SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ ત્યારે માળીએ કહ્યું, હું અલોપક છું. અહીં હિંગ નામના શિવ પ્રગટ થયા છે.' એથી ત્યાં હિંગ શિવ નામના વ્યંતર દેવ પ્રસિદ્ધિમાં આવ્યા. લોકોએ માન્યું. અને તેની પૂજા થઈ અત્યારે પણ પાટલિપુત્ર (પટના)નગરમાં હિંગુ શિવ નામનો વ્યંતર પ્રસિદ્ધ છે. એ પ્રમાણે માળીએ જેમ પોતાની ઈજ્જત રાખી તેમ પ્રમાદવશ થઈ અણચાલતે એવું નીંદનીય કાર્ય આચરવું પડે તો તે ઢાંકી દેવું જેથી બીજા લોકો અધર્મ ન પામે અને ઉલટું ધર્મની ભાવના વધે. संजाए उड्डाहे जह गिरिसिद्धेहिं कुसल बुद्धीहिं । लोयस्सधम्मसद्धा पवयणवण्णेण सुटुकया ॥ १ ॥ જેમ ગિરિસિદ્ધ કશળ બદ્વિવાળા વડે લોકોની ધર્મ પ્રવચનની સ્તુતિ વડે (અર્થાત લોકોમાં ધર્મશ્રદ્ધા ને વધારી) (કોઈ સારો સાધુ પણ પાપના ઉદયથી ભ્રષ્ટ થાય તો પણ પોતે એવી મર્યાદાથી રહે કે જેથી લોક અધર્મન પામે તેમ બીજાઓએ તેની પણ નિંદા કરી અપમાન ન કરવું. આ પ્રમાણે ચરણકરણાનુયોગને લૌકિક આશ્રયી સ્થાપના કર્મ કહ્યાં, હવે દ્રવ્યાદિ યોગને આશ્રયી કહે છે. ૬૭ सबभिचारं हेतुं, सहसा वोत्तुं तमेव अन्नेहिं । उववूहइ सप्पसरं, सामत्थं चऽप्पणो नाउं ॥ ६८ ॥ ટીકાનો અર્થ :- વ્યભિચાર સહિત તે વ્યભિચારવાળો (ખરાબહેતુવાળો) જે હેતુ સાધ્યધર્મ અન્વયવિગેરે લક્ષણયુકત તે તુરતજ કહીને તે હેતુને બીજા હેતુવડે સમર્થન કરે–અનેક પ્રકારે વિસ્તારી પ્રજ્ઞાબલને બતાવવું, 'ચ' શબ્દ બિન ક્રમ બતાવે છે. એટલે આત્માને જાણીને પરને પણ જાણવું. ભાવાર્થ આ છે. દ્રવ્યાસ્તિકાયાદિ અનેક નય સંપૂર્ણ પ્રવચનને જાણનારા સાધુએ તેને સ્થાપન કરવા બીજા નય વાળાની અપેક્ષા વડે વ્યભિચારવાળો હેતુ બનાવીને તેના વિરૂદ્ધ નયના મતને અનુસરવાથી એવી રીતે સિદ્ધ કરવો. જેથી સમ્યફ અનેકાંતવાદનો સ્વીકાર થાય. શંકા-ઉદાહરણ, ભેદ, સ્થાપના અધિકારની ચિંતામાં સવ્યભિચારનો હેતુ શા માટે કહેવો જોઈએ? ઉત્તર–તેને આશ્રયીને તેને અનુકૂલ ઉદાહરણ પ્રાયઃ બતાવવા માટે જે ઘણા ઉદાહરણોની પ્રવૃત્તિ થાય છે. સંપૂર્ણ, (૬૮મી ગાથામાં એ બતાવ્યું કે કોઈ નિત્યવાદી વાદ કરવા આવે તો અનિત્ય પક્ષ સિદ્ધ કરી નિત્યનું ખંડન કરવું એટલે આપોઆપ જૈનનો ચાવાદ સમજાય.) સ્થાપના કર્મદ્વારા કહેવાયું; હવે પ્રત્યુત્પન્ન વિનાશ દ્વાર કહેવાની ઈચ્છાથી કહે છે. ૬૮ होति पडुप्पन्नविणासणंमि गंधविया उदाहरणं । सीसोऽवि कत्थवि, जड़ अज्झोवज्जिज्ज तो गुरुणा ॥६॥ અર્થ – પ્રત્યુત્પન્ન વિનાશના વિચારમાં ગાંધર્વિકા લૌકિક ઉદાહરણ છે. ઉત્પન્ન થયેલી વસ્તુઓનો નાશ તે પ્રત્યુત્પન્ન વિનાશ અથવા તેમાં પ્રત્યુત્પન્ન વિનાશ છે. એ સમાસ છે. ગાંધર્વિકાનું ઉદાહરણ. એક નગરમાં એક વાણીઓ હતો. તેને ઘણી બહેનો અને ભાણજા તથા ભાભીઓ હતી. તેના ઘરની સમીપમાં રાજકુલના ગાનારાઓ દિવસમાં ૩ વાર સંગીત કરતા હતા. તે રાગમાં લીન થઈ વાણીઆના ઘરમાં સ્ત્રીઓ રાગી બની કંઈપણ કામ કરતી ન હતી. તેથી વાણીઆએ વિચાર્યું કે ઘરનો નાશ થશે શું ઉપાય કરવો? કે જેથી સ્ત્રીઓ ન બગડે, તેથી મિત્રને કહ્યું. તેણે શીખવ્યું કે તારા ઘરની બાજુમાં વ્યંતરનું દેવળ (મંદિર) કરાવ. તેણે તેમ કર્યું અને ઢોલ વિગેરે વાજિંત્ર વગાડનારાઓને રૂપીઆ આપીને ઢોલ વગડાવ. જ્યારે ગંધર્વો ગાય ત્યારે ઢો લીઓ ઢોલ વગાડતા, વાંસળીને સ્પર્શ કરતા અને ગાતા તેથી ગાનારાઓને વિન થવા માંડ્યું. અને ઢોલના અવાજમાં ગીત ધ્વનિ (શબ્દ) ન સંભળાતા રાજકુલમાં તેઓએ તે વાત જાહેર કરી. રાજાએ વાણીઆને બોલાવ્યો, અને કહ્યું, 'તું કેમ વિદન કરે છે?' તેણે કહ્યું, મારા ઘરમાં દેવ પ્રગટ થયા છે. ત્રણ વખત તેની ભક્િત કરવી જોઈએ. તેથી રાજાએ ગાનારને કહ્યું, "બીજે ઠેકાણે ગાઓ, દેવને રોજ, રોજ અંતરાય કેમ કરાય?' એ પ્રમાણે લોકોત્તરમાં શિષ્યો ગૃહિણીઓને વિષે રાગી બની ફરતા હોય તો આચાર્યોએ એવો ઉપાય કરવો કે જેથી શિષ્ય તે દોષથી દૂર થાય કેમકે બિચારા શિષ્યોને ન બચાવે તો દુરાચારથી નરકના દુઃખ ભોગવશે. કહ્યું છે કે પર
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy