________________
ભક્તિ-બહુમાનના પ્રતીક તરીકે આ ચૈત્યપરિપાટી છે. એટલે એમાં ઉપેક્ષા, પ્રમાદ કરવો ઉચિત નથી. જે ૪ ૨૧. વિહારમાં જે ગામ-શહેરમાં જે દેરાસરોના દર્શન પૂર્વે કદિ ન કર્યા હોય તે તમામ જ દેરાસરોની ચૈત્યપરિપાટી કરીશ : જ પાટણ, ખંભાત, સુરત, અમદાવાદ વગેરે ઘણા ક્ષેત્રો એવા છે કે જેમાં સેંકડો જિનમંદિરો છે. ? છે કેટલાંક તો અતિપ્રાચીન છે. સંયમીઓ વિહારમાં જે ગામ-શહેરમાં પહોંચે, તે સ્થળે શ્રાવકો પાસે જાણી જ જી લેવું કે “ત્યાં કેટલા ગામ-દેરાસરો છે?” અને પછી અનુકૂળતા પ્રમાણે બધા દેરાસરોના દર્શન કરી લેવા. આ ૪ તીર્થસ્વરૂપ એ પ્રતિમાઓના દર્શન આંતરમેલને ધોઈ નાંખવાનું કામ કરે છે. આવા વખતે સ્વાધ્યાય ? જ ગૌણ બનાવવો. આવી જિનપ્રતિમાઓના દર્શન વારંવાર ક્યાં મળે છે?
એવા કેટલાંક આચાર્ય ભગવંતોની વાતો મેં સાંભળી છે કે ચાલુ વિહારમાં એમને ખબર પડે કે જે ૮ આડા રસ્તે બે-ત્રણ કિ.મી. દૂર દેરાસર છે” તો તેઓ ત્રણ-ચાર-પાંચ કિ.મી. વધતા હોય તો પણ એ છે જે રસ્તે જઈ દર્શન કરી પછી ઉપાશ્રયે પહોંચે. વળી દેરાસરમાં જઈને માત્ર બે મિનિટમાં બહાર નીકળી ? જે જાય એમ નહિ. પણ અડધો કલાક-કલાક પરમાત્મભક્તિમાં લીન બની જાય. ભર ઉનાળામાં ૧૨-૧૫ ૨
કિ.મી. ચાલીને આવેલા હોય, થાક-તરસ મોઢા ઉપર સ્પષ્ટ દેખાતા હોય. છતાં દેરાસરમાં પરમાત્માને જ જોઈને બધું જ વિસરી જાય. શિષ્યો ઉપાશ્રયમાં રાહ જુએ અને એ આચાર્ય ભગવંતો લાંબો સમય આત્મ જ મસ્તીમાં લીન બને. છે અલબત્ત વો ભાવ, આવી વધારે વિહાર કરવાની શક્તિ બધા પાસે ન હોય એ સ્વાભાવિક છે છે. પણ જે ગામ-શહેરમાં રોકાયા છીએ ત્યાંના દેરાસરોની ચૈત્યપરિપાટી તો લગભગ બધા જ કરી શકે છે
હા ! વિહાર કરીને આવ્યા હોઈએ અને ખૂબ થાક લાગ્યો હોય અને પાછો સાંજે જ કે બીજા જ જ દિવસે સવારે જ વિહાર હોય તો પછી દર્શન કરવા ન જવાય એ શક્ય છે. એમ એ દેરાસરોના દર્શન ? જે પૂર્વે કરેલા હોય અને માટે દર્શન કરવા ન જઈએ તો હજી ચાલે. (બીજીવાર દર્શન માટે જઈએ, એ તો છે
સારું જ છે.) આ પણ એવો કોઈ થાક ન લાગ્યો હોય, બે-ત્રણ દિવસનું રોકાણ હોય, પૂર્વે જે દેરાસરના દર્શન $ જ કદિ ન કર્યા હોય એવા દેરાસરોના દર્શન માટે તો ચાહીને જવું જોઈએ. જ આજે મારા એક શિષ્યને એવો નિયમ છે કે જેટલી નવી જિનપ્રતિમાઓ હોય કે જે પહેલીવાર છે જ જોઈ હોય એ તમામ જિનપ્રતિમાઓને ત્રણ-ત્રણ પંચાંગપ્રણિપાત ખમાસમણા આપવા. (એકવાર જ આપી દીધા હોય તો પછી બીજીવાર જરૂર નહિ.) શત્રુંજય પરની હજારો પ્રતિમાઓને એ શિષ્ય ત્રણ- ૪ $ ત્રણ ખમાસમણા દીધા છે. એવું તો સેંકડો દેરાસરોની હજારો પ્રતિમાઓ માટે સમજવું. જ: “બધા એવું કરે એવું મારે નથી કહેવું. પણ ઉપર બતાવ્યા પ્રમાણે ઔચિત્યરૂપ સમ્યગ્દર્શનનો ? જ આચાર તો પાળવો જ જોઈએ.
૨૨. હું ઉપાશ્રયથી ૧૦૦ ડગલાની અંદર રહેલા દેરાસરમાં સાંજે દર્શન કરીશ :
સંયમીઓએ સાંજે જિનદર્શન કરવા જ પડે એવો નિયમ નથી. પણ ઉપાશ્રયની નજીકમાં જ ૪ દેરાસર હોય તો સાંજે દર્શન કરવા ઉચિત જણાય છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૪૩)