________________
ચોમાસું ક્યાં કરવું? કયા ક્ષેત્રમાં કોને ચોમાસું મોકલવા? પદવી કોને આપવી? કોને શું ભણાવવું કે છે જ ન ભણાવવું? કયા મુમુક્ષુને કોનો શિષ્ય બનાવવો? કોને દીક્ષા આપવી કે ન આપવી? કોને વ્યાખ્યાન ૪ શુ કરવાની રજા આપવી? માંડલીના કયા કામ કોણે કરવા?.... વગેરે સેંકડો નિર્ણયો એવા છે કે જેમાં ? જે ગુરુની નાની નાની ભૂલો હોય પણ ખરી, પક્ષપાતાદિ પણ હોય, પણ જો એ નિર્ણયોમાં સંયમીને એમ છે જ લાગે કે “આમાં મારા મહાવ્રતો ભાંગી જાય એવું તો નથી જ.” તો પછી એ નાના દોષોને ગૌણ ૪ જ સમજીને સહર્ષ ગુરુની આજ્ઞા સ્વીકારી જ લેવી.
ખેદ તો એ વાતનો છે કે ગુરુના જે નિર્ણયો જે કેટલાંક સંયમીઓને બિલકુલ લાગુ ન પડતા હોય ? છે તે સંયમીઓ પણ એ નિર્ણય ઉપર ચર્ચાઓ કરે. એ નિર્ણયમાં દોષો દેખાડે. બીજા સંયમીઓને પણ છે ૪ ગુરુના નિર્ણયમાં દોષો દેખાડીને એ નિર્ણય પ્રત્યે અસદ્દભાવ ઉત્પન્ન કરાવે. ગુરનો નિર્ણય અમલમાં છે જ આવતા પહેલા જ ભાંગીને ભુક્કો કરાવે. જ દા.ત. ગુરુએ ત્રણ સંયમીની એક ટુકડીને અમુક ગામમાં ચોમાસું મોકલવાનો નિર્ણય કર્યો. હવે જ છે એ ગામમાં ઘરો ઓછા હોય અથવા ત્યાંના શ્રાવકોમાં આરાધનાનો ઉલ્લાસ ઓછો હોય, વ્યાખ્યાનમાં છે જ માણસો આવતા જ ન હોય એવું હોવાને લીધે આ નિર્ણય ધારો કે ભૂલ ભરેલો હોય તો પણ એ નિર્ણય જ જ એવો તો નથી જ કે “પેલા ત્રણ સંયમીઓને મૂલગુણોમાં કંઈ ઘા લાગે.” “ચોમાસાના વ્યાખ્યાનાદિ ? છે બરાબર ન જામે એ સિવાય એમાં કોઈ દોષ નથી. છતાં જેઓએ ત્યાં ચોમાસું જવાનું નથી. તેઓ પણ છે. જ જો ભેગા મળીને વાતો કરે કે, “આ ક્ષેત્રમાં ચોમાસું મોકલાય જ નહિ. તદ્દન નકામું ક્ષેત્ર છે. આ બિચારા શું 3 ત્રણ જણ કંટાળી જશે. ગુરુ ખોટો નિર્ણય લે છે..” તો આ બધું સાંભળીને કદાચ પેલા ત્રણ સંયમીઓ ? પણ ગુરુને ત્યાં જવાની ના પાડી દે. ગુરુને કેટલો આઘાત લાગે ?
અને મુખ્ય વાત તો એ છે કે શિષ્યોના મનમાં આવો વિચાર દઢ બન્યો કે “ગુરુની ભૂલ હોઈ છે શકે છે. ગુરના વિચારો કરતા અમારા વિચારો વધુ સાચા-સારા હોઈ શકે છે.” એ જ શિષ્યના પતનનું આ પ્રથમ સોપાન છે. કેમકે એકવાર ગરના નિર્ણય સામે બંડ પોકારનારા કે ગમે તેમ વિચારનારા શિષ્યો જ હવે તો પ્રત્યેક નિર્ણય સામે જાત-જાતના કુતર્કો કરનારા બનવાના જ એ નિશ્ચિત વાત છે. ગુરુના સાચા જ નિર્ણયોને પણ કુતર્કોના સહારે ખોટો સાબિત કરવાની તીવ્ર બુદ્ધિ (!) શિષ્યોમાં પ્રગટ થવાની. અને ૪ જ આવું થાય તો આખો ગચ્છ સ્વચ્છંદી બને. ગુરુની મર્યાદા, આમન્યાનો ભાંગીને ભુક્કો થાય. અને આ જ જે રીતે વિનયહીન બનેલા ગચ્છમાં પછી વિનયમૂલક શાસનના દર્શન ન જ થાય એ સ્વાભાવિક છે. આ
ટૂંકમાં પ્રત્યેક સંયમીઓ નીચેની બાબતો હૃદયમાં બરાબર કોતરી લે : (૧) મારા ગુરુ છે. જ મૂલગુણોમાં ગરબડવાળા તો નથી જ ને ? કાયિકબ્રહ્મચર્યાદિ બરાબર પાળે છે ને? જો હા ! (૨) તો છે ૪ પછી હવે એ જે આદેશ કરે, જે નિર્ણય કરે એ મને લાગુ પડતો હોય કે લાગુ પડતો ન હોય, એ મને જે જે ગમે કે મને ન ગમે હું એ નિર્ણયની વિરુદ્ધમાં બાકીના એકપણ સંયમી પાસે એકપણ અક્ષર નહિ જ છે જ બોલું. ઊલટું મને એ નિર્ણય નહિ ગમ્યો હોય તો પણ બધા જ સંયમીઓ પાસે એ નિર્ણય બરાબર જ છે
છે. ગુરુએ જે કર્યું છે એ ખોટું ન જ હોય.” એમ જ કહીશ. કદાચ આવી ગુરુના નિર્ણયની તરફેણ નહિ ? જ કરું તો ભલે પણ બીજા સંયમીઓ સામે એનો વિરોધ-નિષેધ-અણગમો તો કદિ વ્યક્ત નહિ જ કરું. $ “ગુરુનો નિર્ણય બરાબર નથી” એવા બીજા સંયમીઓના વિચારોને દઢ કરવાનું પાપ કદિ નહિ કરું. હું
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૫૦)