધિકારી તે દોષો. (આ સમાસને આશ્રયી છે) હવે ચાર પ્રકારના દોષો બતાવવાને માટે કહે છે. ૮૦ 'पढमं अहम्मजुत्तं पडिलोमं अत्तणो उवन्नासं । दुरुचणियं तु चउत्थं अहम्मजुत्तमि नलदामो ॥ ८१ ॥ - ટીકાનો અર્થ–પહેલું અધર્મયુકત જેમાં પાપ વૃદ્ધિ થાય. ૨. પ્રતિકુળ ૩. જેમાં પોતાનું ખંડનજ થાય. તેમ બોલવું. ૪ દુષ્ટ બોલવું હવે તેના ભાવાર્થને કહે છે. અધર્મયુકતમાં નલદામ વણકરનું લૌકિક ઉદાહરણ છે. એનો છેવટનો ભાગ કથાથી જાણવો. તે આ પ્રમાણે છે. ચાણકયે નંદ રાજાને ઉઠાવી ચંદ્રગુપ્તને ગાદીએ બેસાડ્યો ત્યાં સુધી જાણવું. હવે મુદ્દાની વાત કહે છે. નંદના માણસોએ ચોરનો સંગ કરી નગરને લુટવા માંડ્યું. ચાણક્યે તે દોષના ચાર પ્રકાર = સ્થાનાંગ ૪ – ઉ–૩. ગા. ૫૦૧ (૧) અધર્મ યુકત = અધર્મ બુદ્ધિને ઉત્પન્ન કરવાનું દૃષ્ટાન્ત. (૨) પ્રતિલોમ = અપ સિદ્ધાન્ત નું પ્રતિપાદન કરતું દૃષ્ટાન્ત અથવા પ્રતિકૂળ આચરણની શિક્ષાનું દૃષ્ટાન્ન. (૩) આત્મોપનીત = બીજા ના મનમાં દોષ દેખવામાં મુકત પરંતુ પોતાના દોષનું દ્રષ્ટાન્ત. (૪) દુરૂપનીત = દોષ સહિત નિગમન. પ૦
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy